આજ નો દિવસ : વિક્રમ સંવત   ૨૦૭૪  ( નેમિસૂરિ સંવત  ૬૯ )  કારતક સુદ ત્રીજ રવિવાર   Dt: 22-10-2017વિધીની સાથે વેર ન થાય, જીવન આખું ઝેર ન થાય, નસીબ છાપેલો કાગળ છે, તેમાં કદી ફેર ન થાય…
વિપુલવાહન રાજાનો જીવ દેવલોકથી ચ્યવી ફાગણ સુદ-૮ ના મૃગાશીર્ષ નક્ષત્રમાં, સેનાદેવીની કુક્ષિમાં અવતર્યો. નવ માસ અને છ દિવસનો ગર્ભકાળ વ્યતીત થતા, માગસર સુદ - ૧૪ના મૃગશીર્ષ નક્ષત્રમાં, સુવર્ણવર્ણી, અશ્વના લાંછનવાળા પુત્રને જન્મ આપ્યો. શુભ અતિશયોના સંભવથી તથા પ્રભુ ગર્ભમાં હતા ત્યારે શંબાનું (શગ) ધાન્ય ઘણું થયું હતું. તેથી રાજાએ બાળકનું નામ સંભવનાથ પાડ્યું.

જંબૂદ્વીપના ભરતક્ષેત્રના કુણાલદેશમાં શ્રાવસ્તિ નામનું નગર હતું. તેમાં ઇક્ષ્વાકુ વંશમાં જિતારિ રાજા થયા. તેઓ જાણે મૂર્તિમાન ધર્મ જ ન હોય તેમ અધર્મકારી વચનો બોલતા નહિ. તેવું આચરણ પણ ન કરતા અને મનથી અધર્મકારી ચતવન પણ કરતા નહિ. તેઓ શસ્ત્રધારી છતાં દયાળુ, શકિતમાન છતાં ક્ષમાવાન, વિદ્ધાન છતાં 
અભિમાન રહિત અને યુવાન છતાં જિતેન્દ્રિય હતા, તેમને સેનાદેવી નામે પટ્ટરાણી હતી.

સંભંવનાથ પ્રભુનું ચ્યવનઃ-

વિપુલવાહન રાજાનો જીવ દેવલોકથી ચ્યવી ફાગણ સુદ-૮ ના મૃગાશીર્ષ નક્ષત્રમાં, સેનાદેવીની કુક્ષિમાં અવતર્યો.

સંભંવનાથ પ્રભુનો જન્મઃ-

નવ માસ અને છ દિવસનો ગર્ભકાળ વ્યતીત થતા, માગસર સુદ - ૧૪ના મૃગશીર્ષ નક્ષત્રમાં, સુવર્ણવર્ણી, અશ્વના લાંછનવાળા પુત્રને જન્મ આપ્યો.
શુભ અતિશયોના સંભવથી તથા પ્રભુ ગર્ભમાં હતા ત્યારે શંબાનું (શગ) ધાન્ય ઘણું થયું હતું. તેથી રાજાએ બાળકનું નામ સંભવનાથ પાડ્યું.
યૌવનને પ્રાપ્ત, ૪૦૦ ધનુષ્ય ઊંચા સંભવકુમારનું પાણિગ્રહણ અનેક રાજકન્યાઓ સાથે થયું. પ્રભુ ૧૫ લાખ પૂર્વના થયા ત્યારે તેમનો રાજયભિષેક થયો અને જિતારિ રાજાએ દીક્ષા અંગીકાર કરી. 
સંભવ રાજાના પુણ્ય પ્રભાવથી, રાજયમાં પ્રજા ‘ઇતિ (દુષ્કાળાદિ ઊપદ્રવો)’ તથા ભયમુકત અને પૂર્ણ આયુષ્ય ભોગવવાવાળી બની. ચાર પૂર્વાંગ સહિત ૪૪ લાખ પૂર્વ પર્યંત સંભવરાજાએ વૈરાગ્યવાસિત હૃદયે રાજયનું પાલન કર્યું.

સંભવનાથ પ્રભુની દીક્ષાઃ- 

દીક્ષાવસર જાણી પ્રભુ ‘સિદ્ધાર્થા’ નામક શિબિકામાં બેસી સહસ્રામ્રવનમાં પધાર્યા. માગસર સુદ - ૧૫ના, મૃગશીર્ષ નક્ષત્રમાં, છઠ્ઠ તપ યુકત પ્રભુએ, અપરાહ્ન કાળે, ૧૦૦૦ રાજાઓ સાથે દીક્ષા અંગીકાર કરી. 
૧૦ લાખ પૂર્વ કુમારાવસ્થામાં, ૧૨ પૂર્વાંગયુકત ૨૯ લાખ પૂર્વ રાજયાવસ્થામાં, ૧૨ પૂર્વાંગ ન્યૂન એક લાખ પૂર્વ દીક્ષાવસ્થામાં રહી, સુમતિનાથ પ્રભુએ ૪૦ લાખ પૂર્વનું આયુષ્ય પૂર્ણ કર્યું.