આજ નો દિવસ : વિક્રમ સંવત   ૨૦૭૪  ( નેમિસૂરિ સંવત  ૬૯ )  કારતક સુદ ત્રીજ રવિવાર   Dt: 22-10-2017વિધીની સાથે વેર ન થાય, જીવન આખું ઝેર ન થાય, નસીબ છાપેલો કાગળ છે, તેમાં કદી ફેર ન થાય…

ૐ   

ૐકાર બિંદુ સંયુક્ત નિત્યં ધ્યાયન્તિ યોગિન : ।
     કામદં  મોક્ષદં  ચૈવ   ઓમ્‌કારાય નમો નમઃ ।।

આજે સુખ-શાંતિ પ્રાપ્ત કરવાની આંધળી દોટમાં સૌથી મોટો ભોગ લેવાયો હોય તો તે માણસ જાતની સાધના કરવાની વૃત્તિનો ભોગ લેવાયો છે. અંગ્રેજીમાં 'એટ્રોપી' શબ્દ છે. શરીરનું કોઈ અંગ લાંબો સમય સુધી ન વપરાય તો એ અંગ બુઠું સંવેદના વિહોણું બની જાય છે. આપણા જમાનાનો સૌથી મોટો અભિશાપ કહું તો અર્ન્તમુખ થવાની અદ્ભુત બક્ષિસને લાગેલો 'એટ્રોપી' રોગ એ આજે સૌથી મોટી કરૃણતા છે.

મંત્રના શબ્દનું અને સાધના-યોગનું અર્થઘટન એટલું છીછરું થઈ ગયું છે કે તપેલામાં ચા ચડાવો અને પાંચ મિનિટમાં ચાનું પીણું તૈયાર થઈ જાય છે એવી અપેક્ષા લોકોના હૈયામાં જન્મે છે. મંત્ર અને સાધના શબ્દોને માણસના જડમૂળથી થતા આંતરિક રૃપાંતર સાથે સંબંધ છે. અને એ કોઈ લેબોરેટરીમાં માપવા જેવો છીછરો અખતરો નથી. એ વાત પહેલાં સમજી લેવી જરૃરી છે.

ૐકાર એટલે સમગ્ર વિશ્વમાં વ્યાપેલી સનાતન ચેતનાનો અક્ષરદેહ આપણે ઓમ્ બોલીએ છીએ ત્યારે સનાતન ચેતના રૃપે આપણા ચિત્તનું અનુસંધાન સાધીએ છીએ. ભારતીય દાર્શનિકોએ માણસનાં દુઃખ અને વ્યથાનાં કારવા શોધતા જાણ્યું કે માણસના સમગ્ર અવસાદ અને નિરાશા તેમજ સતત બિન સલામતીનું કારણ એટલું જ છે કે માણસ પોતાનામાં અને પોતાની બહાર રહેલી સનાતન ચેતનાને ભૂલી ગયો છે ને ક્ષણભંગુર પદાર્થો અને ઘટનાઓમાં ખોવાઈ ગયો છે.       કૈલાસ માનસરોવરની યાત્રાએ ગયેલી કૈલાસ યાત્રાળુ જો રસ્તામાં તેને ૐપર્વતના દર્શન ન થયાં તો તેની યાત્રાને પરિપૂર્ણ માનતી નથી. તેવી જ રીતે ૐસિવાયનો કોઈ પણ મંત્ર કે જાપ પરિપૂર્ણ થતો નથી. એવું કેટલાક તત્ત્વચિંતકો માની રહ્યા છે આથી જ તમામ મંત્રોમાં ૐકારનો પ્રથમ સમાવેશ કરાયો છે.

તત્ત્વચિંતકો અને શક્તિ ઉપાસકો કહે છે ૐકારનો ધ્વનિ બધી ગ્રંથિ (નાભિમાંથી) ઉદ્ભવે છે અને તે હૃદય, ફેફસાંને સ્પર્શીને તેનો ઉચ્ચાર થતો હોય છે. આ ઉચ્ચાર માત્રથી તમામ અંગોમાં સ્ફૂર્તિ અને તાજગી આવે છે. માનવીય શરીરમાં ઘણા બધાં ફેરફારો લાવે છે. તેથી જ યોગમાં તેને સ્થાન આપ્યું છે.

ૐકારનો ધ્વનિ માણસના નાભિસ્થાનમાંથી ઉદ્ભવે છે. માણસ માત્રમાં તમામ ક્રિયા-પ્રક્રિયાઓનો પડઘો નાભિસ્થાનમાં પડે છે. માણસ જન્મે ત્યારથી મૃત્યુ સુધી નાભિચક્ર સતત ક્રિયાશીલ રહે છે.

ચયાપચયની ક્રિયા હોય કે કોઈ ગાયકનો કંઠ હોય તેમાં નાભિનો મહત્તમ ફાળો હોય છે. ૐકાર નાભિમાંથી ઉદ્ઘોષાતો અને દ્રીપશીલ બંધ થઈને ગુંજીને મગજના તંતુઓને છેડે છે. આ મુખમંત્ર જપવાથી તો સર્વ સિદ્ધિ થાય છે. આ મૂળ મંત્રથી ભોગ અને મોક્ષ બંને સિદ્ધ થાય છે. પંચાક્ષર મંત્ર સર્વ સિદ્ધ થાય છે. પંચાક્ષર મંત્ર સર્વે મંત્રોનો મહારાજા છે. ચૌદશે આ મંત્રને જપાય તો તેનું અવિનાશી પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે. પરોઢિયે, પ્રાતઃકાળમાં તથા તેના સંધિકાળે આ મંત્રનું દર્શન મહાફળ આપનાર થાય છે.

હિંદુના પ્રાચીનગ્રંથ ! માંડુક્ય ઉપનિષદમાં જણાવાયું છે 'ઓમ એ એક અમર ઉચ્ચાર છે જેમાં સમગ્ર અસ્તિત્વ સમાયેલું છે અને આ સિવાય જે કંઈ પણ હોય તે પણ તેમાં સમાયેલ છે.

'અ' જાગ્રત અવસ્થા 'ઉ' સ્વપ્ન અવસ્થા અને 'મ' સુષપ્ત પ્રકાશક છે. મંત્રોની સૃષ્ટિ ઘણી વહન અને અગમ છે. એજ રીતે પ્રકારો પણ લાક્ષણિક છે. જે મંત્રમાં બીજાક્ષરો અને અન્ય અક્ષરો હોય પણ મંત્ર દેવતાનું  વિશિષ્ટ નામ હોય તેને નામમંત્ર કહેવામાં આવે છે. આ વ્યાખ્યાન અનુસાર ૐહ્રીં ૐએ બીજ મંત્ર છે અને ૐહ્રીં પાર્શ્વનાથાય હ્રીં એ નામમંત્ર છે.     (મુનિ સિદ્ધસેન વિ.)

                            ૐકારનો જપ સર્વ દેવોનો આહવાન મંત્ર છે

પરબ્રહ્મ સ્વરૃપ એજ ઓમકાર છે. સર્વદેવોને આવકાર આપતો મંત્ર 'ઓમકાર' છે. દરેક જીવમાત્ર જેનાં નામરુપ જાતિ કોઈ ભેદો નથી તેવા બ્રહ્મસ્વરૃપનું પ્રતિક ઓમકાર છે. જેમાંથી દરેક સૃષ્ટિ ઉત્પન્ન થાય છે અને લય થયા પછી તેમાં સમાય છે તે ઓમકાર છે. 'ૐનો ધ્વનિ ગુંજન એ નાદ બ્રહ્મ છે. દરેક સાધનાઓને અંતે પ્રાપ્ત થનારું સાધ્ય 'ઁ' કાર છે. ધ્યાનનું અંતિમ ચરણ ૐકારમાં વિલય કરવું તે જ છે.

શબ્દનો અર્થ

ૐકાર શબ્દ ત્રણ અક્ષરોનો બને છે. અ, ઉ અને મ વ્યાકરણની સંધિ પ્રમાણે આ ત્રણેય મળીને ૐ(ઓમ) બની જાય છે. તેમાંનો અ-વિરાટ રુપ સ્થુળ જગતનું તથા ઉ હિરણ્ય ગર્ભરૃપ કાર્ય બ્રહ્મનું અને મ ઈશ્વર સ્વરૃપ તેવા કારણ બ્રહ્મનું પ્રતિક છે. શીખ ધર્મના પ્રવર્તકે પણ એક સત્ નામ ૐકારનાં નામથી પોતાનું ધ્યેય રાખ્યું છે. યહૂદી આને જેહાવા, મુસલમાન, અલ્હાહ, પારસીઓ, ઈલહામ, ચીનીઓ તાઓ, ઝેરોશિયમનો અદુર્મઝાદ, ખ્રિસ્તીઓને ઈલોહેમ અથવા ઈલહામ અને ગ્રીક લોકો મોનાઉ નાળ આપે છે.'ૐએ શરીરના જીવન, શ્વાસ, અથવા પ્રાણ સ્વરૃપ હોવાથી આને પ્રણવ કહે છે. પ્રણવ શબ્દ પ્રાણરૃપથી અનુપ્રમાણિત છે. આયુર્વેદ આને 'વિષ્ણપદામૃત'થી અભિવ્યક્ત કરે છે.

ૐની સાધનાથી ૐનો અ જાગૃત અવસ્થા, ઉ સ્થાપન અને મ સુષુપ્તિ અવસ્થાનો પ્રકાશક છે. એકાક્ષર ૐના રૃપમાં આ ત્રણેય અવસ્થાઓથી પર એવી ચોથી અવસ્થા તુરીયરુપ છે. (માંડૂક્ય ઉપનિષદ) આથી ૐકાર માત્રનો જપ કે કિર્તન-અવાજ-ગુંજન શાંતિ બ્રહ્મની પ્રતિતિ કરાવે છે. સત્યં શિવમ્ અને સુંદરની પ્રતિતિ એ તુરીય અવસ્થા છે 'ઁ' કાર જપથી અનુભૂતિ કરાય છે. વળી સૃષ્ટિ વાણીનો પ્રારંભ બ્રહ્માના મુખમાંથી નીકળેલ પ્રથમ અક્ષર ૐઅને અર્થમાંથી થયેલ આથી તે બંને અક્ષરોમાં માંગલિક વાચક છે.                             -ડૉ. ઉમાકાંત જોષી ભાવનગર

 ૐવૈદિક અનામત ધર્મનો આધાર છે... નો મહિમા અપરંપાર છે...

ના આધાર વગર ધર્મ અધૂરો છે...

મહાપુરુષો બોલે છે તેના બે આધાર હોય છે એક અનુભવ અને બીજું શાસ્ત્ર. ઘણીવાર અનુભવ આભાસી હોય છે. દોરડું સાપ લાગે છે એટલે ઘણીવાર ખોટો હોય છે. અનુભવની સાથે શાસ્ત્ર તો હોવું જોઈએ. ઉપદેશ આપનાર પાસે પોતાની અનુભૂતિને શાસ્ત્રનું પ્રમાણ જરૃરી છે. ઁ વૈદિક સનાતન ધર્મનો આધાર છે. એવો કોઈ ધર્મ નથી કે ઁનો આધાર ન લીધો હોય.

ભાગવત તથા ગીતામાં ૐને મહત્વ આપવામાં આવેલું છે. સૃષ્ટિની શરૃઆતમાં પરમાત્માના વિશ્વાસમાંથી જે ધ્વનિ ઉત્પન્ન થયો છે તે ૐછે ઓમ પછી અર્થ પ્રગટ થયેલો ધ્વનિ છે.

ૐ અનાદી અને અનંત ધ્વનિ છે. ઓમ વિષયની ચર્ચા આનુક્ય ઉપનિષદમાં થઈ છે. માનુક્ય ૧ર મંત્રનું સૌથી નાનું ઉપનીષદ છે. ૐની વિસ્તાર ચર્ચા પ્રશ્ન ઉપનીષદમાં કરેલ છે. ૧૦૮ ઉપનીષદછે જેમાં ૧૧ પ્રસિદ્ધ છે.શુભ કર્મમાં પણ અશુભવાસના હોય છે. ઉત્તર દક્ષિણ આપનાર અંધાર તરફ લઈ જાય છે. ૐક્ષતિ તમ્ ઓમમાં એકએક અનુસંધાન કરવા વેદો યજ્ઞ કરે છે એને પામવા માટે સાધુ અને બ્રહ્મચારીઓ તત્ત્વજ્ઞાનીઓ કઠોર સાધના કરે છે.

ૐએક અક્ષરનો બ્રહ્મ છે. ૐનો ઉચ્ચારણ કરતા પણ જો શરીરને ત્યાગે તો તેને મોક્ષ મળે છે. ૐએક અક્ષર ને અનેક અક્ષર વાળો છે. સદ્ગુણ અને નિર્ગુણ બંને ૐમાં સમાયેલા છે. પરીબ્રહ્મ અને અઢટીબ્રહ્મ ઁ કાર ચાર અવયવોનો બન્યો છે. અ.ઉ.મ.અ. માત્ર ૐઈશ્વરનું પ્રિય નામ છે. શરીરમાં પ૦ % ભાગ પૃથ્વીનો છે બાકી બધા તત્વો ૧ર.પ% છે. માનવના ત્રણ ચક્ષુ છે. ચર્મચક્ષુ, ધર્મચક્ષુ, જ્ઞાનચક્ષુ છે. ૧૪ ભુવનનો એક બ્રહ્માંડ છે. ૐકારથી બનેલું વિશ્વ, બધી જગ્યા એ ૐકાર છે.                                    -સ્વામી આત્માનંદગીરીજી

                                   લહેર અને શબ્દ વચ્ચેનું વિજ્ઞાન

આપણે એ વાત હવે સમજી શક્યા છીએ કે જગતની દરેક દરેક વસ્તુ પછી તે જડ હોય કે અજડ એટલે સૂક્ષ્મ હોય, તેનું નિદાન વિજ્ઞાન 'વેવ લેન્થ' એટલે તરંગ લહેરીથી માપે છે. 'વેવ લેન્થસ' યાને તરંગ લહેરીઓના ત્રણ પ્રકાર વિજ્ઞાને કર્યા છે. પહેલી 'દીર્ઘ-લહેરી', બીજી 'મધ્યમ લહેરી' એટલે 'મીડિવમ વેવ' અને ત્રીજી 'લઘુ યા ટૂંકી લહેરી એટલે 'શોર્ટ વેવ'ની રેડિયોની મદદથી દૂર દૂરના દેશોના કાર્યક્રમો માટે ઉત્તમ સાબિત થઈ ત્યારે બીજી બે એટલે 'લોંગ' અને 'મીડિયમ' નજીકના દેશો યા પ્રાંતોના અને સ્થાનિક કાર્યક્રમો માટે યોગ્ય બન્યા.

આપણી ત્રણે ઈન્દ્રિયો નાક, કાન અને આંખ એ પ્રકાશ અને હવાની મદદથી ઉપરની ત્રણેય તરંગ-લહેરોની મદદથી કાર્યાન્વિત થાય છે. નાકનું સૂંઘવાનું કામ, કાનનું સાંભળવાનું અને આંખનું જોવાનું કામ એ બધા તરંગ-લહેરીના આધારે જ પોતાની કામગીરી બજાવતાં હોય છે પણ માણસનું મગજ તેના પરિણામોનાં વિશ્લેષણો પ્રત્યેક ક્ષણે કરતું રહે છે.

આંખ નામની ઈન્દ્રિયએ એક સૌથી મહત્વનું કામ કર્યું અને તે એટલે કે આત્માએ સૂક્ષ્મ એટલે અજડ સાબિત કરવાનું. તે કઈ રીતે ? વિજ્ઞાને શોધ્યું છે કે સૂરજના એક કિરણને આંખના પરદા સુધી પહોંચાડવામાં આઠ મિનિટ લાગે પણ આંખ દ્વારા જોતા મગજનો અને તેમાંના વિચારને એટલે અંતમાં આત્માને સૂરજને જોતાં કેટલી વાર લાગે છે ? માત્ર આંખની એક પલક એટલે એક ક્ષણ જ. આનો અર્થ એવો કે 'પ્રકાશગતિ' એટલે  'સૂરજ-કિરણની' ગતિ કે જે સેંકડે ૩ લાખ કિલોમીટરની હોય છે તેના કરતા પણ વધારે સાબિત થાય છે અને વિજ્ઞાનનું સંશોધન કહે છે કે કોઈ વસ્તુ પ્રકાશગતિથી વધારે હોય તેને 'સૂક્ષ્મ' કહેવાય. દાખલા તરીકે એકાદ સફેદ ચોક જેવી ચીજને હવામાં પ્રકાશગતિથી વધારે ગતિ ફેંકવામાં આવે તો તેના કણેકણ છૂટા પડી તે શૂન્ય-રૃપ ધારણ કરે છે. એટલે કે વિલીન થઈ જાય છે.

પાશ્ચાત્ય લોકો વિચારને 'જડ' કહેતા હતા પણ હવે રશિયા પણ આ વિધાનને આધારે 'સૂક્ષ્મ' માને છે. અંતમાં તો વિચાર આત્માનો જ હોય છે માટે આ રીતે 'આત્મા સૂક્ષ્મ' બની ગયો અને એટલે જ જડ દેહથી 'પર' બની ગયો એવું વિજ્ઞાન કહે છે.

ધર્મમાં ૐને આત્માનો નાદ કહ્યો છે અને ૐકારને ખૂબ જ મહત્વ આપ્યું છે તો હવે તેને તરંગ-લહેરીથી ઓળખીએ. એટલે પછી વિજ્ઞાનનો ૐકેવો હોઈ શકે ? અને ૐમાં રહેલી ત્રણેય તરંગ લહેરીને પણ ઓળખી લો.

વિજ્ઞાનના આ ૐનું ચિત્ર બનાવી તેના પર ધ્યાન કરવાથી અને જપ કરવાથી તમને ત્રણેય તરંગ-લહેરીની શક્તિ મળી રહેશે. કારના સતત નાદથી 'અનાહત' નાદ પણ સંભળાશે.

 

તરંગ-લહેરીઓનું માનપ તેની ઉપરની બે-ટોચો જોડીને કરવામાં આવે છે. ઉપરની બે ટોચોને ક્રેસ્ટ અને નીચેની ટોચોને ટ્રફ કહેવામાં આવે છે. છાપેલી વેવલેન્થનું ચિત્ર વધારે સારું હોય છે. એ સ્વાભાવિક છે પણ તરંગ લહેરોનું તત્વ જાણવા માટે સાદી સમજ પૂરતી છે.

                                                          ૐકાર ઉપાસના

ૐકાર એક દિવ્ય ધ્વનિ છે. ૐકારના ધ્વનિનું રહસ્ય અને તેની ઉપાસના વિશે સમજીએ એ પહેલાં ધ્વનિનો વૈજ્ઞાનિક સંદર્ભ અને તેની માનવ મન પર પડતી અસર વિશે સમજીએ ભૌતિક વિજ્ઞાન કહે છે કે જગતમાં દરેક જગ્યાએ ધ્વનિનું અસ્તિત્વ છે. પદાર્થ પણ ધ્વનિનો સમુચ્ચય જ છે. ધ્વનિ કેવી રીતે ઉત્પન્ન થાય છે તેના વિજ્ઞાનને આપણે જાણીએ છીએ. એક વસ્તુ બીજી વસ્તુ સાથે અથડાય છે ત્યારે તેના પરમાણુઓમાં ધ્રુજારી ઉત્પન્ન થાય છે. આ ધ્રુજારી આસપાસની હવાને પણ ધ્રુજાવી દે છે. હવામાં ઉત્પન્ન થયેલી ધ્રુજારીની લહેર ગોળાકાર ગતિએ દૂર દૂર ફેલાય છે. બહારથી થતા આઘાતથી પરમાણુઓની ધ્રુજારી જ્યારે મગજના શ્રવણ કેન્દ્ર સુધી પહોંચે છે ત્યારે શરીરના બધા પરમાણુઓમાં સ્પંદન ઉત્પન્ન કરે છે. આ સ્પંદન કે ધ્રુજારી શબ્દના તાલ, સૂર અને ગતિ પર આધાર રાખે છે. આના પરિણામે દરેક શબ્દ ઉચ્ચારણની શરીર પર એક જ પ્રકારની અસર પડતી નથી. પરંતુ જે કંઈ ઉચ્ચારણ અને શ્રવણ કરવામાં આવે છે એની જુદા જુદા પ્રકારની અસર શરીર પર પડે છે.

મંત્ર ઉચ્ચારણ અને શાસ્ત્રીય રાગ-ગાયન-કલ્લોલ, દ્રાવણ સરજતા પર અસર કરે છે. અણુ અને પરમાણુથી આગળ વધી તે કોલાઈડના ક્ષેત્રમાં પ્રવેશ કરાય છે. ત્યાં ઊર્જા સ્વરૃપો સ્વરોના સ્પંદનોથી ખૂબ જલ્દી અસર પામે છે. મંત્ર ધ્વનિ અને શાસ્ત્રીય રાગો આપણી શ્લેષ્મ સપાટી માટે જરૃરી પોઝિટીવ ચાર્જ ઉત્પન્ન કરે છે. લંડનના કેટલાક તબીબોએ સંગીતની સૂરાવલીઓ અને મંત્રોચ્ચારનો ગર્ભસ્થ બાળકના વિકાસ પર શો પ્રભાવ પડે છે તે જાણવા પ્રયોગ કર્યો હતો. આ પ્રયોગ દરમિયાન ખાસ પ્રકારના ધ્વનિનો મંત્ર ઉચ્ચારણો અને શાસ્ત્રીઓ રાગ પર આધારિત સૂરોનું શ્રવણ કરતી ગર્ભવતી મહિલાઓનું પરિક્ષણ કરવામાં આવ્યું. એમણે શોધી કાઢ્યું કે ર૯૦માંથી ર૮૪ બાળકો વધુ તંદુરસ્ત, શક્તિશાળી અને બુદ્ધિશાળી જોવા મળતા. બાળકના જન્મ પહેલાના ૧૪ અઠવાડિયા અગાઉથી ગર્ભસ્થ શિશુની શ્રવણશક્તિનો વિકાસ થઈ જતો હોય છે અને ત્યારે એ સંગીત ધ્વનિઓથી ખૂબ જલદી અસર પામે છે. આથી સંશોધક તબીબો જણાવે છે કે ગર્ભવતી સ્ત્રીઓએ સંગીત અને મંત્રધ્વનિ સાંભળવા જોઈએ. આના કારણે તેમના શરીરમાં અને બાળકના શરીરમાં પણ પ્રોટોપ્લાઝમ વધુ મજબૂત થાય છે અને તે સ્નાયુઓને દૃઢ બનાવી શરીરને અને મનને સ્વસ્થ બનાવે છે. તેનાથી માનસિક તાણ દૂર થાય છે અને મનોદૈહિક રોગો થતા અટકે છે.

ન્યુયોર્કના ડૉ.એડવર્ડ પોડોલ્સકીએ પણ આ ક્ષેત્રે મહત્વપૂર્ણ સંશોધન કર્યું છે. તેઓ જણાવે છે કે ખાસ પ્રકારના ધ્વનિ અને સૂરોથી રૃધિરાભિસરણ ખૂબ સારું થાય છે અને કોષોમાં નવજીવનનો સંચાર થાય છે. ફેફસાં અને હૃદયના રોગોમાં ઘણી રાહત થાય છે. શરીર માટે નુકસાનકારક તત્વ અને ઝેરી પદાર્થોના નિકાલ કરવા આ ધ્વનિઓ ખૂબ ઉપયોગી થાય છે. અમેરિકાના પિટ્સબર્ગમાં રહેતા રાલ્ફ લોરોન્સે ધ્વનિનો ચિકિત્સાના સાધન તરીકે ઉપયોગ કરવાના વિશાળ પાયે પ્રયાસ કર્યા છે. અમેરિકાના ન્યુયોર્ક રાજ્યના શેટુગે સરોવર પાસે આવેલા બેનાડર્સ વિલ નામના ગામોમાં તેમણે અદ્યતન સાધનોમાંથી યુક્ત રેકોર્ડિંગ થિયેટર ઊભું કર્યું છે. ત્યાં તે આ માટેની ખાસ રેકોર્ડસ તૈયાર કરે છે. રાલ્ફ લોરેન્સ કહē