આજ નો દિવસ : વિક્રમ સંવત   ૨૦૭૪  ( નેમિસૂરિ સંવત  ૬૯ )  કારતક સુદ ત્રીજ રવિવાર   Dt: 22-10-2017વિધીની સાથે વેર ન થાય, જીવન આખું ઝેર ન થાય, નસીબ છાપેલો કાગળ છે, તેમાં કદી ફેર ન થાય…

                                              'છ આવશ્યક' સામાયિક'

* સામાયિકની વિધિમાં સર્વપ્રથમ સ્થાપનાજીની 'સ્થાપના' કરવામાં આવે છે. હકીકતમાં 'સ્થાપના નિક્ષેપા' (પ્રતિકૃતિ-ફોટા-પુસ્કાદિ)નો અધિકાર સ્વીકારવામાં આવેલ છે. ચાર નિક્ષેપોમાં બીજો છે. નામનિક્ષેપા તે નામથી સામાયિક દ્રવ્યનિક્ષેપો-ભૂતકાળમાં કર્યું અને ભવિષ્યકાળમાં કરશે. (૪૮ મિનિટનો સમય) અને ભાવનિક્ષેપા-વર્તમાન કાળમાં સામાયિક કરનાર વ્યક્તિ.

*    કોઈ પણ બાધા-સંકલ્પ અરિહંત, સિદ્ધ, સાધુ, દેવ અને આત્માની સાક્ષી (મધ્યસ્થ)થી સ્વીકારાય છે. તેથી જ ગુરુની સ્થાપના સ્થાપના મુદ્રામાં નવકારમંત્ર-પંચિદિય સૂત્ર બોલીને થાય છે.

*   સ્થાપના કે સ્થાપન મુદ્રા દ્વારા ક્રિયા જે થાય છે. તે આમંત્રણનો ભાવ છે. આ રીતે ગુરુનો વિનય અને તેઓની શુભ નિશ્રા સ્વીકારી સાધક સાધના કરે છે.

*    કોઈ પણ આરાધનામાં સર્વપ્રથમ લગભગ ઈરિયાવહિયંની ક્રિયા થાય છે. અહીં પણ વિધિની અંદર ઈરિયાવહિયંની ક્રિયા પૂર્વ સમયે ગમનાગમનની ક્રિયા દ્વારા જે કોઈ વિરાધના થઈ-કરી હોય તેના પ્રાયશ્ચિત રૃપે એક લોગસ્સના કાઉસ્સગ્ગ ધ્યાન સહિત કરાય છે.

*    સામાયિક બને ત્યાં સુધી મૌનપૂર્વક કરવું વધારે યોગ્ય છે. તેથી મન-વચન-કાય ગુપ્તિને ગોપવવા-પાળવાની તક મળે. (કદાચ બોલવું હોય તો તે પણ આત્મલક્ષી સ્તોત્ર, સૂત્ર બોલવા યાદ કરવા.)

*    સામાયિકની વિધિમાં 'મુહપત્તિ'નું પડિલહેણ પ૦ બોલ પૂર્વક થાય છે. મુહપત્તિના બોલ શરીર સાથે યોગ્ય સ્થળે સ્પર્શ કરીને બોલાય છે. તેમાં કાયશુદ્ધિનો વિચાર છુપાયો છે. આ જીવ જે કાંઈ અશુદ્ધ આચાર-વિચાર  કરતો રહ્યો છે. તેમાંથી નિવૃત્ત થવાની- અલિપ્ત થવાની પ્રવૃત્તિ પ૦ બોલને મંત્ર સમજી થાય છે.

*   'સામાયિક સંદિસાહું ? અને ઠાઉ ?' એ બે આદેશ આત્માર્થી આત્મકલ્યાણના માટે વિષય-કષાયો ત્યજી સમભાવની અનુભૂતિ કરવા પ્રેરાઈ જે તૈયાર થયો છે તેના છે. નવકાર ગણી કરેમિભંતે સૂત્ર દ્વારા પછી પ્રતિજ્ઞા લે છે. આ પ્રતિજ્ઞા જિનમુદ્રામાં લેવાય છે.

*    પ્રતિજ્ઞા લીધા પછી સાધકે શું કરવું ? એ પ્રશ્નનો જવાબ 'બેસણે સંદિસાહું ? બેસણે ઠાઉ ?' એ આદેશમાં ઉપકારી પુરુષોએ છુપાવ્યો છે. સાધના કરવા માટે સાધકે આસન જમાવવા સ્થિર થવું જરૃરી છે. અને એજ એનો જવાબ છે. સ્થિરતા વગર મગ્નતા કે પૂર્ણતા આવવાની નથી.

*    આસન વિવિધ પ્રકારના છે. (લગભગ-૧૪) તેમાં યોગાસન અને શરીરમાં છૂપાયેલા ધ્યાનચક્રને સામાયિકને જાગ્રત કરાય છે. 'સહસ્ત્રદલ' ચક્રનો સહારો લઈ જો સાધક સમાધિની સાધના કરે તો એ ક્રમશઃ સામાયિકની ફળશ્રુતિને પામે.

*    સાધનાનો પ્રારંભ 'સ્વાધ્યાય'થી કરવા વિધિમાં છેલ્લા બે આદેશ 'સજ્ઝાય સંદિસાહુ ? સજ્ઝાય કરું ? એમ સંકળાયેલા છે. સ્વાધ્યાય એટલે સ્વનું અધ્યયન. વાચના-પૃચ્છના પરાવર્તના-અનુપેક્ષા-ધર્મકથાના સહારે અધ્યાત્મમાં રમણતા વધારવા સાધકે આ પગથિયે ચડવાનું છે.

*    સ્વનું અધ્યયન કેટલો સમય અખંડ થઈ શકે ? સાધક કરે ? એ પ્રશ્નના જવાબમાં 'જાવ નિયમં પજ્જુવાસામિ' શબ્દ કાંઈક પ્રકાશ પાથરે છે. આત્મા એક સરખો એક વિષયમાં ઉપયોગ અર્થાત્ પરિણામની સ્થિરતા બે ઘડી જ ટકાવી શકે તેવા આપ્તપુરુષોના વચનો હોવાથી સામાયિકનો કાળ બે ઘડી-૪૮ મિનિટનો સ્વીકારાયો છે.

*    સામાયિકનો પ્રારંભ વિરતિમય જીવનથી થાય. સામાયિકમાં આસનની સિદ્ધિ 'યોગ'ના આધારે કરાય છે અને સ્વાધ્યાયએ ધ્યાનની સ્થિરતા પ્રાપ્ત કરવા માટે થાય છે.

*    સામાયિક-પારવાની વિધિમાં 'સામાઈય વયજુત્તો સૂત્રના મુખ્યત્વે 'અસુહં કમ્મં' 'સમણો ઈવ સાવઓ' 'બહુસો સામાઈયં કુજ્જા' શબ્દો ઘણું કહી જાય છે.

*    સામાયિક-પારવાની વિધિમાં 'સામાયિક પારું ?' અને 'સામાયિક પાર્યું' બે આદેશો સાધકની પરીક્ષા અને સાધનાથી થયેલા અનુભવનો પરિચય કરાવે છે. કહેવાનું એટલું જ કે સાધકને સામાયિક લેતાં-પાલન કરતાં આનંદ થાય અને પારતી વખતે દુઃખ થાય. અર્થાત્ સામાયિક ફરી ફરી કરવાની ભાવના જાગવી જોઈએ.

*    સામાયિક વારંવાર કરવાથી ચિત્તમાં શાંતિ, સમાધિ, સમભાવ આવવા જ જોઈએ. જો તે ન આવે તો સમજવું કે- સંસાર પ્રત્યે પરિગ્રહ પ્રત્યેની આસક્તિ હજી ઘટી નથી. શુદ્ધ સામાયિક થતું નથી.

*    ૮૪ લાખ યોની ને ચાર ગતિમાં દેવ અને નરક ગતિના જીવો સામાયિક કરી શકતા નથી. તિર્યંચ ગતિના જીવો સમ્યગ્જ્ઞાન પામે તો કદાચ ભાવથી કરે અને મનુષ્ય ગતિના જીવોમાં જેણે ચારિત્ર-વિરતીનો અંતરાય બાંધ્યો હોય તેવા અથવા અધર્મી આત્મા કરી શકતા નથી. એટલે મહાભાગ્યવાન જ સામાયિક કરવા પ્રેરાય છે.

*    મલ્લિનાથ ભગવાને કેવળજ્ઞાન બાદ પ્રથમ દેશમાંના 'સામાયિક'ની પ્રરૃપણા કરી હતી.

*    અનર્થકારી ક્રિયા, હિંસા ક્રિયા, કષાયી ક્રિયા, અદત્તાદાની ક્રિયા વિગેરે ક્રિયાઓ અજ્ઞાની જીવો કરે છે. પણ એ બધી ક્રિયા અર્થ વગરની છાર ઉપર લીંપણ જેવી છે. માટે જ આત્મલક્ષી ક્રિયાના ક્રમને ઉલટ સુલટ આગળ-પાછળ વેઠરૃપ યા અશુદ્ધ ન કરવા આગ્રહ રાખો.