આજ નો દિવસ : વિક્રમ સંવત   ૨૦૭૪  ( નેમિસૂરિ સંવત  ૬૯ )  કારતક સુદ ત્રીજ રવિવાર   Dt: 22-10-2017વિધીની સાથે વેર ન થાય, જીવન આખું ઝેર ન થાય, નસીબ છાપેલો કાગળ છે, તેમાં કદી ફેર ન થાય…

                પ્રતિક્રમણ સૂત્રોનો (મીનીંગ્સ) આશય, ઉપયોગ અને પ્રભાવ

પ્રતિક્રમણનો મુખ્ય અર્થ પાપથી પાછા ફરવું- અને જાતને વિશુદ્ધ કરવી એ તો છે જ પરંતુ પ્રશ્ન એ થાય છે કે જે દરરોજ પાપ થાય છે, જે પાપ છોડી શકાતાં નથી. તેને 'પ્રતિક્રમણ' કરવાથી કેવી રીતે છોડી શકાય છે ? અને પ્રતિક્રમણ કર્યા પછી પવિત્ર થયાનો અહેસાસ ક્યાં થાય છે ? વિગેરે અનેક સવાલો જાગે છે.

મહાજ્ઞાની ગણધર ભગવંતો, શ્રુતકેવલી વિગેરે મહાપુરુુષોએ પોતાના દિવ્યજ્ઞાનમાં માનવ મનની વૃત્તિ-પ્રવૃત્તિ જોઈ, તે પાપોના ઉદ્ગમસ્થાન અને રસ્તાઓ જોયાં, તેની તાકાત પણ જોઈ. અને તે પ્રચંડ અશુભ તાકાતને હણવા માટે તેનાથી અતિ પ્રચંડ અને પ્રબળ શક્તિઓને જોઈ, તે વિશુદ્ધ શક્તિઓના ઉદ્ભવસ્થાન, ઉપયોગ અને પ્રભાવ પણ જોયાં તથા તે અનેક મંત્રધ્વનિ દ્વારા સૂક્ષ્મ-તેજ શક્તિઓને નિશ્ચિત શબ્દો અને અર્થોમાં સંરચના કરી. એટલું જ નહિ તે સર્વ અશુદ્ધ અને અશુભ વૃત્તિ-પ્રવૃત્તિના સંપૂર્ણ વિનાશ માટે સરળ-સુંદર સળંગ પ્રક્રિયા પણ બતાવી, જેને જૈન ધર્મ પ્રતિક્રમણની ક્રિયા વડે ઓળખે છે. તેમાં મંત્રધ્વનિની રહસ્યમય શક્તિનો લાભ સર્વજન માટે ખુલ્લો મુક્યો છે. તેથી, એકવાર પણ સાચું પ્રતિક્રમણ કરનારો, લાખો-કરોડો રૃપિયાનું દાન કરવા છતાં જે ફળ પ્રાપ્ત કરે તેના કરતાં લાખો ગણું ફળ તે મેળવે છે.

આશય

૧) પ્રતિક્રમણ એટલે પોતાના ભૂલ ભરેલા ભૂતકાળને ખમાવી ઉજળા ભાવિનું નિર્માણ કરવાની ચિંતન પ્રક્રિયા.

ર) પ્રતિક્રમણ એટલે ચારિત્રવંત અધિકારી પૂર્વજોની આજ્ઞાને સહર્ષ સ્વીકારી મન-હૃદય-ચિત્તને શુદ્ધ અને સ્થિર કરવાની પવિત્ર સંકલ્પ ક્રિયા.

ઉપયોગ

૩) પ્રતિક્રમણ એટલે પ્રાપ્ત કરેલા કે નહિ પ્રાપ્ત કરેલા વિશાળ જ્ઞાનને, વાસ્તવિક (પ્રેક્ટિકલ) ક્રિયા સ્વરૃપ આત્મભાવોને લેબોરેટરીમાં ટેસ્ટ અને સાબિત  કરવાની વિશુદ્ધ ક્રિયા.

૪) પ્રતિક્રમણ એટલે મનોમંથન અને મનોનંદન દ્વારા આત્મ સ્વરૃપમાં ઉંડા ઉતરી જવાની ધ્યાનક્રિયા.

પ્રભાવ

પ) પ્રતિક્રમણ એટલે અનંતકાળથી દુઃખ દેતાં, દોષો-દુર્ગુણો, કર્મોને સંપૂર્ણ જડમૂળથી સાફ કરી દેવાની વિસ્ફોટ ક્રિયા.

૬) પ્રતિક્રમણ એટલે સકલ જૈન શ્રીસંઘોમાં સંપ, શાંતિ, સમતામાં રાખવાના આશય સહ સમકિતિ દેવોને જાગૃત રાખવાની પ્રાણ ક્રિયા.

૧. પ્રતિક્રમણ એટલે એક જગ્યાએ સ્થિર આસને ૪૮ મિનિટ સુધી બેસીને મંત્ર સ્વરૃપ અવશ્ય જ્ઞાન ક્રિયા.

ર. પ્રતિક્રમણ એટલે પોતાના ભૂલ ભરેલા ભૂતકાળને ખમાવી ઉજળા ભાવિનું નિર્માણ કરવાની ચિંતન પ્રક્રિયા.

૩. પ્રતિક્રમણ એટલે વિશ્વના સર્વ જીવો સાથે મૈત્રી-આનંદ-પ્રેમ વ્યક્ત કરવાની શુભક્રિયા.

૪. પ્રતિક્રમણ એટલે હૃદયમાં શુદ્ધ-શુભભાવોમાં લીન બની જઈ. આત્મા સાથે અનુસંધાન કરવાની નેટક્રિયા.

પ. પ્રતિક્રમણ એટલે આપણા મહાજ્ઞાની ચારિત્રવંત પૂર્વજોની આજ્ઞાને સહર્ષ સ્વીકારી મન- હૃદય સ્થિર કરવાની ચિત્તની વિશુદ્ધ ક્રિયા.

૬. પ્રતિક્રમણ એટલે જાણે અજાણે નાના કે મોટાં જાણતા કે નહિ જાણતાં થયેલા નહિં થયેલા સર્વ પાપોને વોસરાવાની, છોડી દેવાની, ફરી નહિ કરવાની સંકલ્પ ક્રિયા.

૭. પ્રતિક્રમણ એટલે સચ સંસારભાવ-વિભાવ દશામાંથી મુક્ત થવાની આંતરિક ઈચ્છાના પરિણામરૃપ પ્રતિજ્ઞા ક્રિયા.

૮. પ્રતિક્રમણ એટલે ધર્મ ક્રિયાઓ કે શુભ આચારો છતાં કરતાં પણ લાગેલા જ્ઞાન-દર્શન-ચારિત્ર-તપ- અને શક્તિમાં લાગેલા દોષો અતિચારો-વિરાધનાઓ કે આશાતનાઓએ મન-વચન-કાયાથી મિચ્છામિ દુક્કડમ્ નીપવિત્ર ક્રિયા.

૯. પ્રતિક્રમણ એટલે માનસિક-દૈહિક અને આત્મિક જે શક્તિ, સંપત્તિ, સમૃદ્ધિ તથા ગુણ વૈભવને પ્રગટ કરાવવાની સંકલ્પ ક્રિયા.

૧૦. પ્રતિક્રમણ એટલે પ્રાપ્ત કરેલા કે નહિ કરેલા વિશાળ જ્ઞાનને, પ્રેક્ટિકલ ક્રિયા સ્વરૃપ લેબોરેટરીમાં ટેસ્ટ અને આત્મભાવોને સાબિત  કરવાની વાસ્તવિક ક્રિયા.

૧૧. પ્રતિક્રમણ એટલે મનોમંથન-મનોભંજન અને મનોનંદન દ્વારા આત્મસ્વરૃપમાં ઉંડા ઉતરી જવાની ધ્યાન ક્રિયા.

૧ર. પ્રતિક્રમણ એટલે અનંતકાળથી દુઃખ દેતા, હેરાન-પરેશાન કરતા, ધાર્યું નહિ કરવા દેતા સમસ્ત કર્મોને જડમૂળથી સાફ કરી દેવાની વિસ્ફોટ ક્રિયા.

૧૩. પ્રતિક્રમણ એટલે ૮૪ લાખ યોનિના જીવો સાથે ક્ષમાપના કરી, પોતાના અઢાર મહાપાપોને તિલાંજલી આપવાની તીવ્ર રૃચિ સ્વરૃપ અમૃત ક્રિયા.

આવા અનેક લાભો-ફળોને વિશેષથી સૂત્રોના પ્રભાવને, ઉપયોગને જાણવા …