આજ નો દિવસ : વિક્રમ સંવત   ૨૦૭૪  ( નેમિસૂરિ સંવત  ૬૯ )  કારતક સુદ ત્રીજ રવિવાર   Dt: 22-10-2017વિધીની સાથે વેર ન થાય, જીવન આખું ઝેર ન થાય, નસીબ છાપેલો કાગળ છે, તેમાં કદી ફેર ન થાય…

                                           મોક્ષ એટલે શું ?

*   જ્યાં રાગ નથી, જ્યાં રોષ કે દ્વેષ નથી. આથી જ તો જગતનો એકપણ દોષ નથી.

*   જ્યાં કાયા નથી આથી જ એની કોઈ માયા કે મમતા નથી.

*   જ્યાં પાપની છાયા નથી તો દુઃખના પડછાયા નથી.

*   જ્યાં કર્મની ગુલામી નથી એથી જ કોઈને સલામી કરવાની જરૃર નથી.

*   જ્યાં જન્મ જ નથી આથી ત્યાં મરણ પણ નથી.

*   જ્યાં શરીર નથી આથી ખાવા-પીવાની કોઈ વાત જ નથી.

*   તો મળમૂત્રની કોઈ પંચાત નથી, ત્યાં સંસારના કોઈ ભોગ નથી આથી ત્યાં કોઈ જાતના રોગ નથી.

*   ત્યાં શોક નથી, થાક નથી, નથી ઉચાટ કે નથી ઉકળાટ, નથી તાપ કે નથી સંતાપ, નાત નથી, જાત નથી તો લગ્નની કોઈ પંચાત નથી.

*   જ્યાં નથી ઈચ્છા કે નથી રાગ આથી નથી ત્યાં આશાની આગ હા... માત્ર છે ત્યાં ગુણોનો મઘમઘતો બગીચો.

*   જ્યાં નથી આધિ, વ્યાધિ કે ઉપાધિ આથી જ નથી ત્યાં આંધી કે નથી અંધાધૂંધી.

તો આ મોક્ષ શું છે ? ત્યાં છે માત્ર આત્મ-સુખમાં સદાકાળ માટેની સમાધિ, અનંતજ્ઞાન, અનંતદર્શન અને અનંતચારિત્રમાં રમણતા.

સંસારમાં સર્વ ખરાબ છે આથી જ તે ઝેર જેવો લાગે છે. અસાર લાગે છે. મોક્ષમાં કંઈ જ ખરાબ નથી માટે જ તે અમૃત જેવો મીઠાશ ભર્યો છે તો શું આ મોક્ષ તમારે મેળવવો છે ? તો ….