આજ નો દિવસ : વિક્રમ સંવત   ૨૦૭૪  ( નેમિસૂરિ સંવત  ૬૯ )  કારતક સુદ ત્રીજ રવિવાર   Dt: 22-10-2017વિધીની સાથે વેર ન થાય, જીવન આખું ઝેર ન થાય, નસીબ છાપેલો કાગળ છે, તેમાં કદી ફેર ન થાય…

                                          સાચો જૈન કોણ ?

*    કર્મક્ષયના ધ્યેયને નજર સમક્ષ સતત રાખીને તમામ પ્રવૃત્તિ જે કરે તે જૈન.

*    અર્થ અને કામનું સેવન કરનારો, છતાં પણ અર્થ અને કામનો હૃદયથી કટ્ટર શત્રુ હોય તે જૈન.

*    શ્રી જિનેશ્વર પરમાત્માની આજ્ઞાઓને જે સર્વસ્વ સમજતો હોય તે જૈન.

*    ગુરૃનો પ્રભાવ-સાધુનો સમાગમ પુણ્ય-પાપને ઓળખાવે છે.

*    ગુરૃના પ્રભાવે જૈન શાસન અખંડિત રહે છે.

*    ગુરૃના પ્રભાવે સાધર્મિકોનો સમ્યક્ પ્રકારે સમાગમ થાય છે.

*    ગુરૃની સંગત મોહનિંદ્રાને દૂર કરે છે.

*    ગુરૃમુખે કરેલું શાસ્ત્રશ્રવણ આત્મામાં જલ્દી પરિણમે છે.

પુણ્યાનુબંધી પુણ્ય વિચાર

મહાન પુણ્યનો ઉદય વર્તે ત્યારે જીવને આટલાં વાનાં પ્રાપ્ત થાય

                     ૧) સંપૂર્ણ ઈન્દ્રિય - ખોડખાંપણ વિનાની પાંચે ઈન્દ્રિયોની પ્રાપ્તિ

(ર) મનુષ્યપણું                                             (૩) આર્યક્ષેત્રમાં જન્મ તથા તેમાં જ સ્થિરતા

(૪) ઉત્તમજાતિ                                             (પ) ઉત્તમકુળ  

(૬) વિતરાગભગવંતે બતાવેલ જિનધર્મ       (૭) અરિહંત પ્રભુનાંચરણકમળની સેવા-ભક્તિ

(૮) સદ્ગુરૃના ચરણની ઉપાસના-વૈયાવચ્ચ     (૯) સ્વાધ્યાય

(૧૦) શુભધ્યાન                                     (૧૧) ધર્મવાદમાં કદિ પરાભવ ન પામવાપણું

(૧ર) શુદ્ધ બોધીબીજ તથા સમક્તિ          (૧૩) સુગુરૃનો નિત્ય સમાગમ

(૧૪) ઉપશમભાવ (૧પ) દયાળુપણું       (૧૬) દાક્ષિણ્યતા ગુણનું પાલન

(૧૭) સમક્તિરૃપ ધર્મમાં નિશ્ચલતા        (૧૮) ભણવા-ગણવામાં અપ્રમાદ  (૧૯) વિનય

(ર૦) ઉત્સર્ગ-વિધિમાર્ગ અને                  અપવાદ- નિષેધમાર્ગ તથા

નિશ્ચય સાધ્યમાર્ગ તથા                        વ્યવહાર સાધન માર્ગ તેમાં નિપુણતા

(ર૧) મન-વચન-કાયાની શુદ્ધિ   -         પવિત્રતા-નિર્દોષતા- નિષ્કલંકતા

(રર) વિકાર વિનાનું યૌવન                  (ર૩) જિનમાર્ગ ઉપર અત્યંત રાગ

(ર૪) પરોપકારીપણું                           (રપ) ધ્યાન તથા ધર્મક્રિયામાં નિશ્ચલતા

(ર૬) પરનિંદાનો ત્યાગ                       (ર૭) આત્મશ્લાધાનો અભાવ

(ર૮) સંવેગરૃપ મોક્ષાભિલાષ              (ર૯) નિર્વેદ=ભવવૈરાગ્ય

(૩૦) નિર્મળ શુદ્ધ શિયળનો અભ્યાસ   (૩૧) સુપાત્રે દાન કરતાં ઉલ્લાસ

(૩ર) હિતાહિત સંબંધી વિવેક              (૩૩) ચાર ગતિના દુઃખોની જાણકારી તથા ત્રાસ

(૩૪) પોતાનાં પાપકર્મોની આલોચના-નિંદા  (૩પ) સુકૃત્યોનો મનુમોદના

(૩૬) સદ્દગુરૃએ બતાવેલ તપ આદરવો   (૩૭) શુભધ્યાન તથા સુયોગ્ય આલંબન

(૩૮) નમસ્કાર મહામંત્રનો વારંવાર જાપ

(૩૯) મળેલ રૃડી સામગ્રી સ્વપરનાં હિતમાં જોડવી.

આટલા વાનાં મહાન પુણ્યનો ઉદય વર્તે જીવને પ્રાપ્ત થાય છે.