આજ નો દિવસ : વિક્રમ સંવત   ૨૦૭૪  ( નેમિસૂરિ સંવત  ૬૯ )  કારતક સુદ એકમ શુક્રવાર   Dt: 20-10-2017કંઈ કેટલા ચાલ્યા ગયા, નજર પણ રડતી નથી, કંઈ કેટલા ચાલ્યા જશે, નજર પણ પડતી નથી, ઓ માનવ તું તારા વૈભવનું અભિમાન હવે કર, અહિં તો સમ્રાટ સિકંદરની કબર પણ જડતી નથી...

03. SHREE SAHASRAFANAPARSHVANATH BHAGWAN    સુરતના શેઠની ભાઈદાસ નેમીદાસ એક ભાવસંપન્ન શ્રેષ્ઠી હતા. સુરતનું શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ જિનાલય તેમની પ્રચંડ પ્રતિભા. અપાર ઔદાર્ય અને અજોડ ધર્મનિષ્ઠાની ફલશ્રુતિ છે. શ્રી જિનલાભસૂરિની વૈરાગ્યવર્ધક વાણીએ આ શ્રેષ્ઠીના અંતરમાં ધર્મભાવનાનો આવિર્ભાવ કર્યો.

શ્રી સૂરત તીર્થ - શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ ભગવાન

સુરતના શેઠની ભાઈદાસ નેમીદાસ એક ભાવસંપન્ન શ્રેષ્ઠી હતા. ‘‘સુરતનું શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ જિનાલય’’ તેમની પ્રચંડ પ્રતિભા. અપાર ઔદાર્ય અને અજોડ ધર્મનિષ્ઠાની ફલશ્રુતિ છે. શ્રી જિનલાભસૂરિની વૈરાગ્યવર્ધક વાણીએ આ શ્રેષ્ઠીના અંતરમાં ધર્મભાવનાનો આવિર્ભાવ કર્યો. સ્વપરના એકાન્ત કલ્યાણને કાજે તેમણે સં. ૧૮ર૭ના વૈશાખ સુદ ૧ર ગુરુવારે પૂ. સુરિદેવના હસ્તે ભવ્ય મહોત્સવપૂર્વક ૧૮૧ જિનબિંબોની અંજનશલાકા કરાવી અને શ્રી શીતલનાથ પ્રભુને મૂળનાયક પદે પ્રસ્થાપિત કર્યું. આ જિનાલયના ભૂમિચૈત્યમાં(ભોયરામાં) શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ પ્રભુને ગાદીનશીન કર્યા. એક પથ્થરમાંથી કંડારેલી આ પ્રતિમામાં શિલ્પીએ અપાર કલાવૈભવ પાથર્યો છે. પ્રભુજીની ચરણોપાસિકા પદ્માવતીની આકૃતિ દેવીના અનહદ ભક્તિભાવની સૂચક છે. અપરાધની ક્ષમા યાચના મેઘમાળીની આકૃતિ અનોખી ભાવસૃષ્ટિનું સર્જન કરે છે. પરિક્રમામાં દશ ગણોધરોની આકૃતિથી આ મૂર્તિ અજોડતા અને અવ્વલતાને ધારણ કરે છે. સં.૧૬૫૫માં રચાયેલી શ્રી પ્રેમી વિજય કૃત “૩૬૫ શ્રી પાર્શ્વનાથ જિન નામમાલા”માં શ્રી પાર્શ્વનાથ પ્રભુના ‘સહસ્ત્રફણા’ નામનો ઉલ્લેખ છે.

શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ જૈન શ્વેતાંબર દેરાસર ઠે. ગોપીનાથ મુ.સુરત (દક્ષિણ ગુજરાત)