આજ નો દિવસ : વિક્રમ સંવત   ૨૦૭૪  ( નેમિસૂરિ સંવત  ૬૯ )  કારતક સુદ બીજી ચોથ મંગળવાર   Dt: 24-10-2017વિધીની સાથે વેર ન થાય, જીવન આખું ઝેર ન થાય, નસીબ છાપેલો કાગળ છે, તેમાં કદી ફેર ન થાય…

100 SHREE VARANASI PARSHVANATH BHAGWAN    વારણા અને અસી નામની બે નદીના સંગમ પર વસેલું વારાણસી આજે બનારસ નામથી પ્રસિદ્ધ છે. પ્રાચીન કાળથી કાશીનામથી આ નગરી જૈન, બૌદ્ધ અને વૈદિક સંસ્કૃતિનું સુભગ સંગમસ્થાન બની રહેલી છે. વિદ્યા અને સંસ્કૃતિનાં ક્ષેત્રે કાશીનું પ્રદાન પ્રાચીન કાળથી સર્વોચ્ચ કક્ષાનું રહ્યું છે.

૧૦૦. શ્રી વારાણસી તીર્થ - શ્રી વારાણસી પાર્શ્વનાથ ભગવાન

વારણા અને અસી નામની બે નદીના સંગમ પર વસેલું વારાણસી આજે બનારસ નામથી પ્રસિદ્ધ છે. પ્રાચીન કાળથી ‘કાશી’નામથી આ નગરી જૈન, બૌદ્ધ અને વૈદિક સંસ્કૃતિનું સુભગ સંગમસ્થાન બની રહેલી છે. વિદ્યા અને સંસ્કૃતિનાં ક્ષેત્રે કાશીનું પ્રદાન પ્રાચીન કાળથી સર્વોચ્ચ કક્ષાનું રહ્યું છે. ભોલપુરમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનનો જન્મ થતા આ નગરીના પ્રતિષ્ઠા ઓર વધી તીર્થકર પરમાત્માઓનાં કુલ ૧૬ કલ્યાણક ઉજવવાનું મહા સૌભાગ્ય આ નગરીને સાંપડ્યું છે. ભગવાન પાર્શ્વનાથના ચ્યવન, જન્મ દીક્ષા અને કેવળજ્ઞાન કલ્યાણક અહીં થયા હતાં. તેથી પ્રભુની પ્રથમ દેશના પણ અહીં થઈ હતી. પ્રભુવીરના સમયમાં વારાણસી નગરી મલ્લકી જાતિના રાજાઓની રાજધાની હતી. કહેવાય છે કે આ નગરી શ્રેણિક મહારાજને પહેરામણીમાં મળી હતી. વારાણસી વૈદિક ધર્મનું પણ મહત્વનું તીર્થધામ પ્રાચીન સમયથી છે. કાશી વિશ્વનાથનું પ્રસિદ્ધ મંદિર હિંદુઓનું યાત્રાધામ છે. પ્રભુ પાર્શ્વનાથ સ્વામી તથા પ્રભુવીરના સમયમાં યજ્ઞ-હોમ આદિનો અહીં ખૂબ રિવાજ હતો. પરમાત્મા તથા તેમના શ્રમણોએ અહિંસા ધર્મને ઉપદેશીને યજ્ઞોમાંથી હિંસકતાને દૂર કરી. પૂર્વમાં સમર્થ રીતે વિદ્વાન મુનિપુંગવોએ અહીં રહીને વિશેષ શાસ્ત્રાભ્યાસ કર્યો હતો. આજે પણ કાશી સંસ્કૃતિ વિદ્યાનું મહત્વનું ધામ છે. અહીંનું હિંદુ વિશ્વવિદ્યાલય ભારતભરમાં મોખરાનું સ્થાન ધરાવે છે. જ્યોતિષ,વ્યાકરણ, આયુર્વેદ, દર્શન શાસ્ત્રો આદિ ભારતની પ્રાચીન વિદ્યા પરંપરાનો અણમોલ વારસો ટકાવી રાખનારા પંડિતો આજે પણ મોટી સંખ્યામાં કાશીમાં મોજુદ છે. પ્રભુ પાર્શ્વનાથના ચાર કલ્યાણકોનું એકમાત્ર સ્મારક ભેલૂપુરમાં છે. અજ્ઞાન-કષ્ટ તપના કમઠ યોગીના યજ્ઞમાંથી બનતા સર્પને બહાર કાઢી નવકાર મંત્રનું સ્મરણ કરાવવા દ્વારા શ્રી પાર્શ્વકુમારે તેને ધરણેન્દ્ર પદ સુધી પહોંચાડ્યો. તે ખ્યાતનામ ઘટના વારાણસીમાં જ બની હતી. ભેલપુરમાં ધર્મશાળાની વચ્ચે જ ધામાબંસી જૈન મંદિર સુંદર શોભે છે. ઊંચી બેઠકની છત્રીમાં મૂળનાયક શ્રી પાર્શ્વનાથજી બિરાજમાન છે. વારાણસીના નાથ આ પાર્શ્વનાથ સ્વામી ‘‘શ્રી વારાણસી પાર્શ્વનાથ’’ના નામથી ઓળખાય છે.

શ્રી વારાણસી પાર્શ્વનાથ શ્વેતામ્બર જૈન તીર્થ

શ્રીજૈનશ્વેતામ્બરતીર્થસોસાયટી,બી-૨૦/૪૬ ભેલપુર-વારાણસી(ઉ.પ્રદેશ)