આજ નો દિવસ : વિક્રમ સંવત   ૨૦૭૪  ( નેમિસૂરિ સંવત  ૬૯ )  કારતક સુદ બીજી ચોથ મંગળવાર   Dt: 24-10-2017વિધીની સાથે વેર ન થાય, જીવન આખું ઝેર ન થાય, નસીબ છાપેલો કાગળ છે, તેમાં કદી ફેર ન થાય…

102 SHREE ANTARIKSHA PARSHVANATH BHAGWAN    શિરપુર ગામ નજીક આવેલા આ તીર્થનો અને આ ભવ્ય પ્રતિમાજીનો ઈતિહાસ ઘણો જ પ્રાચીન છે. કહેવાય છે કે રાજા રાવણના બનેવી પાતાળ લંકાના રાજા ખરદુષણ આ પ્રદેશ ઉપરથી વિમાન દ્વારા પસાર થતા. ભોજનનો સમય થતા અહીં નીચે ઊતર્યા પૂજા માટે પ્રતિમાજી સાથે લાવવાનું ભૂલી ગયા તેથી તેઓએ માટી અને ગોબરની પ્રતિમાજી બનાવી. પૂજાનું કાર્ય પૂર્ણ કર્યું અને નજીકના જલકુંડમાં પ્રતિમાજી પધરાવ્યાં.

૧૦૨. શ્રી અંતરીક્ષજી તીર્થ - શ્રી અંતરીક્ષ પાર્શ્વનાથ ભગવાન

શિરપુર ગામ નજીક આવેલા આ તીર્થનો અને આ ભવ્ય પ્રતિમાજીનો  ઈતિહાસ ઘણો જ પ્રાચીન છે. કહેવાય છે કે રાજા રાવણના બનેવી પાતાળ લંકાના રાજા ખરદુષણ આ પ્રદેશ ઉપરથી વિમાન દ્વારા પસાર થતા. ભોજનનો સમય થતા અહીં નીચે ઊતર્યા પૂજા માટે પ્રતિમાજી સાથેલાવવાનું ભૂલી ગયા તેથી તેઓએ માટી અને ગોબરની પ્રતિમાજી બનાવી. પૂજાનું કાર્ય પૂર્ણ કર્યું અને નજીકના જલકુંડમાં પ્રતિમાજી પધરાવ્યાં. વર્ષો સુધી પ્રતિમાજી જલકુંડમાં અદૃશ્ય રહી. વિ.સં.૧૧૪૨માં મહાસુદ પના રોજ ટિકાકાર આ પ.પૂ. અભયદેવસૂરીશ્વરજી મ.સા.ના કરકમલો દ્વારા નવનિર્મિત સંઘ મંદિરમાં તેની પ્રતિષ્ઠા થઈ. આ પ્રતિમાજી સાથે અસંખ્યચમત્કારીક ઘટનાઓ જોડાયેલી છે. પ્રતિમાજી ખૂબ જ કલાત્મક અને ચમત્કારી મનાય છે. ભક્તોની દરેક મનોકામના પૂર્ણ થાય છે. શ્વેતામ્બર તેમજ દિગંબર બંધુઓ પોતપોતાની વિધિ પ્રમાણે સમયપત્ર પ્રમાણે હંમેશપૂજા કરે છે.

શ્રી અંતરીક્ષ પાર્શ્વનાથ મહારાજ સંસ્થાન

પોસ્ટ : શિરપુર ૪૪૪૫૦૪ જિલ્લો : વાસિમ, રાજ્ય : મહારાષ્ટ્ર ફોન : ૦૭૨૫૪-૨૩૪૦૦૫.