આજ નો દિવસ : વિક્રમ સંવત   ૨૦૭૪  ( નેમિસૂરિ સંવત  ૬૯ )  કારતક સુદ બીજી ચોથ મંગળવાર   Dt: 24-10-2017વિધીની સાથે વેર ન થાય, જીવન આખું ઝેર ન થાય, નસીબ છાપેલો કાગળ છે, તેમાં કદી ફેર ન થાય…

103 SHREE KESARIYA PARSHVANATH BHAGWAN    ભદ્રાવતી શહેરમાં આવેલું તીર્થ અતિ પ્રાચીન મનાય છે. આ તીર્થને ભારતના પુરાતત્ત્વ ખાતાએ રક્ષિત સ્મારક તરીકે જાહેર કરેલું છે. પ્રતિમાનો અડધો ભાગ જમીનમાં દટાયેલો હતો. અંધશ્રદ્ધાથી ગામડાના લોકો તેને કેસરિયા બાબા કહી સિંદુર વગેરે ચઢાવતા ત્યારબાદ આજુબાજુના ગામના જૈનો દ્વારા સરકારને વિનંતી કરતા ઇ.સ.૧૯૧રમાં આ તીર્થસ્થાન સંઘને સુપરત કર્યું.

૧૦૩. શ્રી ભદ્રાવતી તીર્થ - શ્રી કેસરિયા પાર્શ્વનાથ ભગવાન

ભદ્રાવતી શહેરમાં આવેલું તીર્થ અતિ પ્રાચીન મનાય છે. આ તીર્થને ભારતના પુરાતત્ત્વ ખાતાએ રક્ષિત સ્મારક તરીકે જાહેર કરેલું છે.પ્રતિમાનો અડધો ભાગ જમીનમાં દટાયેલો હતો. અંધશ્રદ્ધાથી ગામડાના લોકો તેને કેસરિયા બાબા કહી સિંદુર વગેરે ચઢાવતા ત્યારબાદ આજુબાજુના ગામના જૈનો દ્વારા સરકારને વિનંતી કરતા ઇ.સ.૧૯૧રમાં આ તીર્થસ્થાન સંઘને સુપરત કર્યું. અહીંયા જમીનમાંથી નીકળેલી અનેક પ્રાચીન પ્રતિમાજીઓ દર્શનીય છે. ઉપરાંત ખંડેરમાંથી મળી આવતાં બીજા અવશેષો પણ કલાત્મક છે. મંદિરના ઉપરના ભાગમાં ચતુર્મુખી પ્રતિમા છે. આ એક જ મૂર્તિમાં શ્રી પાર્શ્વનાથપ્રભુ, શ્રી ચંદ્રપ્રભુસ્વામી અને શ્રી આદિનાથ પ્રભુના બિંબ છે એ આ મૂર્તિની વિશિષ્ટતા છે.

શ્રી જૈન શ્વેતામ્બર મંડળ

પોસ્ટ :ભદ્રાવતી, ૪૪૨૯૦૨, જિલ્લો :ચંદ્રપુર

પ્રાંચ :મહારાષ્ટ્ર, ફોન :૦૭૧૭૫-૨૬૬૦૩૦.