આજ નો દિવસ : વિક્રમ સંવત   ૨૦૭૪  ( નેમિસૂરિ સંવત  ૬૯ )  કારતક સુદ બીજી ચોથ મંગળવાર   Dt: 24-10-2017વિધીની સાથે વેર ન થાય, જીવન આખું ઝેર ન થાય, નસીબ છાપેલો કાગળ છે, તેમાં કદી ફેર ન થાય…

104 SHREE JAGVALLABHA PARSHVANATH BHAGWAN    પહાડ પર આવેલું આ તીર્થ અતિ રમણીય લાગે છે. ત્યાંના નયનરમ્ય વાતાવરણમાં પ્રભુ પ્રતિમા સમક્ષ મન ભક્તિમાં લીન થઈ જાય છે. પહાડ પરથી દેખાતું નીચેનું દૃશ્ય મનને મુગ્ધ કરી દે છે. આ તીર્થ દક્ષિણ મહારાષ્ટનું શત્રુંજય કહેવાય છે.

૧૦૪. શ્રી કુંભોજગિરિ તીર્થ - શ્રી જગવલ્લભ પાર્શ્વનાથ ભગવાન

પહાડ પર આવેલું આ તીર્થ અતિ રમણીય લાગે છે. ત્યાંના નયનરમ્ય વાતાવરણમાં પ્રભુ પ્રતિમા સમક્ષ મન ભક્તિમાં લીન થઈ જાય છે. પહાડ પરથી દેખાતું નીચેનું દૃશ્ય મનને મુગ્ધ કરી દે છે. આ તીર્થ દક્ષિણ મહારાષ્ટનું શત્રુંજય કહેવાય છે. આ તીર્થનો જીર્ણોદ્ધાર વિ.સં. ૧૯૨૬ના મહા સુદ-૭ના રોજ થયાનો ઉલ્લેખ છે. અહીં કાર્તિક પૂનમ, ચૈત્ર પુનમ તેમજ માગસર સુદ-૧૦ના રોજ મેળો ભરાય છે. હજારો શ્રદ્ધાળુ ભક્તોદર્શનાર્થે પધારે છે. અહીં સાધુ-સાધ્વી માટે અલગ ઉપાશ્રય તથા આરાધના ભવન પણ છે. તેથી સાધુ-સાધ્વીજીની અવરજવર પણ રહે છે. આ તીર્થમાં આવવાથી મનને ખૂબ જ શાંતિ મળે છે.

શ્રી જગવલ્લભ પાર્શ્વનાથ જૈન શ્વેતામ્બર મંદિર ટ્રસ્ટ

કુંભોજગીરી તીર્થ, પોસ્ટ ઃ બાહુબલી - ૪૧૬૧૧૩,

તાલુકો ઃ હથકલંગડા, જિલ્લો ઃ કોલ્હાપુર, રાજ્ય મહારાષ્ટ્રા