આજ નો દિવસ : વિક્રમ સંવત   ૨૦૭૪  ( નેમિસૂરિ સંવત  ૬૯ )  કારતક સુદ બીજી ચોથ મંગળવાર   Dt: 24-10-2017વિધીની સાથે વેર ન થાય, જીવન આખું ઝેર ન થાય, નસીબ છાપેલો કાગળ છે, તેમાં કદી ફેર ન થાય…

105 SHREE GIRUAA PARSHVANATH BHAGWAN    અમલનેર સ્ટેશનથી ૧ માઇલ દૂર આ તીર્થ આવેલું છે. ભક્તિના ભરપૂર સંવેદનોથી સમૃદ્ધ સૃષ્ટિમાં દર્શકના દિલને ખેંચી જતા શ્યામવર્ણના શ્રી ગિરૂઆ પાર્શ્વનાથની અમલનેરનગરે ભવ્ય શિખરબંધ જિનાલયને વિભૂષિત કરે છે. આ જિનાલય સં. ૧૯ર૦ આ આસપાસમાં શ્રી સંઘે બનાવેલું પુનઃ જીર્ણોદ્ધાર બાદ સં. ૨૦૦૭ના વૈશાખ સુદ-પના ૧૧/પ/૧૦પ૧ના દિવસે પ્રતિષ્ઠા થઈ.

૧૦૫. શ્રી અમલનેર તીર્થ - શ્રી ગિરૂઆ પાર્શ્વનાથ ભગવાન

અમલનેર સ્ટેશનથી ૧ માઇલ દૂર આ તીર્થ આવેલું છે. ભક્તિના ભરપૂર સંવેદનોથી સમૃદ્ધ સૃષ્ટિમાં દર્શકના દિલને ખેંચી જતા શ્યામવર્ણના શ્રી ગિરૂઆ પાર્શ્વનાથની અમલનેરનગરે ભવ્ય શિખરબંધ જિનાલયને વિભૂષિત કરે છે. આ જિનાલય  સં. ૧૯ર૦ આ આસપાસમાં શ્રી સંઘે બનાવેલું પુનઃ જીર્ણોદ્ધાર બાદ સં. ૨૦૦૭ના વૈશાખ સુદ-પના૧૧/પ/૧૦પ૧ના દિવસે પ્રતિષ્ઠા થઈ. આ પ્રતિમાજી ૫૦૦ વર્ષ જેટલાં પ્રાચીન છે. ઉત્તુંગ ગિરિશ્રુંગ સમી ઉન્નત ગરિમાને પરિધાન કરતા આ પ્રભુજીનું ગિરૂઆ પાર્શ્વનાથ નામ યથાર્થ છે. શ્રી ગિરૂઆજીની ભક્તિભક્તજનોને ગિરૂઆ બનાવે છે. મુનિશ્રી ગુણવિજયજીના શિષ્યે સં.૧૬૮૯માં રચેલા શ્રી ૧૦૮પાર્શ્વનાથ સ્તવનમાં જણાવે છે કે ‘ગિરપર પાસજી ગિરૂઓ પાય પૂજું ચંપક લેઇ મરૂઆ’ સ્તવનની આ કડીઓ શ્રીગિરૂઆજી પૂર્વ કોઈ ગિરિશ્રુંગ પર બિરાજમાન હોવાનું અનુમાન કરવા પ્રેરે છે.

શ્રી ગિરૂઆ પાર્શ્વનાથ જૈન શ્વેતામ્બર સંસ્થાન

શરાફ બજાર, અમલનેર (જિ. જલગાંવ) મહા.૪૨૫૪૦૧.