આજ નો દિવસ : વિક્રમ સંવત   ૨૦૭૪  ( નેમિસૂરિ સંવત  ૬૯ )  કારતક સુદ બીજી ચોથ મંગળવાર   Dt: 24-10-2017વિધીની સાથે વેર ન થાય, જીવન આખું ઝેર ન થાય, નસીબ છાપેલો કાગળ છે, તેમાં કદી ફેર ન થાય…

106 SHREE MANOVANCHITA PARSHVANATH BHAGWAN    નેર નગરમાં વિભૂષણ શ્રી વાંછિત પાર્શ્વનાથ આશરે પ૦૦ વર્ષથી પણ વધુ પ્રાચીન પ્રતિમાજીના દર્શનમાત્રથી પણ નેહ ઉપજે તેનાં નમણાં ભાસે છે. મધ્યપ્રદેશના બુરહાનપુર ગામમાંથી આ પ્રતિમાજી અહીં લઈ આવ્યાના ઉલ્લેખ છે. આ પ્રાચીન જિનપ્રાસાદ જીર્ણ થતાં શ્રી સંઘે તેનો જીર્ણોદ્ધાર કરાવ્યો અને સંવત ૧૯૮૮ના વૈશાખ સુદ ૧૦ના શુભ દિને પૂ. પંન્યાસ શ્રી સુરેન્દ્રવિજયજી મ.સા.ના હસ્તે પુનઃ પ્રસ્થાપિત કરવામાં આવ્યા.

૧૦૬. શ્રી નેર તીર્થ - શ્રીમનોવાંછિત પાર્શ્વનાથ ભગવાન

નેર નગરમાં વિભૂષણ શ્રી વાંછિત પાર્શ્વનાથ આશરે પ૦૦ વર્ષથી પણ વધુ પ્રાચીન પ્રતિમાજીના દર્શનમાત્રથી પણ નેહ ઉપજે તેનાં નમણાં ભાસેછે. મધ્યપ્રદેશના બુરહાનપુર ગામમાંથી આ પ્રતિમાજી અહીં લઈ આવ્યાના ઉલ્લેખ છે. આ પ્રાચીન જિનપ્રાસાદ જીર્ણ થતાં શ્રી સંઘે તેનો જીર્ણોદ્ધાર કરાવ્યો અને સંવત ૧૯૮૮ના વૈશાખ સુદ ૧૦ના શુભ દિને પૂ. પંન્યાસશ્રી સુરેન્દ્રવિજયજી મ.સા.ના હસ્તે પુનઃ પ્રસ્થાપિત કરવામાં આવ્યા. સં. ૧૮૮૧ના ફાગણ વદ-રના દિને પંન્યાસ ઉત્તમવિજયે રચેના શ્રી ૧૦૮ પાર્શ્વનાથ છંદમાં નેર નગરના પાર્શ્વનાથ ભગવંતનો ઉલ્લેખ થયેલોછે. પ્રતિમાજી ખૂબ જ ચમત્કારિક છે. ભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવના અવસરે પ્રતિમાજીના અંગેઅંગમાંથી અમીરસના ઝરણા થયા હતા અને થોડાંક વર્ષો પૂર્વે આ જિન પ્રાસાદના અંગે અંગમાંથી અમીરસના ઝરણા થયા હતા અને થોડાંક વર્ષો પૂર્વે આ જિન પ્રસાદના શિખર ઉપર પ્રગટેલી દિવ્ય જ્યોતિને ગ્રામજનોએ વિસ્મિત નયનોથી નિહાળી હતી.

શ્રી મનોવાંછિત પાર્શ્વનાથ જૈન તીર્થ પેઢી

મુ.નેર, જિ. ધુલિયા, ૪૨૩૩૦૩(મહારાષ્ટ્રા)