આજ નો દિવસ : વિક્રમ સંવત   ૨૦૭૪  ( નેમિસૂરિ સંવત  ૬૯ )  કારતક સુદ બીજી ચોથ મંગળવાર   Dt: 24-10-2017વિધીની સાથે વેર ન થાય, જીવન આખું ઝેર ન થાય, નસીબ છાપેલો કાગળ છે, તેમાં કદી ફેર ન થાય…

107 SHREE CHINTAMANI PARSHVANATH BHAGWAN    નાસિક; મહારાષ્ટ્રની જૈન પ્રવૃત્તિઓનું મહત્ત્વનું કેન્દ્ર છે. ૧૦ ભવ્ય જિનપ્રાસાદો ઉપાશ્રયો, ધર્મશાળા, ગુરુમંદિર આદિ અહીંના જૈનોના ધર્મજાગૃતિના પ્રત્યક્ષ પ્રમાણો છે. આ નગરમાં શ્રી ચિંતામણિ પાર્શ્વનાથનું જિનમંદિર સં. ૧૮૦૦ આસપાસમાં શ્રી સંઘે બંધાવ્યું હતું.

૧૦૭. શ્રી નાસિક તીર્થ - શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ ભગવાન

નાસિક; મહારાષ્ટ્રની જૈન પ્રવૃત્તિઓનું  મહત્ત્વનું કેન્દ્ર છે. ૧૦ ભવ્ય જિનપ્રાસાદો ઉપાશ્રયો, ધર્મશાળા, ગુરુમંદિર આદિ અહીંના જૈનોના ધર્મજાગૃતિના પ્રત્યક્ષ પ્રમાણો છે. આ નગરમાં શ્રી ચિંતામણિ પાર્શ્વનાથનું જિનમંદિર સં. ૧૮૦૦ આસપાસમાં શ્રી સંઘે બંધાવ્યું હતું. બીજી એક નોંધ અનુસાર આ જિનાલયનું સં. ૧૯૧૮માં નિર્માણ થયું હતું.આ જિનાલયની પ્રાચીનતા પૂર્વના ઉલ્લેખને વધુ પ્રમાણભૂત ઠેરવે છે. પ્રભુજીની પ્રતિમાજી પર સંવત ૧પ૪૮નો લેખ ઉત્કીર્ણ છે. પૂર્વ શ્વેતવર્ણા આ મનોહર પ્રતિમાજી પર તાજેતરમાં જ નીલવર્ણનો લેપ કરવામાં આવ્યો છે.

શ્રી ચિંતામણી પાર્શ્વનાથ જૈન શ્વેતામ્બર તીર્થ, પાર્શ્વનાથ લેન, ભદ્રકાલી, નાસિક સિટી, પીન - ૪૨૨૦૦૧.