આજ નો દિવસ : વિક્રમ સંવત   ૨૦૭૪  ( નેમિસૂરિ સંવત  ૬૯ )  કારતક સુદ એકમ શુક્રવાર   Dt: 20-10-2017કંઈ કેટલા ચાલ્યા ગયા, નજર પણ રડતી નથી, કંઈ કેટલા ચાલ્યા જશે, નજર પણ પડતી નથી, ઓ માનવ તું તારા વૈભવનું અભિમાન હવે કર, અહિં તો સમ્રાટ સિકંદરની કબર પણ જડતી નથી...

11. SHREE VIMAL PARSHVANATH BHAGWAN    મનના માલિન્યનું મારણ કરતા શ્રી વિમલ પાર્શ્વનાથજી શ્વેત પાષાણના છે. સાતફણાથી અલંકૃત પદ્માસને બિરાજમાન આ પ્રતિમાની ૧૩ ઈંચ અને ૧૧ ઈંચ પહોળાં છે. છાતીમાં તે કાળે પાંચ મનોહર ચૈત્યો શોભતાં હતાં. સંભવ છે કે આ જિનાલયનો જીર્ણ થતાં તેમનો જીર્ણોદ્ધાર કરી એક જ પ્રસાદમાં રૂપાંતરિત કરવામાં આવ્યાં હોય. એક અનુશ્રુતિ નગર એ પૂર્વે લશ્કરી છાવણીનું મથક હતું.

૧૧. શ્રી છાણી તીર્થ - શ્રી વિમલ પાર્શ્વનાથ ભગવાન

મનના માલિન્યનું મારણ કરતા શ્રી વિમલ પાર્શ્વનાથજી શ્વેત પાષાણના છે. સાતફણાથી અલંકૃત પદ્માસને બિરાજમાન આ પ્રતિમાની ૧૩ ઈંચઅને ૧૧ ઈંચ પહોળાં છે. છાતીમાં તે કાળે પાંચ મનોહર ચૈત્યો શોભતાં હતાં. સંભવ છે કે આ જિનાલયનો જીર્ણ થતાં તેમનો જીર્ણોદ્ધાર કરી એક જ પ્રસાદમાં રૂપાંતરિત કરવામાં આવ્યાં હોય. એક અનુશ્રુતિનગર એ પૂર્વે લશ્કરી છાવણીનું મથક હતું. ‘‘છાવણી’’ પરથી આ ગામ છાણી નામથી પ્રસિદ્ધ થયું. અહીં શ્રાવકના મહોલ્લામાં શ્રી શાંતિનાથ સ્વામીનો ભવ્ય જિનપ્રસાદ છે. સં. ૧૯પ૧માં આ પ્રભુજીની પુનઃ પ્રતિષ્ઠાકરવામાં આવી. અહીં જિનપ્રાસાદના પટાંગણમાં એક બાજુ શ્રી વિમલ પાર્શ્વનાથ નાનકડું જિનાલય છે. વિ.સં. ૧૮૯૩માં શ્રી વિમલ પાર્શ્વનાથ પ્રભુને પ્રતિષ્ઠિત કરવામાં આવ્યા હતાં. અનાદિકાળથી આત્માનેઅથડાવતા કર્મમલને દૂર કરી આત્માને વિમલ કરી આપતા આ પ્રભુજીનું ‘‘વિમલ’’નામ  રહસ્ય યુક્ત છે. સં. ૧૬૫૫ આસો સુદ દસમીના દિને રચાયેલી શ્રી પ્રેમવિજય કૃત ‘‘૩૬૫ શ્રી પાર્શ્વજીન નામાવલી’માં ‘છાયાપુરપાર્શ્વનાથ’ નામનો ઉલ્લેખ છે. અનુમાનથી કહી શકાય છે કે છાયાપુર પાર્શ્વનાથ એજ આ વિમલ પાર્શ્વનાથ હોવા જોઈએ. શ્રી વિમલ પાર્શ્વનાથનું એક માત્ર તીર્થ છાણી શ્રાવકના મહોલ્લામાં આવેલું છે. વડોદરા ૮ કિ.મી. દૂર આવેલું તીર્થ છાયાપુરી રેલવે સ્ટેશનથી ૧ કિ.મી. દૂર છે. અહીં પ્રાચીન જ્ઞાન ભંડાર તથા ઉપાશ્રયો આવેલા છે. કુલ ૪ જિનાલયો અહીં શોભે છે. અહીંના જિનાલયો યાત્રા કરવા લાયક છે અને અહીંના જૈનોની ધાર્મિકતા નિહાળવા જેવી છે.

શ્રી વિમલ પાર્શ્વનાથ શ્વેતાંબર જૈન તીર્થ

શ્રી શાંતિજનાથજી શ્વેતાંબર જિનપ્રસાદ

શ્રાવકનો મહોલ્લો છાણી, જિ. વડોદરા (ગુજરાત)