આજ નો દિવસ : વિક્રમ સંવત   ૨૦૭૩  ( નેમિસૂરિ સંવત  ૬૮ )  વૈશાખ સુદ ત્રીજ શનિવાર   Dt: 29-04-2017



જે નિરાશાને કદી જોતા નથી, આશા હૈયાની ખોતા નથી, પ્રયત્નો પર જીવી જાણે સદા, તે ભાગ્ય પર કદી રોતા નથી…

13. SHREE KANSARI PARSHVANATH BHAGWAN    સૈંકાઓથી જૈન ધર્મની અનેકવિધ પ્રવૃત્તિઓથી ધમધમતા ખંભાતથી ઇશાન ખૂણામાં દોઢ કિ.મી.ને જ અંતરે કંસારી ગામ પણ જૈનોનું મહત્ત્વનું ધર્મકેન્દ્ર હતું. અહીં જૈનોની પુષ્કળ વસ્તી અને જિનાલયો હતા. આ કંસારીમાં શ્રી ભીડભંજન પાર્શ્વનાથનું દેવવિમાન સમ મનોહર જિનાલય તીર્થયાત્રાના ધામ સમું હતું. કાળક્રમે આ ગામમાંથી જૈનોની વસ્તી શેષ થઇ.

૧૩. શ્રી ખંભાત તીર્થ - શ્રી કંસારી પાર્શ્વનાથ ભગવાન

સૈંકાઓથી જૈન ધર્મની અનેકવિધ પ્રવૃત્તિઓથી ધમધમતા ખંભાતથી ઇશાન ખૂણામાં દોઢ કિ.મી.ને જ અંતરે કંસારી ગામ પણ જૈનોનું મહત્ત્વનું ધર્મકેન્દ્ર હતું. અહીં જૈનોની પુષ્કળ વસ્તી અને જિનાલયો હતા. આ કંસારીમાં શ્રી ભીડભંજન પાર્શ્વનાથનું દેવવિમાન સમ મનોહર જિનાલય તીર્થયાત્રાના  ધામ સમું હતું. કાળક્રમે આ ગામમાંથી જૈનોની વસ્તી શેષ થઇ. તેથી  શ્રી ભીડભંજન પાર્શ્વજનાથને કંસાશીથી ખંભાત લાવવામાં આવ્યા અને ખારવાડામાં એક નવનિર્મિત જિનપ્રસાદમાં પ્રભુજીને પધરાવવામાં આવ્યા. આ તીર્થની પ્રસિદ્ધિ સૈકાઓથી ખૂબ વ્યાપક બનેલી છે. સં. ૧૬પ૬માં કવિ નયસુંદરે ‘‘શ્રી શંખેશ્વર પાર્શ્વનાથના છંદ’’માં કંડારીના શ્રી ભીડભંજન પાર્શ્વનાથને પણ સ્તવ્યાં છે. સં. ૧૬૬૭માં કવિવર શાંતિકુશલે રચેલા ‘‘૧૦૮ નામ ગર્ભિત શ્રીગોડી પાર્શ્વનાથતેમણે આ પ્રભુનું સ્મરણ કર્યું છે.

શ્રી કંસારી પાર્શ્વનાથ જૈન શ્વેતાંબર જિનાલય

ઠે.ખારવાડો, મુ. ખંભાત, જિલ્લો - ખેડા.