આજ નો દિવસ : વિક્રમ સંવત   ૨૦૭૪  ( નેમિસૂરિ સંવત  ૬૯ )  કારતક સુદ ત્રીજ રવિવાર   Dt: 22-10-2017વિધીની સાથે વેર ન થાય, જીવન આખું ઝેર ન થાય, નસીબ છાપેલો કાગળ છે, તેમાં કદી ફેર ન થાય…

18 SHREE SHAMLA PARSHVANATH BHAGWAN    અમદાવાદ નગરે શામળાની પોળના શામળાના ખાંચામાં શ્રી શામળા પાર્શ્વનાથનું પ્રાચિન ભવ્ય દેરાસર તીર્થ આવેલું છે. સં. ૧૬પ૬માં મંત્રીશ્વર વસ્તુપાળના વંશજ સંઘવી સોમજી તથા તેમના ભાઈ શિવાએ આ જિનાલયનું નિર્માણ કરાવ્યું હતું. આ દેરાસરનું લાકડાનું કોતરકામ મુગ્ધ કરે તેવું છે.
૧૮. શ્રી અમદાવાદ તીર્થ - શ્રી શામળા પાર્શ્વ
અમદાવાદ નગરે શામળાની પોળના શામળાના ખાંચામાં શ્રી શામળા પાર્શ્વનાથનું પ્રાચિન ભવ્ય દેરાસર તીર્થ આવેલું છે. સં. ૧૬પ૬માં મંત્રીશ્વર વસ્તુપાળના વંશજ સંઘવી સોમજી તથા તેમના ભાઈ શિવાએ આ જિનાલયનું નિર્માણ કરાવ્યું હતું. આ દેરાસરનું લાકડાનું કોતરકામ મુગ્ધ કરે તેવું છે. તીર્થંકર પરમાત્માના કલ્યાણક મહોત્સવમાં દૃશ્યોને કલાત્મક રીતે લાકડમાં કોતરવામાં આવ્યા છે. આ મંદિરનું કાષ્ઠશિલ્પ કાષ્ઠશિલ્પ અજોડ છે. આ મંદિરના મેડા ઉપર આરસના પાર્શ્વનાથજી કાઉસ્સગ મુદ્રાએ સુંદર શોભે છે.
શ્રી શાળા પાર્શ્વનાથ જૈન શ્વેતાંબર તીર્થ
ઠે-શામળાની પોળ-શામળાજીનો ખાંચો, મદનગોપાલની હવેલી પાસે, અમદાવાદ.