આજ નો દિવસ : વિક્રમ સંવત   ૨૦૭૪  ( નેમિસૂરિ સંવત  ૬૯ )  કારતક સુદ ત્રીજ રવિવાર   Dt: 22-10-2017વિધીની સાથે વેર ન થાય, જીવન આખું ઝેર ન થાય, નસીબ છાપેલો કાગળ છે, તેમાં કદી ફેર ન થાય…

19. SHREE MULEVA PARSHVANATH BHAGWAN    અમદાવાદમાં રીલીફ રોડ પર આવેલા શ્રી આદિનાથ જિનાલયમાં વહેલી પરોઢથી રાત્રે મોડે સુધી રહેતી સતત ભીડ આ પ્રભુજી પરની અમદાવાદ વાસીઓની અપૂર્વ શ્રદ્ધાનું પ્રતિબિંબ પાળે છે. મૂળનાયક શ્રી આદિનાથજીની જમણી બાજુએ શ્રીમૂલેવા પાર્શ્વનાથ બિરાજમાન છે.

૧૯. શ્રી અમદાવાદ તીર્થ - શ્રી મુલેવા પાર્શ્વનાથ ભગવાન

અમદાવાદમાં રીલીફ રોડ પર આવેલા શ્રી આદિનાથ જિનાલયમાં વહેલી પરોઢથી રાત્રે મોડે સુધી રહેતી સતત ભીડ આ પ્રભુજી પરની અમદાવાદ વાસીઓની અપૂર્વ શ્રદ્ધાનું પ્રતિબિંબ પાળે છે. મૂળનાયક શ્રી આદિનાથજીની જમણી બાજુએ શ્રી‘મૂલેવા  પાર્શ્વનાથ બિરાજમાન છે. આ પ્રભુના પરમ પ્રભાવના અનુભવો શ્રદ્ધાળુઓને અવારનવાર થયા કરે છે. પ્રભુજી અત્યંત મનોહર અને પ્રભાવક છે. કહેવાય છે કે સતત છ મહિના ધારણાપૂર્વક કોઈ આ પ્રભુજીનાં દર્શન કરી શકતુ નથી. અમદાવાદ ઇદલપુર નામની પરામા અમદાવાદ નિવાસી વિશા શ્રીમાળી જ્ઞાતિના શેઠ કુટુંબે પ્રાયઃ ૨૦૦-૩૦૦ વર્ષ પૂર્વે ‘મૂલેવા પાર્શ્વનાથ’’ ભગવાનનું મંદિર બંધાવ્યું હતું. એ હકીકત એક ચિરમુદ્રિત પુસ્તકના સ્તવનમાં ઉપલબ્ધ થાય છે. માટે એવી સંભાવના વ્યક્ત કરી શકાય કે તે મંદિર  કાળક્રમે અદૃશ્ય થતાં ત્યાંના મૂળનાયક પ્રભુજીને પાંજરાપોળમાં આવી બિરાજિત કરાયાં હોય.

શ્રી મોરૈયા(મુલેવા) પાર્શ્વનાથ શ્વેતાંબર જૈન દેરાસર

શ્રી મોરૈયા પાર્શ્વનાથની ખડકી, પાંજરાપોળ, રીલીફરોડ,અમદાવાદ-૧, (ગુજરાત).