આજ નો દિવસ : વિક્રમ સંવત   ૨૦૭૩  ( નેમિસૂરિ સંવત  ૬૮ )  અષાઢ સુદ ત્રીજ સોમવાર   Dt: 26-06-2017જીવન માં જે વાત ભૂખ્યું પેટ અને ખાલી ખિસ્સું શીખવે છે, તે વાત કોઈ શિક્ષક પણ ના શીખવી શકે

20 SHREE HRIMKAR PARSHVANATH BHAGWAN    ર્હ્રીં એક મંત્રબીજ છે. તેમાં ચતુર્વિૈશતિ જિનેશ્વરની સ્થાપના છે. મંત્રશાસ્ત્રમાં ધ્યાન કરવા માટેર્હ્રીંર્ંકારના મધ્ય ભાગેથી પાર્શ્વનાથ પ્રભુના ધ્યાથી પદ્ધતિનું વર્ણન આવે છે. આવા પ્રતિમાજી કાળુશાની પોળના શ્રી સંભવનાથ જિનાલયના ભોંયરામાં શ્રી ચિંતામણિ પાર્શ્વનાથની બાજુમાં બિરાજમાન છે.

૨૦. શ્રી અમદાવાદ તીર્થ - શ્રી ર્હ્રીંકાર પાર્શ્વનાથ ભગવાન

ર્હ્રીં એક મંત્રબીજ છે. તેમાં ચતુર્વિૈશતિ જિનેશ્વરની સ્થાપના છે. મંત્રશાસ્ત્રમાં ધ્યાન કરવા માટેર્હ્રીંર્ંકારના મધ્ય ભાગેથી પાર્શ્વનાથ પ્રભુના ધ્યાથી પદ્ધતિનું વર્ણન આવે છે. આવા પ્રતિમાજી કાળુશાની પોળના શ્રી સંભવનાથ જિનાલયના ભોંયરામાં શ્રી ચિંતામણિ પાર્શ્વનાથની બાજુમાં બિરાજમાન છે. “ર્હ્રીં” આકૃતિમાં સ્થાપિત આ પ્રભુજી ર્હ્રીંકાર પાર્શ્વનાથ નામથી પ્રસિદ્ધ છે. આ ગભારાનો જીર્ણોદ્ધાર આ પોળના શ્રી સંઘે વિ.સં. ૨૦૨૦ના માગસર માસમાં શરૂ કર્યો. વિ.સં. ર૦ર૧ના શ્રાણવ સુદ ૧૦ને શુક્રવારે પૂ. આગમપ્રજ્ઞ આચાર્ય દેવ શ્રી જંબુસૂરીશ્વરજી મ.ના હસ્તે પ્રતિષ્ઠા થઈ.

શ્રી હ્રીંકાર પાર્શ્વનાથ શ્વેતાંબર જૈન તીર્થ

શ્રી સંભવનાથજી શ્વેતાંબર મૂર્તિપૂજક જિનાલય,

કાળુશીની પોળ, કાળુપુર,અમદાવાદ-૩૮૦૦૦૧ (ગુજરાત).