આજ નો દિવસ : વિક્રમ સંવત   ૨૦૭૪  ( નેમિસૂરિ સંવત  ૬૯ )  કારતક સુદ એકમ શુક્રવાર   Dt: 20-10-2017કંઈ કેટલા ચાલ્યા ગયા, નજર પણ રડતી નથી, કંઈ કેટલા ચાલ્યા જશે, નજર પણ પડતી નથી, ઓ માનવ તું તારા વૈભવનું અભિમાન હવે કર, અહિં તો સમ્રાટ સિકંદરની કબર પણ જડતી નથી...

21. SHREE SUKH SAGAR PARSHVANATH BHAGWAN    દોશીવાડાની પોળમાં શ્રી સીમંધર સ્વામીની ખડકીની શ્રી સીમંધર સ્વામીનું ભવ્ય જિનાલય છે. મૂળનાયક શ્રી સીમંધર સ્વામીની ડાબી બાજુએ શ્રી સુખસાગર પાર્શ્વનાથજીની ધાતુની મનહર મૂર્તિ મુગ્ધ કરી દે છે. પરિકર યુક્ત આ સોહામણાં પ્રતિમાજી પંદરમાં સૈકાનાં છે.
૨૧. શ્રી અમદાવાદ તીર્થ - શ્રી સુખસાગર પાર્શ્વનાથ ભગવાન
દોશીવાડાની પોળમાં શ્રી સીમંધર સ્વામીની ખડકીની શ્રી સીમંધર સ્વામીનું ભવ્ય જિનાલય છે. મૂળનાયક શ્રી સીમંધર સ્વામીની ડાબી બાજુએ શ્રી સુખસાગર પાર્શ્વનાથજીની ધાતુની મનહર મૂર્તિ મુગ્ધ કરી દે છે. પરિકર યુક્ત આ સોહામણાં પ્રતિમાજી પંદરમાં સૈકાનાં છે. સં. ૧૬૬પમાં મહોપાધ્યાય કલ્યાણ વિજયજી ગણિવરના શિષ્ય ‘‘શ્રી ભટેવા પાર્શ્વનાથ સ્તવન’’માં શ્રી સુખસાગર પાર્શ્વનાથને વંદના કરી છે.
શ્રી સુખસાગર પાર્શ્વનાથ શ્વેતાંબર જૈન તિર્થ
શ્રી સીમંધર સ્વામીની ખડકી, દોશીવાડાની પોળ, અમદાવાદ-૩૮૦૦૦૧.(ગુજરાત)