આજ નો દિવસ : વિક્રમ સંવત   ૨૦૭૪  ( નેમિસૂરિ સંવત  ૬૯ )  કારતક સુદ ત્રીજ રવિવાર   Dt: 22-10-2017વિધીની સાથે વેર ન થાય, જીવન આખું ઝેર ન થાય, નસીબ છાપેલો કાગળ છે, તેમાં કદી ફેર ન થાય…

22. SHREE PADMAVATI PARSHVANATH BHAGWAN    અમદાવાદથી પૂર્વદિશામાં આવેલું નરોડા એ પૂર્વકાળની નિષધનગરી હોવાનું દંંતકથા જણાવે છે. નળરાજાની આ નગરી હતી. અહીંની એક મહાદેવ મંદિરનું શિવલિંગ નળરાજાના સમયનું હોવાથી માન્યતા છે. નરોડામાં શેઠ હઠિસિંહ કેસરીસિંહે બંધાવેલું આ શિખરબંધ ભવ્ય જિનાલય સુંદર શોભે છે. આ જિનપ્રસાદના મૂળ નાયક શ્રી પદ્માવતી પાર્શ્વનાથ લોકોમાં શ્રી ગોડી પાર્શ્વનાથના નામથી વધુ પ્રસિદ્ધ છે.

૨૨. શ્રી નરોડા તીર્થ - શ્રી પદ્માવતી પાર્શ્વનાથ ભગવાન

અમદાવાદથી પૂર્વદિશામાં આવેલું નરોડા એ પૂર્વકાળની નિષધનગરી હોવાનું દંંતકથા જણાવે છે. નળરાજાની આ નગરી હતી. અહીંની એક મહાદેવ મંદિરનું શિવલિંગ નળરાજાના સમયનું હોવાથી માન્યતા છે. નરોડામાં શેઠ હઠિસિંહ કેસરીસિંહે બંધાવેલું આ શિખરબંધ ભવ્ય જિનાલય સુંદર શોભે છે. આ જિનપ્રસાદના મૂળ નાયક શ્રી પદ્માવતી પાર્શ્વનાથ લોકોમાં શ્રી ગોડી પાર્શ્વનાથના નામથી વધુ પ્રસિદ્ધ છે. મૂળનાયક પ્રભુજી નાનકડા પણ મનોહર છે. આ પ્રભુજી જમીનમાંથી પ્રગટ થયા હતા. આ જિનપ્રાસાદની નિકટતા એક ટીબામાંથી મળી આવતા પ્રાચીન અવશેષો ત્યાં આ પૂર્વે પ્રાચીન અને ભવ્ય જિનપ્રસાદ અસ્તિત્વમાં હોવાનું અનુમાન કરાવે છે. અહીંની પદ્માવતી પૂજિત આ પાર્શ્વનાથ શ્રી પદ્માવતી પાર્શ્વનાથના નામથી ખ્યાતિ પામેલા છે.

શ્રી પદ્માવતી પાર્શ્વનાથ શ્વેતાંબર જૈન તીર્થ

નરોડા બજાર, જિ. અમદાવાદ, પીન - ૩૮૨૩૨૫(ગુજરાત)