આજ નો દિવસ : વિક્રમ સંવત   ૨૦૭૪  ( નેમિસૂરિ સંવત  ૬૯ )  કારતક સુદ ત્રીજ રવિવાર   Dt: 22-10-2017વિધીની સાથે વેર ન થાય, જીવન આખું ઝેર ન થાય, નસીબ છાપેલો કાગળ છે, તેમાં કદી ફેર ન થાય…

29 SHREE MANORANJAN PARSHVANATH BHAGWAN    મહેસાજી રાજાએ વસાવેલી પ્રાચીન નગર મહેસાણા કે જ્યાં મનોરંજન પાર્શ્વનાથ પ્રભુજીનું પ્રાચીન જિનાલય શોભી રહ્યું છે. વિશાળ જિનાલય ત્રણ રંગમંડપ તેમજ બે માળનું જિનાલય છે. આ ઉપરાંત અન્ય ૧૪ જિનાલયો આ નગરમાં શોભી રહ્યા છે. પંડિતોને તૈયાર કરીને ઉચ્ચ શિક્ષણ આપણી વેણીચંદ સૂરચંદ સંચાલિત પ્રસિદ્ધ મહેસાણા યશોવિજય સંસ્કૃત પાઠશાળા પણ આ પ્રાચીન નગરમાં છે.

૨૯. શ્રી મહેસાણા તીર્થ - શ્રી મનોરંજન પાર્શ્વનાથ ભગવાન

મહેસાજી રાજાએ વસાવેલી પ્રાચીન નગર મહેસાણા કે જ્યાં મનોરંજન પાર્શ્વનાથ પ્રભુજીનું પ્રાચીન જિનાલય શોભી રહ્યું છે. વિશાળ જિનાલય ત્રણ રંગમંડપ તેમજ બે માળનું જિનાલય છે. આ ઉપરાંત અન્ય ૧૪ જિનાલયો આ નગરમાં શોભી રહ્યા છે. પંડિતોને તૈયાર કરીને ઉચ્ચ શિક્ષણ આપણી વેણીચંદ સૂરચંદ સંચાલિત પ્રસિદ્ધ મહેસાણા યશોવિજય સંસ્કૃત પાઠશાળા પણ આ પ્રાચીન નગરમાં છે. મંદિરના પ્રાંગણમાં જ દરેક પ્રકારની સગવડવાળી વિશાળ ધર્મશાળા છે. અહીં ભોજનશાળા તથા અલ્પાહારની પણ સગવડ છે. ગામમાં પણ ધર્મશાળા તથા ભોજનશાળા છે.

શ્રી મહેસાણા શ્વેતામ્બર મૂ. જૈન સંઘ, મેઈન સ્ટેશન રોડ,

પોઃ મહેસાણા - ૩૮૪૦૦૨, રાજ્ય ઃ ગુજરાત ફોન. ૦૨૭૬૨-૨૫૧૬૭૪.