આજ નો દિવસ : વિક્રમ સંવત   ૨૦૭૪  ( નેમિસૂરિ સંવત  ૬૯ )  કારતક સુદ ત્રીજ રવિવાર   Dt: 22-10-2017વિધીની સાથે વેર ન થાય, જીવન આખું ઝેર ન થાય, નસીબ છાપેલો કાગળ છે, તેમાં કદી ફેર ન થાય…

30. SHREE SULTAN PARSHVANATH BHAGWAN    આ પાર્શ્વનાથ ભગવાનના નામનિક્ષેપની ભીતરમાં પ્રવેશ કરતાં મસ્લિમ બાદશાહ અલાઉદ્દિન ખીલજીની ધર્મધ્વંસની અઢળક પ્રવૃત્તિઓ દૃષ્ટિ સમક્ષ ઉપસ્થિત થાય છે. મંદિરો અને પ્રતિમાઓના સર્વનાશને ઝંખતો અલાઉદ્દિન આ મનોહર પ્રતિમાજીને તોડવા પણ ઉત્સુક બન્યો. ત્યારે તે સમયે જિનમંદિરમાં ભક્તિ કરતા ભોજકોએ બાદશાહને બે હાથ જોડી વિનંતી કરી.

૩૦. શ્રી સિદ્ધપુર તીર્થ - શ્રી સુલતાન પાર્શ્વનાથ ભગવાન

આ પાર્શ્વનાથ ભગવાનના નામનિક્ષેપની ભીતરમાં પ્રવેશ કરતાં મસ્લિમ બાદશાહ અલાઉદ્દિન ખીલજીની ધર્મધ્વંસની અઢળક પ્રવૃત્તિઓ દૃષ્ટિ સમક્ષ ઉપસ્થિત થાય છે. મંદિરો અને પ્રતિમાઓના સર્વનાશને ઝંખતો અલાઉદ્દિન આ મનોહર પ્રતિમાજીને તોડવા પણ ઉત્સુક બન્યો. ત્યારે તે સમયે જિનમંદિરમાં ભક્તિ કરતા ભોજકોએ બાદશાહને બે હાથ જોડી વિનંતી કરી. “તમારા શસ્ત્રનું લક્ષ આ પ્રતિમાને ન બનાવતા આ કોઈ પથ્થર નથી. પણ સાક્ષાત પરમકૃપાળુ પરમેશ્વર છે.” ભોજકોની અશ્રુભીની વાણીથી સહજ થંભી ગયેલા બાદશાહ પ્રતિમાના પરમેશ્વરપણાનું પ્રમાણ માગ્યું શ્રદ્ધાનો મહાનલ પ્રગટાવીને આ ભોજકોએ સંગીતના સૂર વહેતા મૂક્યા. દીપક સંગે જાદુ કર્યો. ધૃત પૂરીને રાખેલા ૯૯ દીપક સ્વયં પ્રગટી ઊઠ્યા. સ્વયં પ્રગટેલા આ દીપકોનું આશ્ચર્ય શમ્યું નથી. ત્યાં જ એક સર્પ પ્રગટ થઈ સુલતાન સામે આવી બેઠો. પ્રતિમાનો પ્રચંડ વિરોધી પ્રતિમાના આ પ્રભાવ જાણી લજ્જિત બન્યો “આ દેવ તો બાદશાહનો પણ બાદશાહ સુલતાન છે.” એમ બોલીને પ્રતિમાને તોડ્યા વગર અલાઉદ્દિન પાછો ફર્યો તે દિવસથી આ પ્રભુજીની આગળ ‘સુલતાન’નું વિશેષણ ચિરસ્થાયી બની રહ્યું. આ ‘સુલતાન’ નામની ભીતરમાં ભોજકોની અખૂટ શ્રદ્ધા વૈભવ અને અપૂર્વ શાસન ભક્તિ છૂપાયેલ છે. આ પ્રતિમાજી સંપ્રતિકાલીન છે.

શ્રી શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ

મુ.પો. તા. સિદ્ધપુર જિ. મહેસાણા પીન - ૩૮૪૧૫૧.