આજ નો દિવસ : વિક્રમ સંવત   ૨૦૭૪  ( નેમિસૂરિ સંવત  ૬૯ )  કારતક સુદ એકમ શુક્રવાર   Dt: 20-10-2017કંઈ કેટલા ચાલ્યા ગયા, નજર પણ રડતી નથી, કંઈ કેટલા ચાલ્યા જશે, નજર પણ પડતી નથી, ઓ માનવ તું તારા વૈભવનું અભિમાન હવે કર, અહિં તો સમ્રાટ સિકંદરની કબર પણ જડતી નથી...

31. SHREE DOSLA PARSHVANATH BHAGWAN    ધોતા-સકલાણા ગામના શ્રી ડોસલા પાર્શ્વપ્રભુ શ્રી દોહ્‌યલા પાર્શ્વનાથના અપર નામથી પણ ઓળખાય છે. સંભવિત છે કે, પૂર્વકાળમાં આ પ્રતિમાજીનાં દર્શન ઘણા દુલર્ભ હશે. તેથી કદાચ આ પરમાત્મા શ્રી દોહ્‌યલા પાર્શ્વનાથના નામથી પ્રસિદ્ધ બન્યા હશે. તે સિવાય આ પરમાત્માના આવા વિશિષ્ટ નામની ભીતરમાં કોઈ ઘટના કે કથા સાંભળવામાં આવી નથી.

૩૧. શ્રી ધોતાસકલાણા તીર્થ - શ્રી ડોસલા પાર્શ્વનાથ ભગવાન

ધોતા-સકલાણા ગામના શ્રી ડોસલા પાર્શ્વપ્રભુ શ્રી દોહ્‌યલા પાર્શ્વનાથના અપર નામથી પણ ઓળખાય છે. સંભવિત છે કે, પૂર્વકાળમાં આપ્રતિમાજીનાં દર્શન ઘણા દુલર્ભ હશે. તેથી કદાચ આ પરમાત્મા શ્રી દોહ્‌યલા પાર્શ્વનાથના નામથી પ્રસિદ્ધ બન્યા હશે. તે સિવાય આ પરમાત્માના આવા વિશિષ્ટ નામની ભીતરમાં કોઈ ઘટના કે કથાસાંભળવામાં આવી નથી. આ પ્રતિમાજી સંપ્રતિ કાળનાં છે. પ્રતિમાજીનું અનુપમ સૌંદર્ય નયનોને દર્શનનું ઘેલું લગાડી દે છે. આ જિનાલય સંવત ૧૮૮૦માં શ્રી સંઘે બંધાવેલું છે. દર વર્ષે કાર્તિક સુદ ૧પનો અહીં મેળો ભરાય છે. બનાસકાંઠા જિલ્લાનું આ અજ્ઞાત તીર્થ ખરેખર દર્શનીય છે.

શ્રી શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ

મુ.પો. ધોતા-સકલાણા, જિલ્લો : બનાસકાંઠા(ગુજરાત)