આજ નો દિવસ : વિક્રમ સંવત   ૨૦૭૩  ( નેમિસૂરિ સંવત  ૬૮ )  ભાદરવો સુદ બીજ બુધવાર   Dt: 23-08-2017



તલવાર કી કિંમત મ્યાન સે નહિ ધાર સે હોતી હૈ, કપડો કી કિંમત રંગ સે નહિ તાર સે હોતી હૈ, કહી ભી દેખો મહત્વ મૂલકા હોતા હૈ છીલકે કા નહિ, આદમી કી કિંમત પૈસે સે નહિ સદાચાર સે હોતી હૈ…

34. SHREE ANANDA PARSHVANATH BHAGWAN    બનાસકાંઠા જિલ્લાનું આ તીર્થ બહુ પ્રાચીન જણાતુ નથી. પણ શ્રી આનંદા પાર્શ્વનાથનાં પ્રતિમાજી પ્રાચીન હોવાનું માનવું સુસંગત છે. અનેક પ્રાચીન રચનાઓમાં શ્રી પાર્શ્વનાથના આનંદા નામનો ઉલ્લેખ મળે છે.

૩૪. શ્રી ઉંબરી તીર્થ - શ્રી આનંદા પાર્શ્વનાથ ભગવાન

બનાસકાંઠા જિલ્લાનું આ તીર્થ બહુ પ્રાચીન જણાતુ નથી. પણ શ્રી આનંદા પાર્શ્વનાથનાં પ્રતિમાજી પ્રાચીન હોવાનું માનવું સુસંગત છે. અનેક પ્રાચીન રચનાઓમાં શ્રી પાર્શ્વનાથના ‘આનંદા’ નામનો ઉલ્લેખ મળે છે. ઉંબર ગામમાં વિ.સં. ૧૯૦૪ની સાલમાં આ ઘુંમટબંધ જિનાલય બંધાવી પરમાત્માને ગાદીનશીન કરવામાં આવ્યા. ત્યાર બાદ સં. ૨૦૧૪ની સલામાં તે જિનાલયનો જિર્ણોદ્ધાર થયો. અને સં.૨૦૧૪ના મહાવદ ૭ ના શુભ દિને પૂ. આ. શ્રી જંબુસૂરીશ્વરજી મ.સા.ના પુનિત હસ્તે આ જિનાલયની પ્રતિષ્ઠા કરવામાં આવી.

શ્રી શ્વેતાંબર મૂર્તિપુજક જૈન સંઘ

મુ. ઉંબરી, તાલુકો : કાંકરેજ જિલ્લો : બનાસકાંઠા