આજ નો દિવસ : વિક્રમ સંવત   ૨૦૭૩  ( નેમિસૂરિ સંવત  ૬૮ )  શ્રાવણ વદ અગિયારશ શુક્રવાર   Dt: 18-08-2017મરનારની ચિતા પર ચાહનાર કોઈ ચડતું નથી, કહે છે હું મરી જઈશ પાછળથી કોઈ મરતું નથી, બળતા જોઈ એના દેહને એની આગમાં કોઈ પડતું નથી, અરે આગમાં તો શું એની રાખને કોઈ અડતું નથી…

37. SHREE KOKA PARSHVANATH BHAGWAN    પાટણમાં ચાતુર્માસાર્થે પધારેલા આ.શ્રી. હેમચંદ્રસૂરી મહારાજ નિત્ય ગીમટામાં (ધૃત વસતિમાં) જઈને ભવ્ય જીવોના જીવન ઉદ્યાનમાં જિણવાણીનું ચિંતન કરતા. નિત્યક્રમ અનુસાર વ્યાખ્યાનાર્થે પધારેલા આચાર્યદેવોને એકદા પૂજારીએ મના કરી કારણ બલિ બાકળા દ્વારા પૂર્વજોનાં શ્રદ્ધા પૂજન કરાવાનો એ દિવસ હતો, શ્રાદ્ધ વિધિના મંડાણ માટે જગ્યાને રોકી લીધી પછી વ્યાખ્યાન ક્યાં બેસાડે ?

૩૭. શ્રી પાટણ તીર્થ - શ્રી કોકા પાર્શ્વનાથ ભગવાન

પાટણમાં ચાતુર્માસાર્થે પધારેલા આ.શ્રી. હેમચંદ્રસૂરી મહારાજ નિત્ય ગીમટામાં (ધૃત વસતિમાં) જઈને ભવ્ય જીવોના જીવન ઉદ્યાનમાં જિણવાણીનું ચિંતન કરતા. નિત્યક્રમ અનુસાર વ્યાખ્યાનાર્થે પધારેલા આચાર્યદેવોને એકદા પૂજારીએ મના કરી કારણ બલિ બાકળા દ્વારા પૂર્વજોનાં શ્રદ્ધા પૂજન કરાવાનો એ દિવસ હતો, શ્રાદ્ધ વિધિના મંડાણ માટે જગ્યાને રોકી લીધી પછી વ્યાખ્યાન ક્યાં બેસાડે ? નિયમિત ચાલતા વ્યાખ્યાનમાં ભંગ ન પડે માટે થોડા સમય માટે પણ જગ્યા આપવા પૂજારીને સમજાવવાના બધા પ્રયત્નો નિષ્ફળ નીવડ્યા. પરમાર્થવ્યસની આચાર્ય ઉપદેશનું દાન કર્યા વગર જ પાછા ફરે તે સમસ્ત જૈન સંઘનું હડહડતું અપમાન હતું. એક પરદર્શનીની આ દ્વેષ જનિત શાસન હીલનાને પાટણના શાસન ભક્ત શ્રેષ્ઠીએ કેવી રીતે બરદાસ્ત કરે? ગીમટાની બાજુમાં જ નૂતન જિનાલયનું નિર્માણ કરવા માટે યોગ્ય જગ્યાની શ્રી સંઘે શોધ ચલાવી અને પૂજારીની શરમ અને ધમકીને અવગણીને કોકા નામના શેઠે શ્રીસંઘને જિનાલય માટે પોતાની જગ્યા આપી. પૂજારીના એ વર્ચસ્વ કાળમાં પણ આટલું સત્વ દાખવનાર કોકા શેઠની જગ્યા ત્રણ ગણું મૂલ્ય ચૂકવીને શ્રી સંઘે કદર કરી. અને કોકા શેઠના નામને ચિંરજીવ બનાવવા જિનાલયની સાથે તેમનું નામ જોડવાનો નિર્ણય થયો. ધૃત વસ્તિની બાજુમાજ ‘કોકા વસતિ’નામનું મનોહર જિન ચૈત્ય બન્યું. શ્રીસંઘે ત્રેવીસમાં તીર્થપતિ શ્રી પાર્શ્વનાથ પ્રભુને નૂતન જિનાલયમાં પધરાવ્યા. નિત્ય નિત્ય ત્રિકાળ પૂજાતા પ્રભુજી ‘શ્રી કોકા પાર્શ્વનાથ’ તરીકે પ્રસિદ્ધ થયા.

શ્રી કોકા પાર્શ્વનાથ શ્વેતાંબર જૈન દેરાસરજી

કોકાનો પાડો, મુ.પો. પાટણ, (ઉત્તર ગુજરાત) પીન : ૩૮૪૨૬૫.