આજ નો દિવસ : વિક્રમ સંવત   ૨૦૭૩  ( નેમિસૂરિ સંવત  ૬૮ )  વૈશાખ સુદ ત્રીજ શનિવાર   Dt: 29-04-2017જે નિરાશાને કદી જોતા નથી, આશા હૈયાની ખોતા નથી, પ્રયત્નો પર જીવી જાણે સદા, તે ભાગ્ય પર કદી રોતા નથી…

38. SHREE KANKAN  PARSHVANATH BHAGWAN    પાટણના ઢંઢેરવાડામાં બિરાજતા આ પાર્શ્વપ્રભુ કંકણ અને વીછીયા સિવાયના ત્રીજા જ નામથી વધુ પ્રચલિત છે. વર્તમાનમાં સહુ તેમને કલિકુંડ પાર્શ્વનાથના નામથી ઓળખે છે. પ્રભુ તારા નામ છે, હજાર કયા નામે લખવી કંકોત્રી ? આવી એક મીઠી મૂંઝવણ ભક્તના હૈયામાં ઉદ્‌ભવે તે સહજ છે.

૩૮. શ્રી પાટણ તીર્થ - શ્રી કંકણ પાર્શ્વનાથ ભગવાન

પાટણના ઢંઢેરવાડામાં બિરાજતા આ પાર્શ્વપ્રભુ ‘‘કંકણ’’ અને ‘‘વીછીયા’’ સિવાયના ત્રીજા જ નામથી વધુ પ્રચલિત છે. વર્તમાનમાં સહુ તેમને ‘‘કલિકુંડ પાર્શ્વનાથ’’ના નામથી ઓળખે છે. ‘પ્રભુ તારા નામ છે, હજાર કયા નામે લખવી કંકોત્રી ?’’ આવી એક મીઠી મૂંઝવણ ભક્તના હૈયામાં ઉદ્‌ભવે તે સહજ છે. આ અલૌકિક પ્રતિમાજી સંપ્રતિકાલીન મનાય છે. વર્તમાન જિનાલય સંવત ૧૭૦૦ની આસપાસમાં શ્રી સંઘ બનાવેલું છે. માગસર સુદ-રના પ્રતિષ્ઠાદિનની શ્રી સંઘ પ્રતિવર્ષ ઉજવણી કરે છે. સં. ૧૮૮૧ના ફાગણ વદ-રના દિને પં. ઉત્તમ વિજયે રચેલા “શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભગવંતના છંદ”માં પણ કંકણ પાર્શ્વનાથનું નામ મળે છે.

શ્રી કલિકુંડ પાર્શ્વનાથ જૈન શ્વેતાંબર જિનાલય

સી/ઓ. શ્રી ઢંઢેરવાડા મહોલ્લા પ્રોપર્ટી ટ્રસ્ટ, મુ.પો.પાટણ, પીન : ૩૮૪૫૬૫.