આજ નો દિવસ : વિક્રમ સંવત   ૨૦૭૩  ( નેમિસૂરિ સંવત  ૬૮ )  શ્રાવણ વદ અગિયારશ શુક્રવાર   Dt: 18-08-2017મરનારની ચિતા પર ચાહનાર કોઈ ચડતું નથી, કહે છે હું મરી જઈશ પાછળથી કોઈ મરતું નથી, બળતા જોઈ એના દેહને એની આગમાં કોઈ પડતું નથી, અરે આગમાં તો શું એની રાખને કોઈ અડતું નથી…

39. SHREE MAHADEVA PARSHVANATH BHAGWAN    આ પાટણનગરની ખેતરવસીમાં મહાદેવા શેરીમાં શ્રી મહાદેવા પાર્શ્વનાથનું ભવ્ય ધાબાબંધ જિનાલય આવેલું છે. આ પ્રતિમાજી કે જિનાલયને પ્રાચીનતા અંગે કોઈ વિશેષ માહિતી પ્રાપ્ત થઈ શકી નથી. મહાદેવનામની ભીતરમાં પહેલું રહસ્ય પણ પકડી શકાયું નથી. ભક્તના દૈવને ચમકાવીને ભાગ્યવાન બનાવી યાવત્‌ ભગવાન પદ સુધી પહોંચાડનારા આ દેવ મહાદેવ કહેવાય તેમાં શું આશ્ચર્ય ?

૩૯. શ્રી પાટણ તીર્થ - શ્રી મહાદેવા પાર્શ્વનાથ ભગવાન

આ પાટણનગરની ખેતરવસીમાં મહાદેવા શેરીમાં શ્રી મહાદેવા પાર્શ્વનાથનું ભવ્ય ધાબાબંધ જિનાલય આવેલું છે. આ પ્રતિમાજી કે જિનાલયને પ્રાચીનતા અંગે કોઈ વિશેષ માહિતી પ્રાપ્ત થઈ શકી નથી. ‘‘મહાદેવ’’નામની ભીતરમાં પહેલું રહસ્ય પણ પકડી શકાયું નથી. ભક્તના દૈવને ચમકાવીને ભાગ્યવાન બનાવી યાવત્‌ ‘ભગવાન’ પદ સુધી પહોંચાડનારા આ દેવ ‘મહાદેવ’ કહેવાય તેમાં શું આશ્ચર્ય ? આ જિનરાયાના વૈશાખ સુદ ૧૦ના પ્રતિષ્ઠા દિનની શ્રી સંઘ પ્રતિવર્ષ ઉજવણી કરે છે.

શ્રી મહાદેવા પાર્શ્વનાથ શ્વેતાંબર જૈન તીર્થ

ખેતરવસી, મુ.પો. પાટણ(ઉ.ગુ) પીન નં. ૩૮૨૪૬૫.