આજ નો દિવસ : વિક્રમ સંવત   ૨૦૭૪  ( નેમિસૂરિ સંવત  ૬૯ )  કારતક સુદ ત્રીજ રવિવાર   Dt: 22-10-2017વિધીની સાથે વેર ન થાય, જીવન આખું ઝેર ન થાય, નસીબ છાપેલો કાગળ છે, તેમાં કદી ફેર ન થાય…

40. SHREE KAMBOEYA PARSHVANATH BHAGWAN    ઘીયાના પાડામાં બિરાજતા આ પાર્શ્વપ્રભુ બબ્બે નામથી ઓળખાય છે. શ્રી કંબેાઇયા પાર્શ્વનાથ અને ઘીયા પાર્શ્વનાથના નામથી આ પાર્શ્વપ્રભુ પ્રખ્યાત છે. આ પાર્શ્વનાથ નામ એકવેપારીના અખૂટ શ્રદ્ધાબળનું સૂચક પાટણનો એક ઘીનો વેપારી શ્રી પાર્શ્વપ્રભુની અર્ચના કરતો. આ ભક્તિના પ્રભાવે તેનું ભગ્ય ચમકી ઊઠ્યું.

૪૦. શ્રી પાટણ તીર્થ - શ્રી કંબોઈયા પાર્શ્વનાથ ભગવાન

ઘીયાના પાડામાં બિરાજતા આ પાર્શ્વપ્રભુ બબ્બે નામથી ઓળખાય છે. શ્રી કંબેાઇયા પાર્શ્વનાથ અને ઘીયા પાર્શ્વનાથના નામથી આ પાર્શ્વપ્રભુ પ્રખ્યાત છે. આ પાર્શ્વનાથ નામ એકવેપારીના અખૂટ શ્રદ્ધાબળનું સૂચક પાટણનો એક ઘીનો વેપારી શ્રી પાર્શ્વપ્રભુની અર્ચના કરતો. આ ભક્તિના પ્રભાવે તેનું ભગ્ય ચમકી ઊઠ્યું. ઘીના વેપારમાં તે અત્યંત ધન કમાયો. ઘીના વેપારીમાંથી એકત્ર કરેલી સંપત્તિમાંથી તેણે તેના આરાધ્યદેવ શ્રી પાર્શ્વપ્રભુને બિરાજમાન કર્યા. આ પાર્શ્વપ્રભુને લોકો શ્રી ‘ઘીયા પાર્શ્વનાથ’ તરીકે ઓળખવા લાગ્યા.

શ્રી કંબોઈયા (ઘીયા) પાર્શ્વનાથ જૈન શ્વેતામ્બર દેરાસરજી

ઘીયાનો પાડો, મુ.પો. પાટણ, પીન નં.384265