આજ નો દિવસ : વિક્રમ સંવત   ૨૦૭૪  ( નેમિસૂરિ સંવત  ૬૯ )  કારતક સુદ એકમ શુક્રવાર   Dt: 20-10-2017કંઈ કેટલા ચાલ્યા ગયા, નજર પણ રડતી નથી, કંઈ કેટલા ચાલ્યા જશે, નજર પણ પડતી નથી, ઓ માનવ તું તારા વૈભવનું અભિમાન હવે કર, અહિં તો સમ્રાટ સિકંદરની કબર પણ જડતી નથી...

46 SHREE GANBHIRA PARSHVANATH BHAGWAN    મહેસાણા જિલ્લાનું આ પણ એક અતિ પ્રાચીન તીર્થધામ છે. અહીંનો ઈતિહાસ ૯મી સદી પૂર્વેનો માનવામાં આવે છે. મૂળનાયક ગંભીરા પાર્શ્વપ્રભુની પ્રતિમાજી ખૂબ જ પ્રસન્ન મુદ્રામાં શોભી રહેલ છે. આ પ્રતિમાજી રાજા સંપ્રતિના સમયના છે. અહીંથી અનેક પ્રાચીન પ્રતિમાજીઓ મુંબઇ પાલીતાણા તથા તળાજા વિ. ધામોમાં બિરાજેલાં છે. પૂર્વકાળમાં અનેક ગ્રંથોની રચના આ નગરમાં થયેલી છે.

૪૬. શ્રી ગાંભુ તીર્થ - શ્રી ગંભીરા પાર્શ્વનાથ ભગવાન

મહેસાણા જિલ્લાનું આ પણ એક અતિ પ્રાચીન તીર્થધામ છે. અહીંનો ઈતિહાસ ૯મી સદી પૂર્વેનો માનવામાં આવે છે. મૂળનાયક ગંભીરાપાર્શ્વપ્રભુની પ્રતિમાજી ખૂબ જ પ્રસન્ન મુદ્રામાં શોભી રહેલ છે. આ પ્રતિમાજી રાજા સંપ્રતિના સમયના છે. અહીંથી અનેક પ્રાચીન પ્રતિમાજીઓ મુંબઇ પાલીતાણા તથા તળાજા વિ. ધામોમાં બિરાજેલાં છે.પૂર્વકાળમાં અનેક ગ્રંથોની રચના આ નગરમાં થયેલી છે. આચાર્ય શીલાંકાચાર્યની આચારાંગસૂત્રી ટીકા અહીં રચાયેલ છે. શ્રાવક પ્રતિક્રમણ સૂત્ર તેમજ ઉપાંગ પંચક અહીં તાડપત્ર ઉપર લખવામાં આવેલા હતાં.શ્રી ગાંભુ જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘ

બજાર જૈન દેરાસર, પોસ્ટ : ગાંભુ-૩૮૪૦૧૧ તાલુકો : બેચરાજી

જિલ્લો : મહેસાણા, રાજ્ય : ગુજરાત, ફોન : ૦૨૭૩૪-૨૮૨૩૨૫.