આજ નો દિવસ : વિક્રમ સંવત   ૨૦૭૩  ( નેમિસૂરિ સંવત  ૬૮ )  શ્રાવણ વદ અગિયારશ શુક્રવાર   Dt: 18-08-2017મરનારની ચિતા પર ચાહનાર કોઈ ચડતું નથી, કહે છે હું મરી જઈશ પાછળથી કોઈ મરતું નથી, બળતા જોઈ એના દેહને એની આગમાં કોઈ પડતું નથી, અરે આગમાં તો શું એની રાખને કોઈ અડતું નથી…

49 SHREE JANTIGADA PARSHVANATH BHAGWAN    શ્રી શંખેશ્વર મહાતીર્થનું નિકટવર્તી મુંજપુર એક પ્રાચીન અને ઐતિહાસિક ગામ છે. શંખેશ્વર તીર્થના એક પડોશી તરીકે સૈકાઓથી મુંજપુર સાક્ષી બની રહેલું છે. સોમ સૌભાગ્ય કાવ્ય અનુસાર, પંદરમાં સૈકામાં મુજિંગનગરના મુંટ નામના શ્રેષ્ઠીએ ધાતુની અસંખ્ય ચોવીસીનાં બિંબો ભરાવ્યાં અને સોમસુંદરસૂરિના હાથે તેની પ્રતિષ્ઠા કરાવી. આ મુજિંગનગર એ હાલનું મુંજપુર હોવાનું મનાય છે.

૪૯. શ્રી મુંજપુર તીર્થ - શ્રી જોટીંગડા પાર્શ્વનાથ ભગવાન

શ્રી શંખેશ્વર મહાતીર્થનું નિકટવર્તી મુંજપુર એક પ્રાચીન અને ઐતિહાસિક ગામ છે. શંખેશ્વર તીર્થના એક પડોશી તરીકે સૈકાઓથીમુંજપુર સાક્ષી બની રહેલું છે. “સોમ સૌભાગ્ય” કાવ્ય અનુસાર, પંદરમાં સૈકામાં મુજિંગનગરના મુંટ નામના શ્રેષ્ઠીએ ધાતુની અસંખ્ય ચોવીસીનાં બિંબો ભરાવ્યાં અને સોમસુંદરસૂરિના હાથે તેનીપ્રતિષ્ઠા કરાવી. આ મુજિંગનગર એ હાલનું મુંજપુર હોવાનું મનાય છે. આ અનુમાન જો સત્ય હોય તો પંદરમા  સૈકમામાં અહીં મંદિર હોવાનું અનુમાન થઇ શકે.પ્રતિમાજી સંપ્રતકાલિન હોવાનું મનાય છે. મૂળનાયક શ્રી શાંતિનાથજીનું આ દેરાસર ૪૦૦ વર્ષથી પણ વધુ પ્રાચીન છે. બીજી બાજું શ્રી ગોડી પાર્શ્વનાથનું દેરાસર બે મજલાનું અને શિબબદ્ધ છે. શ્રી શાંતિનાથના દેરાસરનો માગશર સુદ-૧૧નો પ્રતિષ્ઠાદિન પ્રતિર્ષ ઉજવાય છે. સં. ર૦૦૧માં છેલ્લો જિણોદ્ધાર થયેલો છે. જિનાલયમાં ચાર કમાન. નવ તોરણ અને છતની કોતરણી દર્શનીય છે.

શ્રી શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ

મુ.પો. મુંજપુર, તા. સમી, જિ. મહેસાણા, પીન - ૩૮૪૨૪૦.