આજ નો દિવસ : વિક્રમ સંવત   ૨૦૭૪  ( નેમિસૂરિ સંવત  ૬૯ )  કારતક સુદ ત્રીજ રવિવાર   Dt: 22-10-2017વિધીની સાથે વેર ન થાય, જીવન આખું ઝેર ન થાય, નસીબ છાપેલો કાગળ છે, તેમાં કદી ફેર ન થાય…

52 SHREE GADLIYA PARSHVANATH BHAGWAN    વર્ધમાનમાં ગાડલિયા પાર્શ્વનાથ તરીકે વધુ પ્રસિદ્ધિ પામેલા આ પરમાત્માને ક્યાંક ગાડરિયા પાર્શ્વનાથ તરીકે ઓળખવામાં આવ્યાં છે. તો કોઈક તેને ગાલ્લિયા પાર્શ્વનાથ તરીકે ઓળખાવે છે. ગાડર, ગાડરી કે ગારડિયા તરીકે પણ આ પાર્શ્વનાથ પ્રભુનો પરિચય પ્રાચીન સ્તવનોમાં અપાયેલો છે.

૫૨. શ્રી માંડલ તીર્થ - શ્રી ગાડલિયા પાર્શ્વનાથ ભગવાન

વર્ધમાનમાં ગાડલિયા પાર્શ્વનાથ તરીકે વધુ પ્રસિદ્ધિ પામેલા આ પરમાત્માને ક્યાંક ગાડરિયા પાર્શ્વનાથ તરીકે ઓળખવામાં આવ્યાં છે. તો કોઈક તેને ગાલ્લિયા પાર્શ્વનાથ તરીકે ઓળખાવે છે. ગાડર, ગાડરી કે ગારડિયા તરીકે પણ આ પાર્શ્વનાથ પ્રભુનો પરિચય પ્રાચીન સ્તવનોમાં અપાયેલો છે. ઉપલબ્ધ ચૈત્ય પારિપાટી સ્તવનોની પ્રાચીનતાનો ક્રમ અને તેમાં દાખવેલાં નામ જોતાં અનુમાન કરી શકય કે મૂળથી ગારલિયા કે ગાલ્લિયા તરીકે ઓળખાતા આ પરમાત્માના નામનો અપભ્રંશ શબ્દ વર્ધમાન ‘ગાડલિયા’ બન્યો હશે. આ પ્રતિમાજીનો મહિમા અપરંપાર છે. તેમના નામની પાછળ રહેલું રહસ્ય અગોચર છે. પ્રતિમાજીનું પબાસણ ગાલ્લીના (એક પ્રકારનું ગાડું) આકારે છે. તેથી ગલ્લિયા પાર્શ્વનાથ નામ પડ્યું છે. તેવી લોકવાયકા છે. આ પ્રતિમાજી સંપ્રતિકાલીન છે.વર્તમાન જિનાલય સંવત ૧૮૭પની આસપાસમાં બંધાયેલું છે. મહા સુદ-પના પ્રતિષ્ઠા દિનને શ્રી સંઘ પ્રતિવર્ષ ઉલ્લાસથી ઉજવે છે. માંડલ ગામ પ્રાચીન અને ઐતિહાસિક ભૂમિ છે. મહામાત્ય વસ્તુપાલ-તેજપાલનીએ જન્મભૂમિ છે.

શ્રી શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ

મું. માંડલ પીન ૩૮ર૧૩૦ તા. વિરમગામ, જિ. અમદાવાદ., રાજ્ય :ગુજરાત.