આજ નો દિવસ : વિક્રમ સંવત   ૨૦૭૪  ( નેમિસૂરિ સંવત  ૬૯ )  કારતક સુદ બીજી ચોથ મંગળવાર   Dt: 24-10-2017વિધીની સાથે વેર ન થાય, જીવન આખું ઝેર ન થાય, નસીબ છાપેલો કાગળ છે, તેમાં કદી ફેર ન થાય…

56. SHREE AJAHARA PARSHVANATH BHAGWAN    સૌરાષ્ટ્રના દરિયાકાંઠે આવેલા આ નયનરમ્ય તીર્થ જ્યાં પાર્શ્વનાથ પ્રભુજી બિરાજે છે. કહેવાય છે કે શ્રી મુનિસુવ્રતસ્વામી પ્રભુના સમયમાં થયેલ રાજા અજયપાળનો રોગ આ પ્રભુજીના ન્હવણજળથી દૂર થયો હતો. તેથી રાજાએ આ ગામની વસાવી પ્રભુની પ્રતિષ્ઠા કરાવી હતી.

૫૬. શ્રી અજાહરાજી તીર્થ - શ્રી પાર્શ્વનાથ ભગવાન

સૌરાષ્ટ્રના દરિયાકાંઠે આવેલા આ નયનરમ્ય તીર્થ જ્યાં પાર્શ્વનાથ પ્રભુજી બિરાજે છે. કહેવાય છે કે શ્રી મુનિસુવ્રતસ્વામી પ્રભુના સમયમાં થયેલ રાજા અજયપાળનો રોગ આ પ્રભુજીના ન્હવણજળથી દૂર થયો હતો. તેથી રાજાએ આ ગામની વસાવી પ્રભુની પ્રતિષ્ઠા કરાવી હતી. રત્નસાર  નામની વેપારી મધદરિયે પોતાના વહાણ સાથે જઈ રહ્યો હતો ત્યારે વહાણ ફસાઈ ગયા ત્યાં દૈવી અવાજ સંભળાયો કે વહાણની નીચે પ્રભુજીના પ્રતિમાજી છે જેને બહાર લાવીને પ્રભુજીના અભિષેકનું ન્હવણજળ અજયપાલરાજા ઉપર છાંટ્યું અને તેનો રોગ દૂર થયો. હજાર વર્ષ પ્રાચીન આ સુંદર તીર્થ છે.

શ્રી અજાહરા પાર્શ્વનાથ પંચતીર્થ જૈન કારખાના પેઢી, ગામ :અજાહરા,

પોસ્ટ :દેલવાડા-૩૬૨૫૧૦ જિલ્લો :જૂનાગઢ રાજ્ય:ગુજરાત.

ફોન નં. ૦૨૮૭૫-૨૯૯૩૫૫(અજાહરા) મુખ્યપેઢી :ઉના :૩૬૨૫૬૦(પીનકોડ) ફોન :૦૨૮૭૫-૨૨૨૨૩૩.