આજ નો દિવસ : વિક્રમ સંવત   ૨૦૭૪  ( નેમિસૂરિ સંવત  ૬૯ )  કારતક સુદ બીજી ચોથ મંગળવાર   Dt: 24-10-2017વિધીની સાથે વેર ન થાય, જીવન આખું ઝેર ન થાય, નસીબ છાપેલો કાગળ છે, તેમાં કદી ફેર ન થાય…

59. SHREE NAVPALLAVA PARSHVANATH BHAGWAN    સૌરાષ્ટ્રનું માંગરોળ બંદર પૂર્વ મંગલપુર નામથી પ્રસિદ્ધ હતું. શ્રી નવવલ્લભ પાર્શ્વનાથનું આ પ્રાચીન તીર્થ અતિ પ્રભાવક છે. કહેવાય છે કે પરમાર્હત્‌ કુમારપાળે આ જિનપ્રસાદનું નિર્માણ કરાવ્યું હતું. તેમા સં. ૧૨૩૬માં શ્રી નવપલ્લવ પાર્શ્વનાથ પ્રભુને બિરાજમાન કરવામાં આવ્યા હતા.

૫૯. શ્રી માંગરોળ તીર્થ - શ્રી નવપલ્લવ પાર્શ્વનાથ ભગવાન

સૌરાષ્ટ્રનું માંગરોળ બંદર પૂર્વ ‘મંગલપુર’ નામથી પ્રસિદ્ધ હતું. શ્રી નવવલ્લભ પાર્શ્વનાથનું આ પ્રાચીન તીર્થ અતિ પ્રભાવક છે. કહેવાય છે કે પરમાર્હત્‌ કુમારપાળે આ જિનપ્રસાદનું નિર્માણ કરાવ્યું હતું. . તેમા સં. ૧૨૩૬માં શ્રી નવપલ્લવ પાર્શ્વનાથ પ્રભુને બિરાજમાન કરવામાં આવ્યા હતા. આ પરમાત્માના ‘નવપલ્લવ’ નામની ગુણનિષ્પન્નતાનું રહસ્ય શ્રી સમયસુંદર ઉપાધ્યાયે‘‘શ્રી નવપલ્લવભાસ’’માં ખોલ્યું છે. તે ભાસ અનુભવ પૂર્વ આ પ્રતિમાજી વલભીપુરમાં બિરાજમાન હતા. વલભીપુરનો ભંગ થતાં ત્યાંના પ્રાચીન જિનબિંબોને પ્રભાસપાટણ, ભિન્નમાલ વિ.સ્થાનોમાં ખસેડવામાં આવ્યાં. ત્યારે આ શ્રી નવપલ્લવ પાર્શ્વનાથ પ્રભુને માંગરોળ લલઈ જવામાં આવ્યા. શ્રી નવપલ્લવ પાર્શ્વનાથના આ પ્રતિમાજી સંપ્રતિકાલીન ગણાય છે. તીર્થના નામ પરથી આ પાર્શ્વનાથ ‘‘મંગલપુરા પાર્શ્વનાથ’’ નામથી પણ ઓળખાય છે.

શ્રી નવપલ્લવ પાર્શ્વનાથ શ્વેતાંબર જૈન તીર્થ

કંપાણી ફળિયા, માંગરોળ, જિલ્લો : જૂનાગઢ પીન-૩૬૨૨૨૫(સૌરાષ્ટ્ર)