આજ નો દિવસ : વિક્રમ સંવત   ૨૦૭૪  ( નેમિસૂરિ સંવત  ૬૯ )  કારતક સુદ એકમ શુક્રવાર   Dt: 20-10-2017કંઈ કેટલા ચાલ્યા ગયા, નજર પણ રડતી નથી, કંઈ કેટલા ચાલ્યા જશે, નજર પણ પડતી નથી, ઓ માનવ તું તારા વૈભવનું અભિમાન હવે કર, અહિં તો સમ્રાટ સિકંદરની કબર પણ જડતી નથી...

05. SHREE SURJAMANDAN PARSHVANATH BHAGWAN    સમ્રાટ અકબરના જીવનપરિવર્તનમાં મહત્વનો ભાવ ભજવતાં શ્રી શાન્તિચંદ્ર ઉપાધ્યાયના શિષ્ય શ્રી રત્નચંદ્ર ગણિના વરદ હસ્તે સં.૧૬૭૯ના કારતક વદ પાંચમને ગુરુવારે પુનર્વસુ નક્ષત્રમાં આ પરમાત્માની પ્રતિષ્ઠા થઈ હતી. ગોપીદાસ નામના શ્રેષ્ઠી એ આ પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી હતી. શ્રેષ્ઠીના નામ પરથી સૂરત શહેરનો મહત્ત્વનો વિસ્તાર ગોપીપુરા તરીકે ઓળખાય છે.

પ. શ્રી સુરત તીર્થ - શ્રી સૂરજમ ંડન પાર્શ્વનાથ ભગવાન

સમ્રાટ અકબરના જીવનપરિવર્તનમાં મહત્વનો ભાવ ભજવતાં શ્રી શાન્તિચંદ્ર ઉપાધ્યાયના શિષ્ય શ્રી રત્નચંદ્ર ગણિના વરદ હસ્તે સં.૧૬૭૯ના કારતક વદ પાંચમને ગુરુવારે પુનર્વસુ નક્ષત્રમાં આ પરમાત્માની પ્રતિષ્ઠા થઈ હતી. ગોપીદાસ નામના શ્રેષ્ઠી એ આ પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી હતી.  શ્રેષ્ઠીના નામ પરથી સૂરત શહેરનો મહત્ત્વનો વિસ્તાર ‘‘ગોપીપુરા’’ તરીકે ઓળખાય છે. હાથીવાળા દેરાસર તરીકે ઓળખાતા મૂળનાયક શ્રી ધર્મનાથજીના દેરાસરના ભોંયરામાં શ્રી સૂરજમંડન પાર્શ્વનાથ બિરાજે છે. મૂળનાયક શ્રી ધર્મનાથ ભગવાનની પ્રતિષ્ઠા શ્રી હીરવિજય સૂરીશ્વરજીએ સં.૧૬૬૪ના જેઠ વદ પાંચમ સોમવારે કરી હતી. આ પરમાત્માનું અલૌકિક રૂપ અને લોકોત્તર પ્રભાવને જાણીને અમદાવાદના શ્રી શાંતિદાસ શેઠે આ પરમાત્માની સમક્ષ ચિંતામણિ મંત્રની આરાધના કરી હતી.

શ્રી સૂરતમંડળ પાર્શ્વનાથ શ્વેતાંબર જૈન દેરાસર પેઢી હાથીવાળુ દેરૂં, ઠે. ગોપીપુરા, સુરત.