આજ નો દિવસ : વિક્રમ સંવત   ૨૦૭૪  ( નેમિસૂરિ સંવત  ૬૯ )  કારતક સુદ બીજી ચોથ મંગળવાર   Dt: 24-10-2017વિધીની સાથે વેર ન થાય, જીવન આખું ઝેર ન થાય, નસીબ છાપેલો કાગળ છે, તેમાં કદી ફેર ન થાય…

66 SHREE BHAYBHANJANPARSHVANATH BHAGWAN    રાજસ્થાન પ્રાચીન રાજધાનીનું મુખ્ય નગર આ ભીનમાલ એક સમયે ખૂબ જ પ્રસિદ્ધ હતું અનેક જગ્યાએ જોવામાં આવતા શીલાલેખ પરથી મનાય છે કે પ્રભુ મહાવીર એક સમયમાં અહીં વિચાર્ય હતા પ્રાચીનકાળમાં અહીં સેંકડો જિનાલયો હતા. પૌરાણીક કથાઓમાં પણ આ નગરીને ઘણુ મહત્ત્વ અપાયું છે.

૬૬. શ્રી ભીનમાલ તીર્થ - શ્રી પાર્શ્વનાથ ભગવાન

રાજસ્થાન પ્રાચીન રાજધાનીનું મુખ્ય નગર આ ભીનમાલ એક સમયે ખૂબ જ પ્રસિદ્ધ હતું અનેક જગ્યાએ જોવામાં આવતા શીલાલેખ પરથી મનાય છે કે પ્રભુ મહાવીર એક સમયમાં અહીં વિચાર્ય હતા પ્રાચીનકાળમાં અહીં સેંકડો જિનાલયો હતા. પૌરાણીક કથાઓમાં પણ આ નગરીને ઘણુ મહત્ત્વ અપાયું છે. મંત્રીથી વિમળશાના પૂર્વજો પણ અહીંના હતા. આ સીવાય ગામમાં અન્ય ૧પ મંદિરો છે. તેમાના મોટા ભાગના ૧૪માં કે ૧પમાં સૈકાના હોવાનું મનાય છે. આખું ભીનમાલ શહેર કલાત્મક અવશેષોના ખંડેરોથી ભરેલું છે. દરેક મંદિરમાં આવેલી પ્રાચીન કલાત્મક પ્રતિમાજીઓ અલૌકિક છે. શ્રીમાલ વંશને ઉત્પત્તિ આ નગરથી થયેલી છે.

શ્રી પાર્શ્વનાથ જૈન શ્વેતાંબર તપગચ્છીય ટ્રસ્ટ

હાથીઓની પોળ, પોસ્ટ : ભીનમાલ : ૩૪૩૦૨૯ જિલ્લો : ઝાલોર, રાજસ્થાન

ફોન નં : ૦૨૯૬૯-૨૨૧૧૯૦.