આજ નો દિવસ : વિક્રમ સંવત   ૨૦૭૪  ( નેમિસૂરિ સંવત  ૬૯ )  કારતક સુદ બીજી ચોથ મંગળવાર   Dt: 24-10-2017વિધીની સાથે વેર ન થાય, જીવન આખું ઝેર ન થાય, નસીબ છાપેલો કાગળ છે, તેમાં કદી ફેર ન થાય…

67 SHREE NAKODA PARSHVANATH BHAGWAN    બાડમેર જિલ્લામાં આવેલા પહાડોની વચ્ચે આવેલા આ તીર્થનું નયનરમ્ય વાતાવરણ મનમોહક છે. અહીંના પવિત્ર સ્મણીય વાતાવરણમાં માનસિક તેમજ શારીરિક શાંતિની અનુભૂતિ થાય છે. મળતા ઈતિહાસ મુજબ આ પ્રતિમાજી નાકોડા ગામ નજીક સિણદરી વિસ્તારના એક તળાવમાંથી પ્રગટ થઈ જેને વિરાટ વરઘોડા સાથે અહીં લાવી વિ.સં.૧૪૨૯ના જીર્ણોદ્ધાર સમયે અધિષ્ઠાયક દેવશ્રી ભૈરવજીની સ્થાપના થઈ.

૬૭. શ્રી નાકોડાજી તીર્થ - શ્રી પાર્શ્વનાથ ભગવાન

બાડમેર જિલ્લામાં આવેલા પહાડોની વચ્ચે આવેલા આ તીર્થનું નયનરમ્ય વાતાવરણ મનમોહક છે. અહીંના પવિત્ર સ્મણીય વાતાવરણમાં માનસિક તેમજ શારીરિક શાંતિની અનુભૂતિ થાય છે. મળતા ઈતિહાસ મુજબ આ પ્રતિમાજી નાકોડા ગામ નજીક સિણદરી વિસ્તારના એક તળાવમાંથી પ્રગટ થઈ જેને વિરાટ વરઘોડા સાથે અહીં લાવી વિ.સં.૧૪૨૯ના જીર્ણોદ્ધાર સમયે અધિષ્ઠાયક દેવશ્રી ભૈરવજીની સ્થાપના થઈ. શ્રી ભૈરવજી મહારાજ સાક્ષાત છે અત્ર તેના ચમત્કાર જગવિખ્યાત છે. હજારો શ્રદ્ધાળુઓ પોતપોતાની ભાવના લઈને આવે છે તેમની મનોકામના પૂર્ણ થાય છે.પ્રતિવર્ષ પોષ દશમીના પવિત્ર દિવસે અહીં વિરાટ મેળો ભરાય છે. ત્યારે મોટો માનવ મહેરામણ ઊમટે છે. વિશાળ ધર્મશાળા તથા ભોજન શાળાની અહીં સુંદર સગવડ છે. યાત્રિકોને અહીં ભાથું આપવામાં આવે છે.

શ્રી નાકોડા પાર્શ્વનાથ જૈન શ્વેતાંબર તીર્થ

મુ.પો. : મેવાનગર, સ્ટેશન : બાલોતરા, જિલ્લો : બાડમેર(રાજસ્થાન)