આજ નો દિવસ : વિક્રમ સંવત   ૨૦૭૪  ( નેમિસૂરિ સંવત  ૬૯ )  કારતક સુદ બીજી ચોથ મંગળવાર   Dt: 24-10-2017વિધીની સાથે વેર ન થાય, જીવન આખું ઝેર ન થાય, નસીબ છાપેલો કાગળ છે, તેમાં કદી ફેર ન થાય…

68 SHREE LODRAVA PARSHVANATH BHAGWAN    જેસલમેરથી ૧પ કિ.મી. દૂર આવેલું આ તીર્થ પ્રાચીનકાળમાં લોદ્ર રાજપૂતોની રાજધાનીનું એક સૌથી મોટું અને વૈભવશાળી શહેર હતું. ભારતનું પ્રાચીન વિશ્વ વિદ્યાલય અહીં હતું. કાળક્રમે યુદ્ધમાં લોદ્રવપુરનો નાશ થયો અને વિજયી જેસલજીએ નવી રાજધાની વસાવી જેનું નામ જેસલમેર રાખ્યું.

૬૮. શ્રી લોદ્રવા તીર્થ - શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ ભગવાન

જેસલમેરથી ૧પ કિ.મી. દૂર આવેલું આ તીર્થ પ્રાચીનકાળમાં લોદ્ર રાજપૂતોની રાજધાનીનું એક સૌથી મોટું અને વૈભવશાળી શહેર હતું. ભારતનું પ્રાચીન વિશ્વ વિદ્યાલય અહીં હતું. કાળક્રમે યુદ્ધમાં લોદ્રવપુરનો નાશ થયો અને વિજયી જેસલજીએ નવી રાજધાની વસાવી જેનું નામ જેસલમેર રાખ્યું. આ પ્રતિમાજી પણ અહીંથી ત્યાં લઈ જવામાં આવી જે આજે પણ ત્યાં વિદ્યમાન છે. જેસલમેર પંચતીર્થીનું આ પ્રાચીન તીર્થસ્થળ છે. અહીંની શિલ્પકળા અજોડ છે પ્રાચીન કલ્પવૃક્ષના દર્શન પણ ફક્ત અહીં જ થાય છે. અધિષ્ઠાયક દેવ નાગદેવતાના સ્વરૂપે અવારનવાર દર્શન આપે છે અને અનેક ચમત્કારો સર્જાયા છે. અદ્‌ભૂત શિલ્પકારીગીરીવાળું આ જિનાલય અને સહસ્ત્રફણા પાર્શ્વનાથ ભગવાનની કસોટી પાષાણમાંથી બનાવેલી ચમત્કારી કલાત્મક પ્રતિમાના દર્શન દુર્લભ છે.

શ્રી જેસલમેર-લોદ્રવપુર પાર્શ્વનાથ જૈન શ્વેતાંબર ટ્રસ્ટ

ગામ : લોદ્રવપુર - ૩૪પ૦૦૧, જિલ્લો : જેસલમેર, રાજસ્થાન ફોન : ૦૨૯૯૨-૨૫૦૧૬૫.