આજ નો દિવસ : વિક્રમ સંવત   ૨૦૭૪  ( નેમિસૂરિ સંવત  ૬૯ )  કારતક સુદ ત્રીજ રવિવાર   Dt: 22-10-2017વિધીની સાથે વેર ન થાય, જીવન આખું ઝેર ન થાય, નસીબ છાપેલો કાગળ છે, તેમાં કદી ફેર ન થાય…

06. SHREE VIGHANAHARA PARSHVANATH BHAGWAN    સુરતની પાડોશમાં આવેલું સંદેર પ્રાચીન છે. પાંચ મનોહર જિનાલયો આ ગામના જૈનોની ધર્મપ્રિયતાના સાક્ષી છે. અને પ્રાચીન તીર્થમાળા સ્તવનોમાં રાંદેરનો ઉલ્લેખ નોંધપાત્ર છે. શ્રી વિઘ્નહરા પાર્શ્વનાથજી ૩૦૦ વર્ષ જેટલા પ્રાચીન ગણાય છે. વિઘ્નના વંટોળનું વિસર્જન કરી ભક્તને ભયરહિત બનાવતા આ પ્રભુજીનું વિઘ્નહરા નામ યથાર્થ છે.

૬. શ્રી રાંદેર તીર્થ - શ્રી વિધ્નહરા પાર્શ્વનાથ ભગવાન

સુરતની પાડોશમાં આવેલું સંદેર પ્રાચીન છે. પાંચ મનોહર જિનાલયો આ ગામના જૈનોની ધર્મપ્રિયતાના સાક્ષી છે. અને પ્રાચીન તીર્થમાળા સ્તવનોમાં રાંદેરનો ઉલ્લેખ નોંધપાત્ર છે. શ્રી વિઘ્નહરા પાર્શ્વનાથજી ૩૦૦ વર્ષ જેટલા પ્રાચીન ગણાય છે. વિઘ્નના વંટોળનું વિસર્જન કરી ભક્તને ભયરહિત બનાવતા આ પ્રભુજીનું ‘વિઘ્નહરા’ નામ યથાર્થ છે.સં. ૧૬૩૮માં રાંદેરમાં ચાતુર્માસ રહી શ્રી શ્રીપાળ મહારાજાના રાસની રચના કરતાં કરતાં પૂ. મહોપાધ્યાય શ્રી વિનય વિજયજી અહીં જ સ્વર્ગવાસ પામ્યા ને તેમના સંકેત પ્રમાણે પૂ. મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે બાકીનો રાસ અહીં જ પૂર્ણ કર્યો.

શ્રી વિઘ્નહરા પાર્શ્વનાથ જૈન શ્વતાંબર દેરાસર

શ્રી આદિનેમનાથ જૈન દેરાસર પેઢી

ડો. ઉત્તમરામ સ્ટ્રીટ, નિશાળ ફળિયા,મુ. રાંદેર, સુરત-૩૯૫૦૦૫.