આજ નો દિવસ : વિક્રમ સંવત   ૨૦૭૪  ( નેમિસૂરિ સંવત  ૬૯ )  કારતક સુદ બીજી ચોથ મંગળવાર   Dt: 24-10-2017વિધીની સાથે વેર ન થાય, જીવન આખું ઝેર ન થાય, નસીબ છાપેલો કાગળ છે, તેમાં કદી ફેર ન થાય…

70 SHREE KUMKUMROL PARSHVANATH BHAGWAN    સકલાર્હત્‌ સ્ત્રોતના અંતિમ શ્લોકમાં ગિરિ-તીર્થો પર બિરાજમાન જિનેશ્વરની સ્તૃતિ કરતાં કનકાચલનો પણ ઉલ્લેખ થયેલો છે. આ કનકાચલ વર્ધમાનમાં સોવનગિરિ કે સુવર્ણગિરિ નામથી ઓળખાતું પ્રાચીન તીર્થ છે. વિક્રમના ત્રીજા સૈકાના પ્રારંભમાં થયેલા નાહડ સજાના સમયમાં અહીં યક્ષસતિ નામના જિનપ્રસાદનું નિર્માણ થયું.

૭૦. શ્રી જાલોર તીર્થ - શ્રી કુંકમરોલ પાર્શ્વનાથ ભગવાન

 “સકલાર્હત્‌ સ્ત્રોત”ના અંતિમ શ્લોકમાં ગિરિ-તીર્થો પર બિરાજમાન જિનેશ્વરની સ્તૃતિ કરતાં ‘કનકાચલ’નો પણ ઉલ્લેખ થયેલો છે. આ કનકાચલ વર્ધમાનમાં સોવનગિરિ કે સુવર્ણગિરિ નામથી ઓળખાતું પ્રાચીન તીર્થ છે. વિક્રમના ત્રીજા સૈકાના પ્રારંભમાં થયેલા નાહડ સજાના સમયમાં અહીં ‘યક્ષસતિ’ નામના જિનપ્રસાદનું નિર્માણ થયું. આ સુવર્ણગિરિ પર સં.૧૨૨૧માં પરમાર્હત્‌ કુમારપાળે એક જિનપ્રાસાદ બંધાવ્યો અને તેમાં શ્રી વાદિદેવસૂરિના હસ્તે શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા પ્રતિષ્ઠા કરાવી. આ ચૈત્ય ‘કુમારવિહાર’ નામની ઓળખાતું. આ જિનપ્રસાદ બાવન દેવકુલિકાઓથી યુક્ત હતો. એક પ્રાચીન સંસ્કૃત સ્ત્રોત્રના આધારે જાણી શકાય છે કે સુવર્ણગિરિ પર શ્રી કુંકમરોલ પાર્શ્વનાથનો જિનપ્રસાદ છે. કિલ્લાને બાવન બૂરજ અને ૪ દરવાજા છે. સૂરજપોળ, ધૂપોળ, ચાંદપોળ અને લોહપોળ નામથી ઓળખાતા આ ચાર દરવાજા  પસાર કર્યા બાદ જૈન મંદિરો આવે છે. પરમાર્હત્‌ કુમારપાળે બાવન દેવકૃલિકાયુક્ત શ્રી પાર્શ્વનાથ પ્રભુનો ‘‘કુમારવિહાર’’ જિનપ્રાસાદ બંધાવ્યો હતો, તે પાર્શ્વનાથ પ્રભુ જ ‘‘કુકુમરોલ પાર્શ્વનાથ’ નામથી ઓળખાતા હોય તેમ માની શકાય. કાળક્રમે તે મંદિરનો ધ્વંસ થતાં આ નૂતન મંદિર માં તે પ્રતિમાને બિરાજમાન કરવામાં આવી હોય તેમ અનુમાન થઈ શકે છે.

શ્રી કુંકમરોલ પાર્શ્વનાથ શ્વેતાંબર જૈન તીર્થ

શ્રી સુવર્ણગિરિ શ્વેતાંબર જૈન તીર્થ પેઢી, જાલોર ઃ ૩૪૩૦૦૧(રાજસ્થાન)