આજ નો દિવસ : વિક્રમ સંવત   ૨૦૭૪  ( નેમિસૂરિ સંવત  ૬૯ )  કારતક સુદ બીજી ચોથ મંગળવાર   Dt: 24-10-2017વિધીની સાથે વેર ન થાય, જીવન આખું ઝેર ન થાય, નસીબ છાપેલો કાગળ છે, તેમાં કદી ફેર ન થાય…

71. SHREE ASHAPURAN PARSHVANATH BHAGWAN    રાજસ્થાનનું નૂન ગામ પણ ભૂતકાળમાં એક સમૃદ્ધ નગરી હતી. આજે તો કેટલાક ખોરડાઓ વચ્ચે ઊભેલા જૈન મંદિર સિવાય ગામ ઉજ્જડ છે. જૈનોની વસ્તી બિલકુલ નથી. ફણાસહિત ૧૭ ઈંચ આ જિનને જુહારવાથી પમાય છે. પંચમ ગતિનું પરમોચ્ચપદ. જિનાલય અત્યંત પ્રાચીન છે.

૭૧. શ્રી નૂનગામ તીર્થ - શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ ભગવાન

રાજસ્થાનનું નૂન ગામ પણ ભૂતકાળમાં એક સમૃદ્ધ નગરી હતી. આજે તો કેટલાક ખોરડાઓ વચ્ચે ઊભેલા જૈન મંદિર સિવાય ગામ ઉજ્જડ છે. જૈનોની વસ્તી બિલકુલ નથી. ફણાસહિત ૧૭ ઈંચ આ જિનને જુહારવાથી પમાય છે. પંચમ ગતિનું પરમોચ્ચપદ. જિનાલય અત્યંત પ્રાચીન છે. કહેવાય છે કે શ્રી સંઘે સં. ૧૧૦૦ આસપાસમાં આ જિનપ્રસાદનું નિર્માણ કરાવ્યું હતું. નગરીની સમૃદ્ધિના કાળમાં તેના જીર્ણોદ્ધાર થતા રહ્યા છે. આ પ્રાચીન જિનાલયમાં બિરાજમાન પ્રભાવક પ્રભુજીના પ્રભાવનો અનુભવ શ્રદ્ધાળુઓને આજે પણ થાય છે. સં.૧૬૫૫માં શ્રી પ્રેમવિજયે ગુંથેલી “૩૬૫ શ્રી પાર્શ્વજિન નામમાલા”માં શ્રી પાર્શ્વપ્રભુના “આશાપૂરણ” નામની ગૂંથણી થયેલી છે. દર વર્ષે પોષ દસમીના દિને અહીં મેળો ભરાય છે.

શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ શ્વેતાંબર જૈન તિર્થ,

મુ. નૂન(જિલ્લો : સિહોરી) વાયા કાલંદ્રી(રાજસ્થાન)