આજ નો દિવસ : વિક્રમ સંવત   ૨૦૭૪  ( નેમિસૂરિ સંવત  ૬૯ )  કારતક સુદ બીજી ચોથ મંગળવાર   Dt: 24-10-2017વિધીની સાથે વેર ન થાય, જીવન આખું ઝેર ન થાય, નસીબ છાપેલો કાગળ છે, તેમાં કદી ફેર ન થાય…

80 SHREE SOGTHIYA PARSHVANATH BHAGWAN    ઈતિહાસ કહે છે કે નારદે વસાવેલી આ નારદપુરીના નિકટવર્તી ગિરિશ્રૃંગ પર શ્રી કૃષ્ણના પુત્ર પ્રદ્યુમ્નકુમારે ભવ્ય શિખરબંધી જિનપ્રાસાદનું નિર્માણ કરાવી, પરમ યોગીશ્વર શ્રી નેમિનાથ પ્રભુની પ્રભાવપૂર્ણ પ્રતિમાજે પ્રતિષ્ઠિત કરાવી. આ ઈતિહાસ. આ નગર અતિ પ્રાચીન હોવાનું અનુમાન કરવા પ્રેરે છે.

૮૦. શ્રી નાડલાઈ તીર્થ - શ્રી સોગઠિયા પાર્શ્વનાથ ભગવાન

ઈતિહાસકહે છે કે નારદે વસાવેલી આ નારદપુરીના નિકટવર્તી ગિરિશ્રૃંગ પર શ્રી કૃષ્ણના પુત્ર પ્રદ્યુમ્નકુમારે ભવ્ય શિખરબંધી જિનપ્રાસાદનું  નિર્માણ કરાવી, પરમ યોગીશ્વર શ્રી નેમિનાથ પ્રભુની પ્રભાવપૂર્ણ પ્રતિમાજે પ્રતિષ્ઠિત કરાવી. આ ઈતિહાસ. આ નગર અતિ પ્રાચીન હોવાનું અનુમાન કરવા પ્રેરે છે. આ નગરની નિકટવર્તી બે ટેકરીઓ અનુક્રમે શત્રુંજય અને ગિરનારના નામથી પ્રસિદ્ધ છે. અહીં સં. ૧૬૦૭માં શ્રી હીરવિજયસુરીને પન્યાસ તથા ઉપાધ્યાય પદથી વિભૂષિત કરવામાં આવ્યા હતા. જેખલ પર્વતના મૂળમાં શ્રી સોગઠિયા પાર્શ્વનાથનું ભવ્ય શિખરબંધ જિનાલય સુંદર શોભી રહ્યું છે. આ જિનપ્રસાદનું સ્થાપત્ય દશમાં સૈકાનું જણાય છે.

શ્રી સોગઠિયા પાર્શ્વનાથ જૈન શ્વેતામ્બર મંદિર,

ઘંઘ વાડીની બાજુમાં, મુ. નાડલાઈ, તા. દેસૂરી,જિલ્લો :પાલી, વાયા :રાણી(રાજસ્થાન)