આજ નો દિવસ : વિક્રમ સંવત   ૨૦૭૪  ( નેમિસૂરિ સંવત  ૬૯ )  કારતક સુદ બીજી ચોથ મંગળવાર   Dt: 24-10-2017વિધીની સાથે વેર ન થાય, જીવન આખું ઝેર ન થાય, નસીબ છાપેલો કાગળ છે, તેમાં કદી ફેર ન થાય…

87 SHREE KAREDA PARSHVANATH BHAGWAN    વંદના દુર્વાસનાઓનું ખંડન કરનારૂ છે. આ પ્રભુજી પસને બિરાજમાન છે. ર૯ ઈંચ ઊંચા છે અને ર૭ ઈંચ પહોળા છે. કરહેટક કરહડા કે કરહેડા જેવા અન્ય નામોને પણ ધારણ કરતું તીર્થ સૈકાઓથી તેના પ્રભાવને વિસ્તારી રહ્યું છે.

૮૭. શ્રી કરેડા પાર્શ્વનાથ ભગવાન

વંદના દુર્વાસનાઓનું ખંડન કરનારૂ છે. આ પ્રભુજી પસને બિરાજમાન છે. ર૯ ઈંચ ઊંચા છે અને ર૭ ઈંચ પહોળા છે. “કરહેટક” ‘કરહડા’ કે ‘કરહેડા’ જેવા અન્ય નામોને પણ ધારણ કરતું તીર્થ સૈકાઓથી તેના પ્રભાવને વિસ્તારી રહ્યું છે. સંવત ૮૬૧માં ઓસવાલ વંશીય શ્રેષ્ઠી શ્રી ખિમસિંહ શાહે આ તીર્થમાં શ્રી કરહેડા પાર્શ્વનાથનો ભવ્ય જિનપ્રસાદ બંધાવ્યો. આચાર્યશ્રી જયાનંદસૂરીશ્વરજીના શુભ હસ્તે આ જિનપ્રસાદમાંશ્રી કરહેડા પાર્શ્વનાથના અલૌકિક જિનબિંબને પ્રતિષ્ઠિત કરવામાં આવ્યું હતું. આ જિનાલય જીર્ણ થતાં વિ.સં. ૧૦૩૯માં પુનઃ તેનો જીર્ણોદ્ધાર થયો. બાવન મનોહર દેવકુલિકાઓથી યુક્ત જીર્ણોદ્ધત નૂતનજિનપ્રસાદની સંડેરક ગચ્છના સંમર્થ આચાર્યશ્રી યશોભદ્રસૂરિનાવરદ હસ્તે પ્રતિષ્ઠા થઈ. સં. ૧૬પ૬માં આ તીર્થનો પુનઃ જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો. તે પ્રસંગેપૂર્વાભિમુખ આ જિનપ્રસાદની પૂર્વ તરફની દીવાલમાં એક છિત્રની એવી વિશિષ્ટ રચના કરવામાં આવેલી કે જેની પ્રભુ પાર્શ્વસ્વામીના જન્મ કલ્યાણકના પુનિત દિવસે સૂર્યના કિરણો પરમાત્માના દેહની સ્પર્શનાકરતાં. પરંતુ પુનઃ જીર્ણોદ્ધાર થતાં વર્તમાનમાં તે મુજબ કિરણો સ્પર્શતા નથી. મુસ્લિમ આક્રમણોથી રક્ષણ કરવા આ જિનપ્રાસાદની ઉપર મસ્જિદનો આકાર ઉસ્થિત કરવામાં આવ્યો હતો. તાજેતરમાં જ આ પ્રાચીન જિનપ્રાસાદનો છેલ્લો જીર્ણોદ્ધાર થયો છે. સં. ર૦૩૩ મહાસુદ ૧૩ દિને પૂ. આચાર્યદેવશ્રી સુશીલસૂરીશ્વરજીના શુભ હસ્તે આ પ્રતિમાની ભવ્ય મહોત્સવ પૂર્વક પ્રતિષ્ઠા થઈ. શ્રી કરેડા પાર્શ્વનાથનું તીર્થ ભૂપાલ સાગર છે. અહીંનું રેલવે સ્ટેશન મંદિરથી ૧ કિ.મી. દૂર છે. ઉદયપુર ચિતોડ રેલવે માર્ગ પર આવેલું આ તીર્થ ચિતોડથી અને ઉદયપુરથી ૭૦ કિ.મી. દૂર છે.

શ્રી કરેડા પાર્શ્વનાથજી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક તીર્થ

મુ.પો. ભૂપાલસાગર. જિ. ચિતોડગઢ, રાજસ્થાન : ૩૧૨૨૦૪.