આજ નો દિવસ : વિક્રમ સંવત   ૨૦૭૩  ( નેમિસૂરિ સંવત  ૬૮ )  શ્રાવણ વદ અગિયારશ શુક્રવાર   Dt: 18-08-2017મરનારની ચિતા પર ચાહનાર કોઈ ચડતું નથી, કહે છે હું મરી જઈશ પાછળથી કોઈ મરતું નથી, બળતા જોઈ એના દેહને એની આગમાં કોઈ પડતું નથી, અરે આગમાં તો શું એની રાખને કોઈ અડતું નથી…

08. SHREE AMIZARA PARSHVANATH BHAGWAN    દક્ષિણ ગુજરાતનું સમૃદ્ધિમય પ્રાચીન જહોજલાલી પૂર્ણ આ ગંધાર બંદર હતું. અનેક શ્રાવકના ઘરો હતાં. ૧૭મી સદીમાં આચાર્ય હીરસૂરીશ્વરજી મ.સા. અત્રે ચાતુર્માસ બિરાજમાન હતા ત્યાંથી વિહાર કરી દિલ્હી જઈને અકબર રાજાને પ્રતિબોધ કરેલ.

૮. શ્રી ગંધાર તીર્થ - શ્રી અમીઝરા પાર્શ્વનાથ ભગવાન

દક્ષિણ ગુજરાતનું સમૃદ્ધિમય પ્રાચીન જહોજલાલી પૂર્ણ આ ગંધાર બંદર હતું. અનેક શ્રાવકના ઘરો હતાં. ૧૭મી સદીમાં આચાર્ય હીરસૂરીશ્વરજી મ.સા. અત્રે ચાતુર્માસ બિરાજમાન હતા ત્યાંથી વિહાર કરી દિલ્હી જઈને અકબર રાજાને પ્રતિબોધ કરેલ. આ તીર્થમાં મહાવીર પ્રભુજીના જિનાલયના પ્રતિમાજી પણ પ્રાચીન છે. વર્ધમાન પાર્શ્વનાથપ્રભુના જિનાલયનો જિણોદ્ધાર આચાર્ય શ્રી રામચંદ્રસૂરીશ્વરજીની પાવન પ્રેરણા દ્વારા થયેલ છે. સમુદ્ર કિનારે વસેલ આ તીર્થનું વાતાવરણ ખૂબ જ શાંતિદાયક છે. રહેવા માટે ધર્મશાળા  છે. તથા ભોજનશાળાની પણ સગવડતા છે.

શ્રી ગંધાર જૈન દેરાસર ટ્રસ્ટ

પોસ્ટ- ગંધાર - ૩૯૨૧૪૦ તાલુકો :વાગરા, જિલ્લો - ભરૂચ (ગુજરાત)