આજ નો દિવસ : વિક્રમ સંવત   ૨૦૭૪  ( નેમિસૂરિ સંવત  ૬૯ )  કારતક સુદ બીજી ચોથ મંગળવાર   Dt: 24-10-2017વિધીની સાથે વેર ન થાય, જીવન આખું ઝેર ન થાય, નસીબ છાપેલો કાગળ છે, તેમાં કદી ફેર ન થાય…

97 SHREE ALOOKIK PARSHVANATH BHAGWAN    હસામપુરા ગામની મધ્યમાં આ જિનાલય આવેલું છે. મંદિરના પ્રાચીન કલાત્મક અવશેષ, સ્તંભ અને પરિકર વગેરેના અવલોકનથી જણાય છે કે આ મંદિર વિક્રમની ૧૦મી સદી પહેલાનું હશે જીર્ણોદ્ધાર વિ.સં.૧૬૪૯માં થયાનો ઉલ્લેખ છે. હમણાં પણ જીર્ણોદ્ધારનું કાર્ય ચાલુ છે.

૯૭. શ્રી અલૌકિક તીર્થ - શ્રી અલૌકિક પાર્શ્વનાથ ભગવાન

હસામપુરા ગામની મધ્યમાં આ જિનાલય આવેલું છે. મંદિરના પ્રાચીન કલાત્મક અવશેષ, સ્તંભ અને પરિકર વગેરેના અવલોકનથી જણાય છે કે આ મંદિર વિક્રમની ૧૦મી સદી પહેલાનું હશે જીર્ણોદ્ધાર વિ.સં.૧૬૪૯માં થયાનો ઉલ્લેખ છે. હમણાં પણ જીર્ણોદ્ધારનું કાર્ય ચાલુ છે. રાજ વિક્રામાદિત્યના સમયમાં આ ઉજ્જૈન નગરીનો એક મહોલ્લો હતો અનેરાજા વિક્રમાદિત્યનો મહેલ અહીં હતો તેથી નજીક રાણીનો મહેલ છે. જેને આજે રાણીકોટ કહે છે. શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા અલૌકિક અને કલાત્મક છે. પ્રતિમાની હસ્તમુદ્રા નીચે નાગ-નાગણીની જોડી વીંટાયેલી છે જે અલૌકિક છે.

શ્રી અલૌકિક પાર્શ્વનાથ જૈન શ્વેતામ્બર પેઢી, હસામપુરા

પો. તલોદ :૪૫૬૦૦૬, જિલ્લો :ઉજ્જૈન, મ.પ્ર.ફોન :૦૭૩૪-૨૬૧૦૨૦૫-૨૬૧૦૨૪૬.