આજ નો દિવસ : વિક્રમ સંવત   ૨૦૭૩  ( નેમિસૂરિ સંવત  ૬૮ )  વૈશાખ સુદ ત્રીજ શનિવાર   Dt: 29-04-2017જે નિરાશાને કદી જોતા નથી, આશા હૈયાની ખોતા નથી, પ્રયત્નો પર જીવી જાણે સદા, તે ભાગ્ય પર કદી રોતા નથી…

01. SHREE NAVSARI PARSHVANATH BHAGWAN    નવસારી શહેરમાં આ જિનાલય આવેલું છે. વસ્તુપાળ-તેજપાળના સમયમાં અનેક જિનાલયોના નિર્માણ અને જીર્ણોદ્ધાર થયાં હતાં તેમાંનું આ એક પ્રાચીન જિનાલય છે. જે લગભગ ૮૦૦ વર્ષ પ્રાચીન હોવાનું મનાય છે. ગુજરાતના મહામંત્રી વસ્તુપાળ-તેજપાળે આ નગરમાં બાવન જિનાલય વાળો મહાપ્રસાદ બંધાવ્યો હતો. આજે એ દેરાસર વિદ્યમાન નથી પરંતુ શ્રી પાર્શ્વનાથ ભગવાનની તે સમયની પ્રતિમાજી છે.

૧. શ્રી નવસારી તીર્થ - શ્રી ચિંતામણી પાર્શ્વનાથ પ્રભુજી

નવસારી શહેરમાં આ જિનાલય આવેલું છે. વસ્તુપાળ-તેજપાળના સમયમાં અનેક જિનાલયોના નિર્માણ અને જીર્ણોદ્ધાર થયાં હતાં તેમાંનું આ એક પ્રાચીન જિનાલય છે. જે લગભગ ૮૦૦ વર્ષ પ્રાચીન હોવાનું મનાય છે. ગુજરાતના મહામંત્રી વસ્તુપાળ-તેજપાળે આ નગરમાં બાવન જિનાલય વાળો મહાપ્રસાદ બંધાવ્યો હતો. આજે એ દેરાસર વિદ્યમાન નથી પરંતુ શ્રી પાર્શ્વનાથ ભગવાનની તે સમયની પ્રતિમાજી છે. પ્રતિમાજી ખૂબ જ પ્રભાવશાળી છે. મૂળનાયકને યથાસ્થાને રાખી જીર્ણોદ્ધાર અહીની પેઢી દ્વારા કરાયો હતો. બાકીના જિનાલયની પ્રતિષ્ઠા વિ.સં.૧૯૮૮ના મહા સુદ-૬ના રોજ કરેલ છે. મધુમતી જૈન દેરાસરજી તરીકે પ્રચલીત છે.

શ્રી નવસારી શ્વે.મૂ.જૈન સંઘ - શ્રી ચિન્તામણી પાર્શ્વનાથ જિનાલય  મધુમતિ, નવસારી. ફોન નં. 288862.