આજ નો દિવસ : વિક્રમ સંવત   ૨૦૭૩  ( નેમિસૂરિ સંવત  ૬૮ )  શ્રાવણ વદ અગિયારશ શુક્રવાર   Dt: 18-08-2017મરનારની ચિતા પર ચાહનાર કોઈ ચડતું નથી, કહે છે હું મરી જઈશ પાછળથી કોઈ મરતું નથી, બળતા જોઈ એના દેહને એની આગમાં કોઈ પડતું નથી, અરે આગમાં તો શું એની રાખને કોઈ અડતું નથી…

09. SHREE PRAGAT PRABHAVI PARSHVANATH BHAGWAN    પ્રાચીન કાળમાં દર્ભાવતી નામથી ઓળખાતી આ નગરી સિદ્ધરાજ જયસિંહના સમયમાં વસી હતી. અનેક મનોહર જિનાલયોથી શોભતું આ ડભોઈ પ્રગટ પ્રભાવી પાર્શ્વનાથનું પણ તીર્થ છે. શ્રી ઋષભાદિ જયતિલક પ્રાસાદના ભોંયરામાં આ પરમાત્મા બિરાજે છે. પરમાત્માના દેહની કાન્તિ મોહક છે.

૯. શ્રી ડભોઈ તીર્થ - શ્રી પ્રગટ પ્રભાવી પાર્શ્વનાથ

પ્રાચીન કાળમાં ‘દર્ભાવતી’ નામથી ઓળખાતી આ નગરી સિદ્ધરાજ જયસિંહના સમયમાં વસી હતી. અનેક મનોહર જિનાલયોથી શોભતું આડભોઈ પ્રગટ પ્રભાવી પાર્શ્વનાથનું પણ તીર્થ છે. શ્રી ઋષભાદિ જયતિલક પ્રાસાદના ભોંયરામાં આ પરમાત્મા બિરાજે છે. પરમાત્માના દેહની કાન્તિ મોહક છે. એક ધોબીએ સ્વપ્નમાં  આ મનોહર જિનબિંબના દર્શન કર્યા હતા. સ્વપ્નના સંકેત સંશોધન કરતા તેણે ડભોઈ નજીકના સંખેડા બાદરપુર ગામો વચ્ચેની ઓરસંગ નદીના કાંઠેથી આ પ્રતિમાજી પ્રાપ્ત થયાં. આ પ્રતિમાજીને ડભોઈ લાવવામાં આવ્યા. પ્રતિમાજી ઘણાં પ્રાચીન જણાય છે. આદિનાથજીના નૂતન જિનાલયમાં ડભોઈમાં જ જન્મેલા આ.દેવશ્રી જંબુસૂરીશ્વરજીના વરદ હસ્તે સં.૨૦૦૭ના વૈશાખ સુદ ૭ના દિને પરમાત્માને ગાદીનશીન કરવામાં આવ્યા. પ્રગટ પ્રભાવથી યુક્ત આ પરમાત્માનું પ્રકટ પ્રભાવી નામ સહેતુક છે. દર્ભાવતી મંડન આ પાર્શ્વનાથ “દર્ભાવતી પાર્શ્વનાથ”ના નામથી પણ ઓળખાય છે.

શ્રી આદિનાથજી જૈન શ્વેતાંબર મંદિર

શ્રીમાળી વાગા, મુ. ડભોઈ, જિલ્લો - વડોદરા (ગુજરાત) પીન-૩૯૧૧૧૦.