-
ત્રીજો ભવ – સુવિધિનાથ ભગવાનનો
પ્રભુનું ચ્યવનઃ-
આપણા આ ભરતક્ષેત્રના શૂન્યદેરની કાકંદી નામક નગરીમાં સુગ્રીવ નામે રાજ હતા. તેમની રામા નામે પટ્ટરાણી હતી. ફાગણ વદ – ૯ના, મૂળ નક્ષત્રમાં મહાપદ્મ રાજાનો જીવ વૈજયંત વિમાનમાંથી ચ્યવી, રામાદેવીની કૃક્ષીમાં અવતર્યો.પ્રભુનો જન્મઃ-
આઠ માસ અને ૨૬ દિવસનો ગર્ભકાળ પૂર્ણ થતા માગસર વદ – ૫ના, મૂળ નક્ષત્રમાં, મગરના લાંછનવાળા, શ્વેતવર્ણી પુત્રને માતાએ જન્મ આપ્યો.
પ્રભુ મોક્ષમાર્ગની સમ્યક્વિધિના પ્રવર્તક હોવાથી તથા પ્રભુ ગર્ભમાં હતા ત્યારે માતા સર્વવિધિમાં કુશળ બન્યા તેથી પુત્રનું ‘સુવિધિ’ નામ રાખ્યું. પ્રભુની દંતપંક્તિ પુષ્પ જેવી સુશોભિત હોવાથી ‘પુષ્પદંત’ એ બીજું નામ આપ્યું (‘સુવિહિં ચ પુપ્ફદંતં’- લોગસ્સ સૂત્રમાં એક જ તીર્થંકરના આ બે નામનો ઉલ્લેખ કરી, સ્તુતિ કરેલ છે.)
૧૦૦ધનુષ્ય ઊંચા સુવિધિકુમાર, યૌવનવયને પ્રાપ્ત થયા ત્યારે અનેક રાજકન્યાઓ સાથે તેમનું પાણિગ્રહણ થયું. સુવિધિકુમાર ૫૦,૦૦૦ પૂર્વના થયા ત્યારે તેમનો રાજ્યાભિષેક થયો. વિધિવત્ ૨૮ પૂર્વાંગ સહિત ૫૦,૦૦૦ પૂર્વ પર્યંત રાજ્યધુરાનું વહન કર્યુંસંયમ સ્વીકારઃ-
સૂરપ્રભા નામની શિબિકા ઉપર આરૂઢ થઈ સુવિધિરાજા સહસ્રામ્રવનમાં પધાર્યા. માગસર વદ – ૬ના મૂળ નક્ષત્રમાં, અપરાહ્ન કાળે – ત્રીજા પ્રહોરે, ૧૦૦૦ રાજાઓ સાથે છઠ્ઠ તપ કરીને પ્રભુએ દીક્ષા ગ્રહણ કરી.
બીજા દિવસે શ્વેતપૂર નગરમાં પુષ્પરાજાના ઘેર પરમાન્ન (ખીર)થી પારણું થયું.
નિઃસંગ, ધ્યાનમગ્ન બની પ્રભુ ૪ માસ પર્યંત છદ્મસ્થપણે વિચરતા રહ્યા.કેવળજ્ઞાનની પ્રાપ્તિઃ-
દીક્ષાવન સહસામ્રવનમાં પુનઃ પધાર્યા. માલૂર (મલ્લી)વૃક્ષ નીચે આત્મધ્યાનમાં સ્થિર થયા. કારતક સુદ – ૩ના, મૂળ નક્ષત્રમાં પ્રભુને કેવળજ્ઞાન પ્રગટ થયું.
દેવનિર્મિત સમવસરણમાં ૧૨૦૦ ધનુષ્ય ઊંચા ચૈત્યવૃક્ષ નીચે સિંહાસન ઉપર બિરાજી, પ્રભુએ આશ્રવ ભાવનાને વર્ણવતી પ્રથમ દેશના આપી. પ્રભુને વરાહ પ્રમુખ ૮૮ ગણધર થયા. પ્રથમ સાધ્વી વારૂણી પ્રવર્તિની બની.
પ્રભુના શાસનમાં શ્વેતવર્ણી, કાચબા ના વાહનવાળો ‘અજિત’ યક્ષ શાસનદેવ બન્યો. ગૌર વર્ણવાળી, વૃષભના વાહનવાળી ‘સુતારા’ નામે યક્ષિણી શાસનદેવી બની.
અઠ્યાસી પૂર્વાંગ અને ૪ માસ ઝયૂન એક લાખ પૂર્વ પર્યંત પ્રભુ કેવળજ્ઞાન સહિત વિચર્યા.
પ્રભુને ૮૮ ગણધર, ૨,૦૦,૦૦૦ સાધુઓ, ૧,૨૦,૦૦૦ સાધ્વીઓ, ૨,૨૯,૦૦૦ શ્રાવકો, ૪,૭૨,૦૦૦ શ્રાવિકાઓ, ૭,૫૦૦ કેવળજ્ઞાની, ૭,૫૦૦ મનઃપર્યવજ્ઞાની, ૮,૪૦૦ અવધિજ્ઞાની, ૧,૫૦૦ ચૌદપૂર્વી, ૧૩,૦૦૦ વૈર્કિયલબ્ધિધારી, ૬,૦૦૦ વાદીઓ થયા.નિર્વાણની પ્રાપ્તિઃ-
નિર્વાણ સમય સમીપ જાણી પ્રભુ સમ્મેતશિખર પર્વત ઉપર પધાર્યા. ૧૦૦૦ મુનિઓ સાથે એક માસનું અનશન કરી, ભાદરવા સુદ – ૯ના, મૂળ નક્ષત્રમાં પ્રભુ નિર્વાણ પામ્યા.
૫૦,૦૦૦ પૂર્વ કૌમારાવસ્થામાં, ૨૮ પૂર્વાંગ અધિક ૫૦,૦૦૦ વર્ષ રાજ્યાવસ્થામાં, ૨૮ પૂર્વાંગ ન્યૂન એક લાખ પૂર્વનું આયુષ્ય પૂર્ણ કર્યું.
ચંદ્રપ્રભુ સ્વામીના નિર્વાણ બાદ ૯૦ક્રોડ (કરોડ) સાગરોપમ પશ્ચાત્ સુવિધિનાથ સ્વામી નિર્વાણ પામ્યા.શ્રી સુવિધિનાથના નિર્વાણ બાદ કેટલોક કાળ વ્યતીત થયા બાદ હુંડાવસર્પિણીકાળના દોષથી શાસન વિચ્છેદ અર્થાત્ સાધુ-સાધ્વીઓ, જૈન ધર્મના વક્તા-શ્રોતા કે ધર્માત્મા ભરત ક્ષેત્રમાં ન રહ્યા. અસંયતીની પૂજા શરૂ થઈ. દ્રવ્યાદીકમાં લુબ્ધ તે અસંયતીઓએ મોટા ફળવાળા કન્યાદાન, ગજદાન, પૃથ્વીદાનને વર્ણવતાં શાસ્ત્રો રચ્યાં.
સુવિધિનાથ અને શીતલનાથ ભગવાનની વચ્ચેના અંતરાોકાળમાં અંતિમ પા પલ્ય પર્યંત તીર્થનો ઉચ્છેદ રહ્યો. પશ્ચાત્ શીચળનાથ સ્વામીએ ધર્મધારા ચાલુ કરી.
આ ભરતક્ષેત્રમાં ઋષભદેવ ભગવાનથી શરૂ કરી, ચંદ્રપ્રભુ સુધીના આઠ તીર્થંકરોનું શાસન અખંડપણે ચાલ્યું. એક તીર્થંકર પછી બીજા તીર્થંકર થાય ત્યાં સુધી શાસન (ધર્મ) ચાલુ જ રહ્યું.
ભગવાન સુવિધિનાથથી સોળમાં શાંતિનાથ પ્રભુ થયા. એ આઠ તીર્થંકરની વચ્ચેના સાત અંતરામાં સાત વખત ધર્મ વિચ્છેદ થયો. પ્રભુ શાંતિનાથથી પ્રભુ મહાવીર પર્યંત ધર્મધારા અખંડપણે ચાલી. મહાવીર સ્વામીનું શાસન પાંચમાં આરાના અંત પર્યંત અખંડપણે ચાલુ રહેશે. -
-
In the tradition started by Bhagavan Rishabhdev the ninth Tirthankar who re-established the four-pronged religious ford was Bhagavan Suvidhinath. During his earlier incarnation as emperor Mahapadma of Pushkalavati Vijay he purified his soul to the extent of earning Tirthankar-nam-and-gotra-karma. He took birth in the Vijayant dimension of gods and from there he descended into the womb of queen Rama Devi, wife of king Sugriva of Kakandi town.During the period of pregnancy queen Rama developed a strange capacity to develop processes for doing even the most difficult of tasks. Everyone got astonished at her skill. When the child was born the king accordingly named him as Suvidhi (correct procedure). During the teething period of the child the mother get a craving for playing with flowers. As such, he was also popularly known as Pushpadant (flower-tooth).
Suvidhinath had a normal princely life, but with detachment. He became an ascetic at an early age and attained omniscience only after four months of rigorous spiritual practices. He got Nirvana at Sammetshikhar on the ninth day of the dark half of the month of Kartik.
Extinction of the Religious Ford
The tradition of the four pronged religious ford started by Bhagavan Rishabhdev gradually became extinct after the Nirvana of Bhagavan Suvidhinath. After his death, first the ascetic organization disintegrated and a time came when there was no ascetic left. Common citizens or Shravaks too gave the religious discourses. Slowly the influence of wealth became overpowering and people started forgetting the principals of five vows including Ahimsa and truthfulness. The discipline of spiritual principles gave way to ritualistic exchanges of wealth and total indiscipline.