-
ત્રીજા ભવે મોક્ષ.
આ ભરતક્ષેત્રમાં મલ્યક્ષેત્રમાં ભદ્રિલપુર નામનું નગર હતું. ત્યાં દૃઢગથ રાજા રાજ્ય કરતા હતા અને તેમને નંદા નામની પટ્ટરાણી હતી.
પ્રભુનુ ચ્યવન –
વૈશાખ વદ – ૬ના, પૂર્વાષાઢા નક્ષત્રમાં પદ્મોત્તરદેવનો જીવ દેવલોકથી ચ્યવીને નંદાદેવીની કુક્ષિમાં અવતર્યો.
પ્રભુનો જન્મ :
નવમાસ અને છ દિવસનો ગર્ભકાળ પૂર્ણ થવા પર મહા વદ – ૧૨ના પૂર્વાષાઢા નક્ષત્રમાં, શ્રીવત્સના લાંછનવાળા, સુવર્ણવર્ણી પુત્રને માતાએ જન્મ આપ્યો.
ભગવાન ગર્ભમાં હતા ત્યારે રાજાનું તપ્ત થયેલું અંગ નંદા દેવીના સ્પર્શથી શીતળ થઈ ગયું હતું તેથી, તથા પ્રભુ જગતના તાપને હરનાર હોવાથી, માતા-પિતાએ પ્રભુનું શીતળનાથ નામ રાખ્યું.
યથાક્રમે શિશુવય પૂર્ણ કરી, યૌવનને પ્રાપ્ત પ્રભુનું શરીર ૯૦ ધનુષ્ય ઊંચુ બની શોભવા લાગ્યું. અનેક કુલીન કન્યાઓ સાથે શીતળકુમારનાં વિવાહ થયા. શીતળકુમાર ૨૫,૦૦૦ પૂર્વના થયા ત્યારે રાજ્યાભિષેક થયો. ૫૦,૦૦૦ પૂર્વ પર્યંત રાજ્યનું પાલન કર્યું.
સંયમ સ્વીકાર :
શીતળરાજાનું મન સંસાર ઉપરથી વિરક્ત બનતા ‘ચંદ્રપ્રભા’ (શુક્રપ્રભા) નામની શિબિકા દ્વારા, સહસ્રામ્રવનમાં આવ્યા. મહાવદ – ૧૨ના દિવસના પાછલા પહોરે, પૂર્વષાઢા નક્ષત્રમાં, ૧૦૦૦ રાજાઓ સાથે, છટ્ટતપ કરીને, સર્વ વિરતિ ધર્મ (દીક્ષા)નો સ્વીકાર કર્યો.
બીજા દિવસે રિષ્ટનગરમાં, પુનર્વસુ રાજાના ઘરે પરમાન્ન (ખીર)થી પારણું થયું. વિવિધ અભિગ્રહોને ધારણ કરતા આર્ય ક્ષેત્રમાં ત્રણમાસ પર્યંત પ્રભુ છદ્મસ્થપણે વિચરતા-વિચરતા પુનઃસહસ્રામ્રવનમાં પધાર્યા.
કૈવલ્ય પ્રાપ્તિઃ
પીપળા (પ્લક્ષ)ના વૃક્ષ નીચે, કાયોત્સર્ગ-ધ્યાનમાં સ્થિર થતા, પોષ વદ – ૧૪ના પૂર્વાષાઢા નક્ષત્રમાં, કેવળજ્ઞાન પ્રાપ્ત થયું.
દેવનિર્મિત સમવસરણમાં ૧૦૮૦ ધનુષ્ય ઊંચા ચૈત્યવૃક્ષ નીચે બેસી પ્રભુએ સંવર ભાવનાને સમજાવતી પ્રથમ દેશના આપી.
પ્રભુને આનંદ પ્રમુખ ૮૧ ગણધર થયા. સુલસા કેસુયશા નામક પ્રથમ શિષ્યા પ્રવર્તિની બની.
પ્રભુના શાસનમાં શ્વેતવર્ણી, પદ્મના આસનવાળો, બ્રહ્મનામક યક્ષ, શાસનદેવ બન્યો, નીલવર્ણી, મેઘના વાહનવાળછ, અશોકાનામની દેવી શાસન દેવી બની.
શીતળનાથ ભગવાનને ૮૧ ગણધર, ૧,૦૦,૦૦૦ સાધુ, ૧,૦૬,૦૦૦ મતાંતરે ૧,૦૦,૦૦૬ સાધ્વીજીઓ, ૨,૮૯,૦૦૦ શ્રાવકો, ૪,૫૮,૦૦૦ શ્રાવિકાઓ, ૭,૦૦૦ કેવળજ્ઞાની, ૭,૫૦૦ મનઃપર્યવજ્ઞાની, ૭,૨૦૦ અવધિજ્ઞાની, ૧,૪૦૦ ચૌદપૂર્વી, ૧૨,૦૦૦ વૈક્રિય લબ્ધિધારી, ૫,૮૦૦ વાદી થયા.
કેવળજ્ઞાન સહિત પ્રભુ ત્રણ માસ ન્યૂન ૨૫,૦૦૦ પૂર્વ, સુધી વિચરી મોક્ષમાર્ગની પ્રરૂપણા કરતા રહ્યા.
નિર્વાણ પદની પ્રાપ્તિ :
નિર્વાણ કાળ સમીપ આવતા પ્રભુ સમ્મેતશિખર પર્વત ઉપર પધાર્યા. ૧૦૦૦ મેનિઓ સાથે એક માસનું અનશન કરી, વૈશાખ વદ – ૨ના, પૂર્વાષાઢા નક્ષત્રમાં પ્રભુ નિર્વાણ પામ્યા.
કુમારપણામાં ૨૫,૦૦૦ પૂર્વ, રાજ્યાવસ્થામાં ૫૦,૦૦૦ પૂર્વ, શ્રમણાવસ્થામાં ૨૫,૦૦૦ પૂર્વ તે સર્વમળી એક લાખ પૂર્વનું પ્રભુનું આયુષ્ય હતું.
શ્રી સુવિધિનાથ ભગવાનના નિર્વાણ બાદ ૯ કોટિ (કરોડ) સાગરોપમ વ્યતીત થયા બાદ શ્રી શીતળનાથ ભગવાન નિર્વાણ પામ્યા.
શીતળનાથ ભગવાનનું શાસન પ્રાયઃ અંતિમ પા પલ્ય પર્યંત વિચ્છેદિત રહ્યું પશ્ચાત્ શ્રી શ્રેયાંસનાથ સ્વામીએ ધર્મધુરા શરૂ કરીે. આ અવસર્પિણીકાળમાં અ બીજીવાર શાસન વિચ્છેદ પામ્યું. -
-
The being that was to be Bhagavan Sheetalnath, in his previous but one birth was the king of Susima town in the Pushkarvar Island. His name was Padmottar. When his son reached adulthood the religious king gave his kingdom to the son and took Diksha from Tristadha Muni. Vigorous spiritual practices and worship of the pious states as mentioned in the scriptures resulted in his acquiring the Tirthankar-nam-and-gotra-karma. Completing his age he reincarnated as the king of the Pranat dimension of gods.
In Bhaddilpur town in the sub-continent of Bharat, ruled king Dridhrath. In the womb of his queen, Nanda, descended the being that was Padmottar, when he completed his age in the dimension of gods.
One day due to some strange ailment, king Dridhrath had high fever and acute burning sensation in his body. He did not get any relief even after applying a variety of ointments. Out of anxiety and to comfort the king, the queen put her palm on his body. This mere touch of the queen removed the burning sensation and a feeling of soothing relief swept his body. After this incident the king decided to name the new born as Sheetal (cool/calm). (G/c).
Sheetalnath was born on the Twelfth Day of the dark half of the month of Magh. When he grew older he married at the request of his parents. At the proper time, king Dridhrath coronated him and took Diksha. After a long and successful reign Sheetalnath left his home and became an ascetic. He attained omniscience under a peepal tree on the fourteenth day of the dark half of the month of Paush. After wandering and preaching for a long time, he came to Sammetshikhar and attained Nirvana on the second day of the dark half of the month of Vaishakh.