-
ત્રીજા ભવે મોક્ષ
પ્રભુનું ચ્યવનઃ
આ ભરતક્ષેત્રના શૂન્ય દેશ (કાશીદેશ)માં સિંહપુર નામે નગર હનું. તેમાં વિષ્ણુ નામક રાજા રહેતા હતા. તેઓને વષ્ણુદેવી નામે પટ્ટરાણી હતી. / જેઠ વદ – ૬ના નલિનીનુલ્મ રાજાનો જીવ દેવલોકથી ચ્યવી શ્રવણનક્ષત્રમાં વિષ્ણુદેવીનાી કુક્ષિમાં અવતર્યો.
પ્રભુનો જન્મઃ
ગર્ભાવસ્થામાં ૯ માસ ૬ દિવસ વ્યતીત થતા, ફાગણ વદ – ૧૨ના, શ્રવણનક્ષત્રમાં, સુવર્ણવર્ણી, ગેંડાના લાછનવાળા પુત્રને માતાએ જન્મ આપ્યો.
પ્રભુ ગર્ભમાં હતા ત્યારે સુશિધિષ્ઢિત શય્યાને નિર્વિઘ્ને માતા ઓળંગી ગયા તેથી અથવા પ્રભુના શ્રેયસ્કારસ પણાથી શ્રૈયાંસ નામ રાખ્યું.
યૌવનને પ્રાપ્ત પ્રભુની કાયા ૮૦ ધનુષ્ય ઊંચી થઈ, અનેક રાજકન્યાઓ સાથે શ્રેયાંસકુમારના વિવાહ થયા. ૨૧ લાખ વર્ષના શ્રેયાંસકુમાર થયા ત્યારે તેમનો રાજ્યાભિષેક થયો. તેઓએ ૪૨ લાખ વર્ષ પર્યંત રાજ્યભાર વહન કર્યો.
સંયમ સ્વીકાર :
દીક્ષા સમય સમીપ જાણી શ્રૈયસ્કર નામના પુત્રને રાજ્ય સોંપી ‘વિમળપ્રભા’નામની શિબિકામાં આરૂઢ થઈ, સહસ્રામ્રવનમાં પધાર્યા. ફાગણ વદ – ૧૩ના, પૂર્વાહ્નકાળે શ્રવણનક્ષત્રમાં છઠ્ઠતપ યુક્ત પ્રભુએ ૧૦૦૦ રાખાઓ સાથે દીક્ષા અંગીકાર કરી.
બીજા દિવસે સિદ્ધાર્થ નગરમાં, નંદરાજાના ઘેર પરમાન્ન (ખીર)થી પ્રભુનું પારણું થયું. છદ્મસ્થપણે પ્રભુ ૨ (બે) માસ પર્યંત આર્યભૂમિમાં વિચરતા રહ્યા.
કૈવલ્યની પ્રાપ્તિઃ
અનુક્રમે વિચરતા-વિચરતા પ્રભુ દીક્ષાવન સહસ્રામ્રવનમાં પુનઃપધાર્યા અશોકવૃક્ષ (તિંદુક) નીચે, મહાવદ – ૧૫ના, શ્રવણનક્ષત્રમાં, છઠ્ઠતપ યુક્ત પ્રભુને કેવળજ્ઞાન પ્રગટ થયું.
દેવરચિત સમવસરણમાં ૯૬૦ ધનુષ્ય ઊંચાં ચૈત્યવૃક્ષ નીચે પ્રભુએ સિંહાસનારૂઢ થઈ, નિર્જરા ભાવના વિષયક પ્રથમ દેશના આપી.
પ્રભુને ગૌસ્તુભ-ગોશુભ પ્રમુખ ૭૬ ગણધરો થયા. ધારિણી નામે સાધ્વી પ્રવર્તિની બની.
પ્રભુના તીર્થમાં શ્વેતવર્ણી વૃષભના વાહનવાળો ઈશ્વર મતાંતરે મનુજ નામ યક્ષ શાસન દેવ બન્યો અને ગૌરવર્ણી સિંહના વાહનવાળી, માનવી નામે (શ્રીવત્સા)યક્ષિણી શાસનદેવી બની.
ભગવાન શ્રેયાંસનાથના સમયમાં આ અવસર્પિણીકાળના પ્રથમ વાસુદેવ ત્રિપૃષ્ઠ (ભગવાન મહાવીરનો જીવ)અને પ્રથમ બળદેવ ‘અચલ’ થયા. તેમની રાજધાની પોતનપુર હતી. તે નગરના ઉદ્યાનમાં શ્રેયાંસનાથ પ્રભુ પધાર્યા. દેવોએ સમવસરણની રચના કરી. પ્રભુની દેશના સાંભળી વાસુદેવે વમી દીધેલા સમકીત પુનઃ પ્રાપ્ત કર્યું. તથા બળદેવે શ્રાવકવ્રત અંગીકાર કર્યા.
બે માસન્યૂન ૨૧લાખ વર્ષ પર્યંત પ્રભુ કેવળજ્ઞાન સહિત વિચર્યા. શ્રેયાંસ પ્રભુને ૭૬ ગણધર, ૮૪,૦૦૦ સ્વહસ્ત દીક્ષિત સાધુઓ, ૧૦,૩૦૦ સાધ્વીઓ, ૨,૭૯,૦૦૦ શ્રાવકો, ૪,૪૮,૦૦૦ શ્રાવિકાઓ, ૬,૫૦૦ કેવળજ્ઞાની, ૬,૦૦૦ મનઃપર્યવજ્ઞાની, ૬,૦૦૦ અવધિજ્ઞાની, ૧,૩૦૦ ચૌદપૂર્વી, ૧૧,૦૦૦ વૈક્રિયલબ્ધિધારી અને ૫,૦૦૦ વાદી થયા.
નિવાર્ણપદની પ્રાપ્તિઃ
નિર્વાણકાળ સમીપ આવતા પ્રભુ સમ્મેતશિખર પર્વત ઉપર પધાર્યા ૧,૦૦૦ મુનિઓ સાથે એક માસનું અનશન કરી, શ્રાવણ વદ – ૩ (ત્રીજ)ના ધનિષ્ઠા નક્ષત્રમાં પરમપદને પામ્યા.
કુમારવયમાં ૨૧ લાખ પૂર્વ, રાજ્યાવસ્થામાં ૪૨ લાખ પૂર્વ, દીક્ષાવસ્થામાં ૨૧ લાખ પૂર્વ સર્વમળી ૮૪ લાખ પૂર્વનું શ્રેયાંસનાથનું આયુષ્ય જાણવું.
શીતળનાથ સ્વામીના નિર્વાણબાદ સો સાગરોપમ તથા ૬૬ લાખ ૩૬,૦૦૦ ન્યૂન એક કોટિ સાગરોપમ બાદ શ્રેયાંસનાથ સ્વામી નિર્વાણ પામ્યા.
શ્રી શ્રેયાંસનાથ સ્વામીનું શાસન અંતિમ પોણાપલ્ય પર્યંત વિચ્છિન્ન થયું. પશ્ચાત્ શ્રી વાસુપૂજ્ય સ્વામીએ ધર્મશરૂ કરી. આ અવસર્પિણીકાળમાં આ ત્રીજીવાર શાસનનો લોપ થયો. -
-
In his earlier incarnation, the being that was to become Bhagavan Shreyansnath purified his soul as king Nalingulm, and went to the Mahashakra dimension of gods. From there he descended and took birth as Shreyans Kumar, the son of king Vishnuraja and queen Vishnu Devi of Simhapur. Shreyans Kumar was born on the Twelfth Day of the dark half of the month of Bhadrapad.
He had a normal princely life and ascended the throne when Vishnuraja retired. After a long reign Shreyans Kumar became a Shraman and within a short span of two months attained omniscience on the fifteenth day of the dark half of the month of Magh under a mango tree. He got Nirvana at Sammetshikhar on the third day of the dark half of the month of Shravan.
It was during his period that the being that was to be Bhagavan Mahavir reigned as the first Vasudev Triprishtha. After the death of Triprishtha, his brother Baldev Achal became a disciple of Dharmaghosh who was a follower of Shreyansnath. Achal got liberated in his birth.